સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે લાઇસન્સરાજ ખતમ કરવામાં આવશે – અરુણ જેટલી

સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે લાઇસન્સરાજ ખતમ કરવામાં આવશે – અરુણ જેટલી

Saturday January 16, 2016,

1 min Read

ભારત સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમ 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા'માં કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીએ ખાસ હાજરી આપી. આ પ્રસંગે તેમણે જણાવ્યું,

"આપણી પાસે વિશ્વમાં દેશનું નામ ઉજ્જ્વળ કરી શકે તેવા ઉદ્યોગસાહસિકો છે અને અમે તેમના માટે સુવિધાજનક વાતાવરણ પૂરૂં પાડીશું."

વધુમાં તેમણે જણાવ્યું,

"સ્ટાર્ટઅપનાં ક્ષેત્રને જેટલું અંકુશમુક્ત રાખવામાં આવશે તેટલું તેના માટે સારું રહેશે અને તે સારો દેખાવ કરશે."
image


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટાર્ટઅપ અંગેના વિચારો વિશે તેમણે જણાવ્યું હતું કે મોદીજીનો વિચાર એ છે કે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવે. તેના માટે બેન્કિંગ ક્ષેત્ર અને સરકાર શક્ય હશે તેટલી મદદ કરશે. સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે લાઇસન્સરાજ ખતમ કરવામાં આવશે.