ઘરે બેઠા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો જોઇએ છે તો, ‘ધ બ્રેકફાસ્ટ બોક્સ’ છે ને!

ઘરે બેઠા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો જોઇએ છે તો, ‘ધ બ્રેકફાસ્ટ બોક્સ’ છે ને!

Tuesday November 17, 2015,

4 min Read

જય ઓઝા, અવનીશ જયસવાલ, મૃગનયન કમથેકર અને મહર્ષિ ઉપાધ્યાય દ્વારા શરૂ કરવામાં આવેલ ‘ધ બ્રેકફાસ્ટ બોક્સ’ (The Breakfast Box) પોતાના ઉપભોક્તાના દરવાજા સુધી એવું મહત્વપૂર્ણ અને આવશ્યક ભોજન પહોંચાડવાનું કામ કરે છે. બ્રેકફાસ્ટ માટે હંમેશા આપણે વ્યસ્ત દિનચર્યામાંથી સમય કાઢી શકતા નથી અથવા તો કેટલીક વાર ભૂલી પણ જઇએ છીએ.

આ વસ્તુને શરૂ કરવી એ આ ચોકડી માટે સહેલુ ન હતું. આ વિચારને અમલમાં મૂકતા પહેલા આ ચારેય વ્યક્તિ ખૂબ જ ઉંડા વિચારોમાંથી પસાર થયા હતાં. આ ચારેય કો-ફાઉન્ડર્સ એ વાતને ખૂબ જ સારી રીતે જાણતા હતા કે તેઓ એક એવી સમસ્યાનું સમાધાન લોકો સામે રજૂ કરી રહ્યાં છે, જેમાંથી એક સમયે તેઓ પણ પસાર થઇ ચૂકયા હતાં. તેમને પોતાના એવા દિવસો પણ યાદ છે જ્યારે તેઓને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તાના વિકલ્પો શોધવા પડતા હતાં. અને તેના માટે અનેક જગ્યાઓએ ભટકવું પડતું હતું.

વિચાર અને સ્થાપના

મહર્ષિ જણાવે છે, “પોતાના ઘરથી દૂર રહેવાના કારણે અમે પણ રોજ સવારમાં પૌષ્ટિક નાસ્તાની શોધ કરતા રહેતા હતાં, છતાં પણ અમને અમારી પસંદનો નાસ્તો મળતો ના હતો.’’ બસ આ જ દમિયાન તેમને એ વાતનો એહેસાસ થયો કે જો દિવસની શરૂઆતમાં જ સ્વાદિષ્ટ અને પોષ્ટિક નાસ્તો લોકોને ઉપલબ્ધ કરાવવો હોય તો તેને લોકોના ઘર સુધી પહોંચાડ્યા સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી. તેઓ વધુમાં જણાવે છે કે, “અમે સૌથી પહેલા અમારી સાથે એક ન્યુટ્રિશનિસ્ટ (પોષણ વિશેષજ્ઞ)ને જોડ્યા. જે અમને દરેક દિવસનુ મેન્યૂ તૈયાર કરવામાં મદદ કરે છે.”

‘ધ બ્રેકફાસ્ટ બોક્સ’ પોતાના ક્લાઇન્ટ્સ માટે એવા વ્યંજન તૈયાર કરીને હોમ ડિલિવર કરે છે. જે પૌષ્ટિક હોવાની સાથે સાથે ખૂબ જ સ્વાદિષ્ટ પણ હોય છે.

image


સ્થાપના અને વિસ્તાર

આ લોકોએ પૂણેમાં પ્રથમ મહિને લગભગ 300 ડબ્બાની ડિલિવરી સાથે કામની શરૂઆત કરી અને અત્યારે ચાર મહિના પછી તેઓ સરેરાશ 1200થી 1500 ડબ્બાની ડિલિવરી કરે છે. મહર્ષિ વધુમાં જણાવે છે, “પૂનામાં રહેતા લોકો દ્વારા ખૂબ જ ઓછા સમયમાં અમને ઘણા હકારાત્મક વલણો જોવા મળ્યા. અમારા હોમ ડિલિવરી પોષ્ટિક નાસ્તાને લોકો ખૂબ જ પસંદ કરવા લાગ્યા છે. એટલા માટે આગળ જતા અમે અમારી ઇચ્છા અન્ય શહેરમાં આ બિઝનેસની (શાખા) શરૂઆત કરવાની છે.”

તેઓ જણાવે છે, “હાલમાં જ કેટલાક પ્રાઇવેટ રોકાણકારોએ અમારા બિઝનેસમાં રોકાણ કરવાની ઇચ્છા જાગૃત કરી છે. પરંતુ અમે મુખ્યતઃ એવા સહયોગીઓની શોધ કરી રહ્યાં છીએ જે અમારા આ વિચાર અને સમૂહની દ્રષ્ટિ સાથે સામંજસ્ય સ્થાપિત કરી શકે. અમારો મુખ્ય ઉદેશ માત્ર પ્રોફિટ વધારવાનો જ નથી.”

