મળીએ 50 વર્ષથી વધુ ઉંમરની 5 મહિલાઓને જે ઓળખાય છે 'ગોલ્ડન ગર્લ્સ' તરીકે!

1

જીવનમાં ક્યારેય #ગોલનું હેશટેગ કામ કરતું હોય તો આ પાંચ મહિલાઓને જોઈને ખરેખર લાગે કે વાત સાચી છે. આ મહિલાઓ પર ઘણી જવાબદારીઓ છે. તેઓ જે કરે છે અને તેમને જે રીતે ભયને પોતાનાથી જોજનો દૂર હડસેલી દીધો છે તે જોતા લાગી છે કે આવું માત્ર તેઓ જ કરી શકે. આપણે મળીએ 5 'ગોલ્ડન ગર્લ' તરીકે ઓળખાતી 50 વર્ષથી ઉપરની મહિલાઓને જે યુવાનીને પણ શરમાવે તેવી છે.

વી. નાનામ્માલઃ તમે ક્યારેય વિચારી શકો કે 96 વર્ષની મહિલા પોતાના જીવનનો સુવર્ણ તબક્કો જીવી રહી છે અને તે પણ મેડિટેશન દ્વારા. તે મેડિટેશન કરે છે પણ ખરેખર આપણે વિચારીએ છીએ તેવી રીતે નહીં. તે તમને સરળતાથી ઉપરથી નીચે પટકી શકે તેવી છે અને જો તમે તેમને પડકાર્યા તો તે તમારી મોટી ભૂલ હશે. રોજિંદા જીવનમાં તે યોગ કરે છે અને તેના કારણે જ તેમની પાસે અસિમિત બળ છે. હાલમાં તે સૌથી વૃદ્ધ અને ફ્લેક્સિબલ યોગા ઈન્સ્ટ્રક્ટર તરીકે પણ જાણીતા છે. તેઓ જણાવે છે કે દરરોજ કરવામાં આવતી પ્રેક્ટિસના કારણે જ તેઓ આ મહારત હાંસલ કરી શક્યા છે.

મેહેર હિરોય્સ મૂસઃ હું તેમને માગેલન મૂસ કહું છું. તેમના જીવનમાં સાહસ કરવા દરમિયાન તેમણે 18 પાસપોર્ટ મેળવ્યા છે અને દરેક પર સિક્કા વાગ્યા છે અને તેઓ 181 દેશો ફર્યા છે. ગત વર્ષે તેઓ પહેલાં ભારતીય મહિલા બન્યા હતા જે 79 વર્ષની ઉંમરે એન્ટાર્કટિકા ગયા હતા. તેમનો સુપરપાવર ત્યાં અટકતો નથી. તે કોઈપણ દેશમાં કોઈને પણ મિનિટોમાં મિત્ર બનાવી શકે છે. ગાડામાં ફરીને કિડીઓ ખાઈને અને પિગ્મીઓ સાથે મિત્રતા કરીને તેઓ આખું એમેઝોન ફર્યા હતા. તેઓ હવે એ 25 દેશોની પ્રવાસની તૈયારી કરી રહ્યા છે જ્યાં તે ગયા નથી. ત્યારબાદ તે આ પૃથ્વી પરના તમામ દેશો ફરી લીધેલ મહિલા બની જશે.

સાલુમરાડા થિમ્માક્કાઃ સાલુમરાડા અને તેમના પતિને જ્યારે 25 વર્ષ સુધી સંતાન ન થયું ત્યારે તેઓ માનતા હતા કે તેમને મનુષ્ય તરીકે સંતાન નહીં મળે. તેમણે વૃક્ષો ઉગાડવાનું અને તેનું જતન કરવાનું નક્કી કર્યું. તેમણે પોતાના ગામના ચાર કિ.મી.ના વિસ્તારમાં વડનું ઝાડ ઉગાડવાનું શરૂ કર્યું. 103 વર્ષના આ મહિલાએ પોતાના પાડોશી ગામમાં પણ વૃક્ષો ઉગાડ્યા છે. તે રોજ જાતે પોતાના સંતાનોને પાણી સિંચે છે. 1996માં તેમને આ કામ બદલ નેશનલ સિટીઝન એવોર્ડ પણ અપાયો હતો.

ઓમકારી પનવરઃ તમને જ્યારે એમ થાય કે 30 વર્ષ બાદ મહિલાને સંતાન નથી થતું અને તે અંગે વિચાર કરવો જોઈએ તો તમારે 70 વર્ષની ઓમકારી પનવર તરફ નજર દોડાવવી જોઈએ. તે તમારી વાત નહીં સાંભળે કારણ કે હાલમાં તે પોતાના જોડિયા સંતાનો વચ્ચે વ્યસ્ત છે. તે અને તેમના પતિ કે જે 77 વર્ષના છે તેમને વારસ તરીકે પુત્રની ઈચ્છા હતા. તેના કારણે તેમણે આઈવીએફ કરાવવાનું નક્કી કર્યું. જેના પરિણામે તેમને બેવડી ખુશી મળી. તે દુનિયામાં સૌથી મોટી વયે માતા બનવાની સિદ્ધિ ધરાવે છે.

સંતોષ પ્રહરઃ 59 વર્ષના દિલ્હીની સ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ આકાશ સુધીની પોતાની ક્ષમતાને સિદ્ધ કરી છે. તેમણે 13,000 ફૂટની ઉંચાઈએથી સ્કાય ડાઈવિંગ કરીને અનોખો રેકોર્ડ બનાવ્યો છે. આમ કરનાર તે પહેલી વૃદ્ધ ભારતીય મહિલા બની છે. પોતાની નિવૃત્ત જિંદગી પસાર કરતી સંતોષ પ્રહર હાલ 63 વર્ષના છે અને કેનેડાના એડમોન્ટોન ખાતેથી જમ્પ મારીને આઈ લવ યુ ઈન્ડિયાના સૂત્રોચ્ચાર કરવા માગે છે.

આ ડેરડેવિલ્સને જોઈએ ત્યારે સમજાય છે કે લક્ષ્ય ક્યારેય ઉંમર સાથે જોડાયેલું નથી. વ્યક્તિ એક વખત પોતાનું લક્ષ્ય નક્કી કરી લે તો તેને ગમે તે ભોગે હાંસલ કરવા સક્ષમ બની જાય છે.

લેખક- બિંજલ શાહ

ભાવાનુવાદ- રવિ ઈલા ભટ્ટ

વધુ પ્રેરણાત્મક અને સકારાત્મક સ્ટોરીઝ વિશે જાણવા Facebook સાથે અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

પોતાની હોન્ડા સિટી વેચીને સાઇકલ ખરીદનારાં મહિલા એટલે ગૌરી જયરામ

દરેક મહિલાએ વાંચવા જેવી છે ચીલૂ ચંદ્રનના જીવનની આ સફર

ટેક્નોલોજી ક્ષેત્રમાં ભારતની ટોચની 5 મહિલા સીઈઓ

Related Stories