કેક બનાવો, નફો કરો, 'હોમબેકર' બની માર્કેટમાં ઓળખ બનાવો

કેક બનાવો, નફો કરો, 'હોમબેકર' બની માર્કેટમાં ઓળખ બનાવો

Sunday December 06, 2015,

4 min Read

આજના સમયમાં દુનિયાના કોઈપણ ક્ષેત્રમાં ખાનગીકરણનો પ્રવેશ ન થયો હોય તેવું નથી. વૈશ્વિકરણના આ સમયમાં ખાનગીકરણે તમામ ભૌતિક વસ્તુઓ પર કબજો જમાવી દીધો છે. ગ્રાહકકેન્દ્રીત આ દુનિયામાં જીવનના કેટલાક પ્રસંગોને યાદગાર બનાવી શકાય છે. લગ્ન અને જન્મદિવસ બે એવા પ્રસંગ છે જે કેક કાપ્યા વગર અધૂરા છે. કસ્ટમાઈઝ કેકનું ચલણ ભારતમાં નવું નથી, છેલ્લાં 10 વર્ષથી હોમબેકર્સ સક્રિય રીતે ગ્રાહકોની માગ પ્રમાણે કેક બનાવી રહ્યા છે.

છેલ્લાં એક વર્ષમાં ઈન્ટરનેટના માધ્યમથી આ ઉદ્યોગમાં ઘણી તેજી આવી છે. ઘણા હોમબેકર્સ એવા છે જે છેલ્લા એક વર્ષથી જ કેક બનાવવાનું કામ કરે છે પણ દરેક ઓર્ડર દ્વારા પોતાને વધારે સજ્જ અને સારા બનાવી રહ્યા છે. ફેસબૂક ગ્રૂપ ‘હોમ બેકર્સ ગિલ્ડ’ના માધ્યમથી અનેક નવા અને અનુભવી બેકર્સ એક જ મંચ પર આવે છે. અમે કેટલાક અનુભવી હોમબેકર્સ પાસેથી ભારતમાં હોમ બેકિંગ અંગે જાણવાનો પ્રયાસ કર્યો. ડિઝાઈન, સામગ્રી અને તજજ્ઞ બેકર્સના આધારે કેક અલગ અલગ પ્રકારની બને છે. બેકર્સ સાથે થયેલી વાતચીતમાંથી કંઈક એવી બાબતો બહાર આવી જે ભારતના બેકર્સ પર પ્રભાવ પાડી શકે છે.

image


શરૂઆત

શરૂઆત કરવા માટે પહેલા તો રોકાણની જરૂર હોય છે. મોટાભાગનો ખર્ચ કિચનનો સામાન જેવો કે ઓવન, બેકિંગ શીટ વગેરે લેવામાં થઈ જાય છે. બિઝનેસ વધવાની સાથે સાથે આ વસ્તુઓનું પ્રમાણ પણ વધતું જાય છે.

હોમબેકર, બેકિંગ સંસ્થા જેવી કે બેંગલુરુ સ્થિત ‘લાવોન્ને’ પાસેથી બેકિંગ, ડિઝાઈન અને રંગ વિશે શીખી શકીએ છીએ. આમ જોવા જઈએ તો ઈન્ટરનેટ પર અનેક વીડિયો ઉપલબ્ધ છે તેમ છતાં ભારતભરમાં ઘણા હોમબેકર બેકિંગ અને કેકની સજાવટના તાલિમવર્ગોનું આયોજન કરતા રહે છે.

image


યોજના

કોઈપણ વ્યવસાય હોય તેના માટે ચોક્કસ યોજના કરવી જરૂરી છે અને હોમબેકર્સ પર પણ તે લાગુ પડે છે. હોમ બેકિંગ માટે સંસાધન, ચુકવણી અને વિતરણની આવશ્યકતા હોય છે. હોમબેકર થવું એટલે વનમેન આર્મી હોવા જેવું છે, જેમાં દરેક બાબતની જવાબદારી વ્યક્તિ પર જ હોય છે.

કેટલાક ટકા ચુકવણી પહેલાં બેંક દ્વારા જ થાય છે. અમે જે પણ હોમબેકર્સ સાથે વાત કરી તેમાંથી કોઈપણ મોબાઈલ દ્વારા પેમેન્ટ નથી કરતા.

વિતરણની વાત આવે ત્યારે પણ ઘણી સમસ્યા આવે છે. મોટાભાગના બેકર્સ જાતે જ વિતરણ કરે છે અને કેટલાક રેડિયો ટેક્સી દ્વારા વિતરણ કરાવે છે. કેટલાક લોકો બીજી રીતે પણ વિતરણ કરે છે, છતાં સમસ્યાઓ તો આવે જ છે. જે લોકો બેકરીમાં શરૂઆત કરવાનું વિચારતા હોય તે આ ક્ષેત્રમાં વિતરણ સેવા શરૂ કરી શકે છે.

image


માર્કેટિંગ

આ એક એવું કામ છે જ્યાં તમારું કામ જ બોલે છે. ડેકોરેશન, સર્વિંગની સ્ટાઈલ અને સ્વાદ બધું જ મહત્વનું છે. તમે તમારા ગ્રાહકને એક વખત ખુશ કરી દો તે તમારા માટે અન્ય વધારે ગ્રાહકો ખેંચી લાવશે, કારણ કે આ એક એવો બિઝનેસ છે જે માઉથ માર્કેટિંગના આધારે જ ચાલે છે. બીજો સૌથી જાણીતો રસ્તો ઈન્ટરનેટ છે. હવે તો ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ આ ખૂબ જ ચલણમાં છે. કેટલાક હોમબેકર્સ ઝોમેટો પર પણ છે. વ્હોટ્સએપ અને ઈમેલનો પ્રયોગ કેકની ડિઝાઈનના આદાન-પ્રદાન માટે કરવામાં આવે છે.

