GTUનાં 200 વિદ્યાર્થીઓ અને એક્સપર્ટ્સ મળીને ગુજરાતના ગ્રામ્ય વિસ્તારની તથા સામાજિક સમસ્યાઓના નિવારણના લાવશે ‘ડિજીટલ સોલ્યુશન્સ’

GTUનાં 200 વિદ્યાર્થીઓ અને એક્સપર્ટ્સ મળીને ગુજરાતના ગ્રામ્ય વિસ્તારની તથા સામાજિક સમસ્યાઓના નિવારણના લાવશે ‘ડિજીટલ સોલ્યુશન્સ’

Monday October 26, 2015,

2 min Read

GTU HACKATHON-2015: સામાજિક અને ગ્રામ્ય વિસ્તારની સમસ્યાઓના આવશે ‘ડિજીટલ સોલ્યુશન્સ’, વિદ્યાર્થીઓ બનાવશે ‘વેબ એપ્લિકેશન્સ’, કરશે સતત 36 કલાક

ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટી (GTU) હવે સામાજિક સમસ્યાઓના નિવારણ માટે વેબ એપ્લિકેશન્સ બનાવી ડિજીટલ સોલ્યુશન્સ લાવશે. અને તેના માટે GTUના 200 વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ સતત 36 કલાક કામ કરશે. 27 અને 28 ઓક્ટોબર દરમિયાન GTU કેમ્પસ ખાતે આ કામગીરી કરવામાં આવશે.

GTUના વાઈસ ચાન્સેલર ડૉ.અક્ષય અગરવાલ આ અનોખી પહેલ અંગે જણાવતાં કહે છે, “ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન્સ ટેકનોલોજી (ICT)ના માધ્યમથી સમાજને મદદ કરવાની આ પહેલ છે. આ પ્રકારની હેકથોન સૌપ્રથમ વાર યોજાઈ રહી છે. તેના કારણે ‘કૉડર્સ’ અને ‘વેબ ડેવલોપર્સ’ ને પણ તાલીમ અને મદદ મળશે. અને સાથે જ ‘સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ્સ’ને પણ પ્રોત્સાહન મળશે. GTU એક્સપર્ટ્સ શિક્ષણ, હેલ્થકેર, ખેતી અને ગવર્નન્સ ક્ષેત્રો માટે ‘મોક એપ્લિકેશન્સ’ બનાવવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. દરેક ટીમમાં 4 -5 વિદ્યાર્થીઓ રહેશે. એક્સપર્ટ્સ તેમજ વિદ્યાર્થીઓ મળીને ‘પ્રોટોટાઇપ્સ’ મોબાઈલ એપ્લિકેશન્સ બનાવશે.”

image


તો આ સમગ્ર ઇવેન્ટના કન્વીનર ડૉ.ઇન્દુ રાઓનું કહેવું છે કે, “અત્યાર સુધી એવું માનવામાં આવતું કે ટેકનોલોજી માત્ર શહેરી અને ધનવાન લોકો માટે છે. પણ હવે GTUના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ ગામડાના લોકો માટે તેમજ સામાજિક મુદ્દાઓ માટે કામ કરશે. આ ઇવેન્ટ બાદ એક ‘ડેમો ફેર’ ઇવેન્ટ પણ યોજવામાં આવશે જેમાં આ તમામ પ્રોજેક્ટ્સ બતાવવામાં આવશે. અને જે શ્રેષ્ઠ પ્રોજેક્ટ હશે તેમને ઇનામ પણ આપવામાં આવશે. આશા રાખીએ છીએ કે આ પ્રયાસ થકી સામાજિક અને ગ્રામ્ય વિસ્તારના મુદ્દાઓ અને સમસ્યાઓને દૂર કરવાની રાહ મળશે.”

image


આ સમસ્યાઓ રહેશે કેન્દ્રસ્થાને:

- પશુપાલન વિભાગને જરૂરી મુદ્દાઓ પર ‘ઑનલાઈન ડેટા કલેક્શન એપ્લિકેશન’ બનાવવી

- વિકલાંગ વિદ્યાર્થીઓના વિકાસ પર સતત નજર રાખતી ‘ઑનલાઈન ટ્રેકિંગ સિસ્ટમ’

- અમદાવાદ જિલ્લાના TBનાં દર્દીઓના સતત મોનીટરિંગ માટે એપ્લિકેશન

- એવી સગર્ભા મહિલાઓ કે જેમને ગર્ભાવસ્થા દરમિયાન સતત દેખરેખની જરૂર પડે તેવી મહિલાઓ અને તેમના નવજાત બાળકોના આરોગ્યની જરૂરિયાતો પર નજર રાખતી એપ્લિકેશન

- ‘e-ગ્રામ’ ક્ષેત્રના બેન્કિંગ માટે B2C, G2C જરૂરિયાતો માટે વેબ-પોર્ટલ અને એપ્લિકેશન બનાવવા

- ખેતીને લગતી ખેડૂતોની જરૂરિયાતો અને માગ દર્શાવતું પ્લેટફોર્મ બનાવવું

- કુદરતી આપત્તિના સમયે પાકની આકારણી કરવા માટેની એપ્લિકેશન

- ‘ગ્રામ-સેવા-કેન્દ્ર’, ‘ગ્રામ-જન-સેવા મોડેલ’ની એપ્લિકેશન્સ માટે ઑનલાઈન ટ્રેકિંગ સિસ્ટમ

- માર્કેટમાં ઉપલબ્ધ આયુર્વેદિક દવાઓ અને જે પ્રોડક્ટ્સના વર્ગીકરણ માટેનું પ્લેટફોર્મ તૈયાર કરવું

- કુપોષિત બાળકોની દેખભાળ અને સારવાર પર દેખરેખ રાખે તેવી સિસ્ટમ