શા માટે ઔરંગાબાદના આ ઉદ્યોગસાહસિકના વખાણ થવા જોઈએ? જાણો...

સચિન કાટે ‘ક્લિઅર કાર રેન્ટલ’ના સ્થાપક છે અને એ વાતમાં કોઈ શંકા નથી કે 28 વર્ષના આ સાહસિકે આ ક્ષેત્રમાં મોટી છાપ છોડી છે. તે YourStoryની ઓફિસમાં આવ્યા ત્યારે અમને તેની ચુંબકિય પ્રતિભાનો આભાસ થયો. હા, ક્લિઅર કાર માત્ર ભારતની એક કાર રેન્ટલ કંપની નથી પણ એવી કેટલીક બાબતો છે જે આ વ્યક્તિની પ્રસિદ્ધિને રજૂ કરે છે.

શા માટે ઔરંગાબાદના આ ઉદ્યોગસાહસિકના વખાણ થવા જોઈએ? જાણો...

Monday October 12, 2015,

4 min Read

આ વ્યક્તિની વાત જ કંઈક અલગ છે!

સચિન કાટે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાંથી આવતો એક સામાન્ય યુવાન છે જ્યાં આવું કંઈક શરૂ કરવું કે સ્ટાર્ટઅપ તે એલિયનના વસવાટ જેવું છે. (અહીંયા દુકાન શરૂ કરવી તેને પણ સ્ટાર્ટઅપ કહે છે છતાં પારંપરિક સ્ટાર્ટઅપ પાછળનો અમારો આશય કંઈક અલગ છે). સચિન જે વિસ્તારમાંથી આવે છે ત્યાં ચોથા ધોરણ બાદ અભ્યાસ માટે સ્કૂલ પણ નથી. આવા સંજોગોમાં સચિનના માતા-પિતા મક્કમ હતા કે તેઓ પોતાના પુત્રને યોગ્ય અને તમામ શિક્ષણ આપશે. તેથી તેમણે સચિનને તેમના મિત્રના વિસ્તારમાં મોકલ્યો જ્યાં શિક્ષણની પૂરતી વ્યવસ્થા હતી. સચિન છાપા નાખવા જતો અને પોતાના રોજિંદા ખર્ચ તેમાંથી કાઢતો. આ દરમિાયન તે 11મા ધોરણમાં આવ્યો ત્યારે સદ્દનસીબે તેને એક કમ્પ્યૂટરની સંસ્થામાં ઓફિસબોયની નોકરી મળી ગઈ.

અહીંયા કામ કરવા દરમિયાન સચિન કમ્પ્યૂટરનું જ્ઞાન મેળવતો ગયો અને એક વર્ષમાં તો ત્યાં ઈન્સ્ટ્રક્ટરની નોકરી કરવા લાગ્યો. બારમાં ધોરણ બાદ તે ઉચ્ચ અભ્યાસ માટે ઔરંગાબાદ આવ્યો અને એક ટ્રાવેલ એજન્સીમાં પાર્ટટાઈમ નોકરી કરવા લાગ્યો. સચિન જણાવે છે કે આ નોકરી દ્વારા તેને ટ્રાવેલિંગના બિઝનેસની સામાન્ય સમજ પડી. “મેં પાર્ટટાઈમના પગારમાં જ ફુલ ટાઈમ નોકરી કરવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન મને ઘણું શિખવા મળ્યું અને હું મારી કમ્પ્યૂટરની ક્ષમતા સિદ્ધ કરવા માગતો હતો.” તેણે બીએસસીમાં કમ્પ્યૂટર સાથે ગ્રેજ્યુએશન કર્યું અને સાથે સાથે પોતાની કમ્પ્યૂટર સ્કિલ વધારીને લોકોને બતાવી દીધું. તે જાણવા માગતો હતો કે એસઈઓ કેવી રીતે કામ કરે છે. આ બાબત તે જ્યાં કામ કરતો હતો તે ટ્રાવેલ એજન્સીને પણ કામમાં આવી.

image


આત્મવિશ્વાસથી ભરપૂર સચિને આ સ્થળ છોડીને બીજે સ્થાયી થવાનો નિર્ણય કર્યો પણ તેના માતા-પિતાએ ના પાડી દીધી. તેણે થોડા સમયમાં પાછા આવીને નવા જ એસાઈન્મેન્ટ પર કામ કરવાની શરૂઅાત કરી. પોતાની ટીમની મદદથી તેણે હોટેલ અને અન્ય સેગમેન્ટને લગતી 600 વેબસાઈટસ બનાવી. આ રીતે ‘ઈન્ફોગ્રીડ’ અને ‘નેટમેન્ટલ’ અસ્તિત્વમાં આવી.