ઓછું માર્કેટિંગ થાય છતાં માર્કેટિંગ થાય તે મહત્વનું છે. કેટલાક બેકર્સ સ્કૂલ, એપાર્ટમેન્ટની બહાર માર્કેટિંગ કરે છે. માર્કેટિંગ કરવું થોડું અસામાન્ય લાગે છે પણ તે અસરકારક હોય છે. કેટલાક હોમબેકર્સ પોતાના આ વ્યવસાયને નવી ઉંચાઈ આપવા માગે છે. કેટલાક લોકો પોતાની વેબસાઈટ પણ ચલાવે છે તો કેટલાક લોકો તેના વિશે જાણવા પ્રયાસ કરે છે. હોમબેકર્સ પોતાની કેકની તસવીરો સોશિયલ મીડિયા ચેનલ અને ફેસબુક પર અપલોડ કરતા રહેતા હોય છે.

બીજા વ્યવસાયને પ્રોત્સાહન

હોમબેકર્સનું આ રીતે આગળ વધવું માર્કેટમાં તેમના માધ્યમથી વ્યવસાય કરતા લોકો માટે પણ આનંદની વાત છે. છેલ્લાં કેટલાક સમયમાં કિચનના સામાનના વેચાણમાં તેજી આવી છે. તેની સામગ્રીઓ ઓનલાઈન જેમ કે એમેઝોન, ઈબે, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ અને અન્ય વેબસાઈટસ પર વેચવામાં આવે છે. નાની નાની દુકાનો પર પણ બેકિંગનો સામાન મળી રહે છે. અન્ય ઘણી દુકાનો અને ઓનલાઈન સેવાઓ છે જે આ પ્રકારના કામ કરે છે.

image


નફો

હોમબેકર્સ બેકિંગ ઈન્ડસ્ટ્રીનો નાનો અને અસંગઠિત ભાગ છે. હોમબેકર્સ અઠવાડિએ સરેરાશ 4 થી 6 કેક બનાવે છે. ઓર્ડરની અછત નથી છતાં તેઓ જાણવા માગે છે કે અઠવાડિયામાં કેટલું કામ કરી શકે છે.

આ અસંગઠિત ક્ષેત્ર હોવાથી તેમાં કોઈ નિશ્ચિત રકમ હોતી નથી. બેકર્સ પોતાની રીતે જ કેકની કિંમત નક્કી કરે છે. સરેરાશ 3 થી 5 કિલોની કેક બનાવવા માટે 6 થી 12 કલાક લાગે છે. અનુભવી બેકર્સ તેનાથી ઓછા સમયમાં પણ કેક બનાવી શકે છે. ડિઝાઈન પર ચર્ચા, ડિઝાઈન લાગુ કરવી અને પછી વિતરણ કરવું તેમાં એક દિવસથી વધુ સમય લાગે છે. આ એક એવું કામ છે જે સખત મહેનત અને બારીકાઈથી કરવું પડે છે. તમારી ડિઝાઈન જેટલી સારી હશે તેટલો તમને વધુ ફાયદો થશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે કેટલાક એવા અનુભવી લોકો છે જે કેક આર્ટિસ્ટના નામથી પણ જાણીતા છે.

ઈન્ડસ્ટ્રી

બેકિંગની ઈન્ડસ્ટ્રી એક એવા સ્તરે છે જ્યાં તમે તમારી પસંદગીની વસ્તુ બનાવી શકો છો. મહિલાઓ ગ્રાહકોની માગના આધારે પોતાના ઘરમાં કેક જ નહીં, કપકેક અને કૂકીઝ પણ બનાવે છે. દિવાળી જેવા તહેવારોમાં જ્યાં મિઠાઈ આપવામાં આવે છે ત્યાં હવે કપકેકનું ચલણ વધ્યું છે. જે આ ક્ષેત્રમાં વહેલું અને પહેલું આવ્યું તેને વધારે ફાયદો થયો છે. જો તમે નાના સ્તરે અને સિમિત ઓર્ડરથી શરૂઆત કરવા માગતા હોવ તો આ ક્ષેત્રમાં તમારા માટે ઘણા અવસર છે.

પૂનમ મારિયા, પ્રેમ, કર્થિકા, શ્રવંથી, અનઘા ગુંજલ રેડ્ડી, નાઝિયા અલી અને અદિતિ કોહલી સહિત અમે 20 બેકર્સ સાથે ચર્ચા કરી હતી.

લેખક- તન્વી દુબે

અનુવાદક- એકતા ભટ્ટ