પડકારો

મહર્ષિ જણાવે છે, “અમારા આ કાર્ય માટે યોગ્ય લોકોની ભરતી કરવી તે સૌથી મોટું અને મુશ્કેલીભર્યું કાર્ય છે.” તેમણે સૌથી પહેલા એક ઘરેલૂ રસોઇયા સાથે કામ કરવાની શરૂઆત કરી હતી, પરંતુ તેમના દ્વારા પીરસવામાં આવતા ભોજન અને વ્યંજન વિશે જરા પણ જાણકારી ના હતી. આવા સંજોગોમાં જય તેમની મદદ માટે સામે આવ્યા અને તેમને તેમની પસંદનું ભોજન બનાવવામાં મદદ કરી.

પોતાના ઉત્પાદની વધતી આવશ્યકતાઓને પૂર્ણ કરવાના ઉદ્દેશ્યથી આ ટીમના વિતરણ માટે કેટલાંક લોકોને પાર્ટ ટાઇમના આધાર પર પોતાના સાથે જોડવા પડ્યાં, કારણ કે તે સવારના 7થી 11 વાગ્યા સુધી જ ખાવાનું ઉપલબ્ધ કરાવે છે. થોડા સમય પછી જ તેમને એક સારા શેફનો સાથ મળી ગયો. જેમણે ખૂબ જ જલ્દી એક હેડ શેફ અને બે સહાયક શેફની ટીમ ઊભી કરી દીધી.

મહર્ષિ જણાવે છે, “વર્તમાન સમયમાં અમે જે મુકામ પર પહોંચ્યાં છીએ તેની પાછળ અમારી પોતાની મહેનત છે. સ્થાપનાના ચાર મહિનાની અંદર જ અમે અમારી પરિચાલનની લાગત નિકાળવામાં સફળ રહ્યાં. અમારી સાથે જોડાવવા માંગતા જૂના કેટલાક રોકાણકારોએ અમને સંપર્ક કર્યો છે જેમની સાથે અત્યારે અમારી ચર્ચા વિચારણા ચાલી રહી છે.”

આ ટીમની ઇચ્છા આવનાર ચાર મહિનામાં પૂણેના રહેવાસીઓને પૌષ્ટિક નાસ્તો પીરસવાની સાથે સાથે આવનાર બે–ત્રણ વર્ષમાં અન્ય શહેરમાં પોતાની શાખાઓ ખોલી આ બિઝનેસનો વિસ્તાર કરવાનો છે.

YourStory નિષ્કર્ષ

50 બિલિયન ડોલરના ફૂડટેકના બજારમાં આ ક્ષેત્રમાં ઘણી મી-ટૂ કંપની સંચાલિત થઇ રહી છે. ફૂડપાંડા અને ટાઇનીઆઉલના ખરાબ દિવસો ચાલતા હોવાથી ઘણાં રોકાણકારો મૂંઝવણમાં છે અને તેમને લાગી રહ્યું છે કે આ બિઝનેસનું સંચાલન કરવું સહેલું નથી. આજ કારણોથી આ બિઝનેસમાં પગ મૂકનાર પ્રત્યેક ખેલાડી માટે સફળતાની સીડી એટલી સરળ નથી. જો તમે એપ્રિલ મહિનામાં આ ક્ષેત્રમાં થેયલા રોકાણ પર નજર નાખશો તો કુલ મળીને 7 પ્રોજેક્ટમાં 74 મિલિયન અમેરીકન ડોલરની ભારેખમ રકમનું રોકાણ થયું છે. આ રકમ ઓગસ્ટ મહિનામાં ઘટીને 19 મિલિયન ડોલર પર આવીને અટકી ગઇ છે. સપ્ટેમ્બર મહિનો આવતા આવતા આ સંખ્યા ઘટીને માત્ર બે પ્રોજેક્ટ્સ પર આવીને અટકી ગઈ છે.

ભરપૂર રોકાણ હોવા છતાં પણ વિશેષજ્ઞોનું માનવું છે કે મોટાભાગના સ્ટાર્ટઅપ વધુ પડતી છૂટના ચક્કરમાં પડી જાય છે. આ ઉપરાંત ફૂડકેટના ક્ષેત્રમાં ઉપભોક્તાઓને પોતાની તરફ આકર્ષિત કરીને તેમને પોતાના પ્રોડક્ટ ખરીદવા માટે સહમત કરવા એ ખૂબ જ અઘરી બાબત છે.