ત્યારપછી લગાવી મોટી છલાંગ

સચિન હંમેશા ટ્રાવેલ એજન્સી અને હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલો હોવાથી તે આ ક્ષેત્રની જરૂરિયાતનું જ્ઞાન ધરાવતો હતો. સચિને જણાવ્યું કે, સામાન્ય રીતે રેલવે, રોડ અને એરલાઈન્સ દ્વારા પ્રવાસને સરળ બનાવવા સારી વ્યવસ્થા કરવામાં આવી પણ છેલ્લી ઘડીએ થતા પ્રવાસ અને ટ્રાવેલિંગ વિશે કોઈએ વિચાર્યું નહીં. તેના કારણે જ જુલાઈ 2010માં ‘ક્લિઅર કાર રેન્ટલ’ની સ્થાપના કરવામાં આવી. આ એ સમય હતો જ્યારે મેરુ રેડિયો કેબ અને અન્ય કાર કંપનીઓ માર્કેટમાં સ્થાયી થઈ ગઈ હતી.

ક્લિઅર કેબ

ક્લિઅર કાર રેન્ટલ દ્વારા લોકલ (આખા દિવસનું, અડધા દિવસનું તથા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું પેકેજ) અને બહારગામ (રાઉન્ડ ટ્રીપ, વન વે ટ્રીપ અને મલ્ટિસિટી ટ્રીપ) વગેરેની સેવા આપવામાં આવે છે. સીસીઆર દેશની 150થી વધુ શહેરોમાં સેવા આપે છે અને તેના 100થી વધુ કર્મચારીઓ આ સમગ્ર બાબતનું સંચાલન કરે છે.

image


કોઈપણ પ્રકારનું રોકાણ કર્યા વગર!

અમે જાણીએ છીએ કે કાર રેન્ટ પર આપનારી કંપનીઓને પણ સંચાલન માટે મોટાપાયે ભંડોળની જરૂર હોય છે મહત્વની વાત એ છે કે સચિનને કાર કંપની ચાલુ કરવા માટે એક પૈસાના રોકાણની જરૂર પડી નહોતી. સીસીઆર પાસે 14,000 કરતા વધારે ગાડીઓ અને 1,000 કરતા વધારે કર્મચારીઓ છે. દેશી, વિદેશી અને કોર્પોરેટ પ્રવાસીઓ સાથે મેકમાયટ્રીપ, કોક્સ એન્ડ કિન્ગ્સ તથા થોમસકૂક પણ સીસીઆરના ગ્રાહકો છે. સચિને વધુમાં જણાવ્યું કે, અમે ટાયર 2 અને ટાયર 3 શહેરો પર વધારે ધ્યાન આપ્યું છે. લોકોની સામાન્ય ખરીદશક્તિમાં વધારો થયો છે અને તેથી નાના શહેરોના લોકો પણ કેબ ભાડે મગાવતા થઈ ગયા છે. તેમની પાસે મેટ્રો શહેરોનું મોટું માર્કેટ છે પણ નાના શહેરો તેમના માટે મોટાપાયે રોકડી કરવાના બજાર સમાન છે.

ઔરંગાબાદથી કંપનીનું સર્જન

અમે જોયું છે કે નાના શહેરોમંથી કંપનીઓનું સર્જન (ધર્મશાલા કે ભુવનેશ્વર જેવા નાના શહેરોમાંથી મોટી કંપનીઓ આવે છે) થયું છે અને સફળ થઈ છે તેથી અમે પણ આવા જ નાના શહેરથી સક્સેસ સ્ટોરીનું સર્જન કરવાનું નક્કી કર્યું. અમે ઔરંગાબાદથી શરૂઆત કરી. આવા સાહસોના ફાયદા અને નુકસાન બંને હોય છે.

નુકસાન - વિકાસ માટે પૂરતી તક અને સાથ નહીં, અયોગ્ય અને સામાન્ય બજાર, નબળું વ્યવસ્થાપન તંત્ર તથા મૂડીનો અભાવ

ફાયદો- સસ્તામાં સારા માણસો મળી જવા (તમે તેને સરળતાથી કામે રાખી શકો અને તાલિમ પણ આપી શકો) સામાન્ય કરતા થોડી વધારે બચત થાય અને સફળતા ઝડપથી ફેલાઈ જાય.

સચિન માને છે કે તેણે જે સાહસ કર્યું હતું તેણે તેના માટે સફળતાના દ્વાર ખોલી નાખ્યા. સ્થાનિક અખબારોએ તેના વિશે ઘણું લખ્યું તથા તેના બ્લોગ ઔરંગાબાદ કોલિંગે અનેક યુવાનોને પ્રેરણા પૂરી પાડી. આ યુવાનો બહારથી અભ્યાસ કરીને પાછા તેમના જ શહેરમાં રોજગારી માટે આવ્યા.

ઔરંગાબાદનો સ્થાનિક હિરો સચિન કાટે વિશાળ ફલક સુધી પહોંચ્યો નથી પણ અમે એવી આશા રાખીએ કે આ પોસ્ટ દ્વારા તેને વધારે ને વધારે લોકો જાણે અને પ્રેરણા મેળવે.