પડોસની દુકાન અને સ્થાનિકોને જોડતું ‘ગુડબૉક્સ’

0

સવારની ચા માટેનું દૂધ હોય કે પછી ભૂખ લાગે તો હળવો નાશ્તો. આપણે સૌ કોઇ આપણી તમામ જરૂરિયાતોના હિસાબે વિવિધ દુકાનો પર જઇએ છીએ. આ દુકાનો તમારી કોલોની, શેરી, ગલીમાં જ આવેલી હશે. જરા વિચારો કે તમારા ઘરે દૂધ પતી ગયું છે અને તે સમયે તમારે દુકાનના માલિકને માત્ર એક મેસેજ જ મોકલવાનો છે, તેની કિંમતની ચૂકવણી પણ તે સેવા થકી જ થઇ જાય. અને ગણતરીના સમયમાં તમારી પાસે દૂધ પહોંચી પણ જાય! આ માત્ર દૂઘ માટે જ કરી શકાય તેમ નથી બલ્કે તમારી પસંદગી અનુસાર કેક સ્ટોર, કરિયાણું કે પછી રોજબરોજની જરૂરિયાતની ચીજ-વસ્તુઓ પણ આ સેવા મારફત પૂરી થઇ શકે છે.

‘ગુડબૉક્સ’ (Goodbox)નું લક્ષ્ય લોકોની આ નાની-નાની સમસ્યાઓને દૂર કરવાની છે. આ એક ‘મોબાઇલ એપ’ છે જે ગ્રાહકોને ખરીદી કરવાની સ્વતંત્રતા આપે છે અને સાથે જ વ્યવસાયીઓને પોતાની પ્રોડકટ્સ એપ મારફત વેચવાની છૂટ આપે છે. ‘ગુડબૉક્સ’ના સંસ્થાપક મયંક બિદવાત્કા જણાવે છે, “અમેં અનુભવ્યું કે એવા ઘણાં બધાં દુકાનદારો છે જે એપ પર વેચાણ કરવા માગે છે કારણ કે ગ્રાહકોનું વલણ હવે તેની તરફ નમી રહ્યું છે. પણ તેમના માટે પોતાની એપ બનાવવી કોઈ સરળ કામ નથી અને તેઓ એ પણ જાણે છે કે તેમના ગ્રાહકો ઘણાં પ્રકારની જરૂરિયાતો માટે ઘણી બધી એપ્સ ડાઉનલોડ નહીં કરે.” મયંક કહે છે, “અમે માત્ર એસએમઈ માટે સૌથી સરળ પ્લેટફોર્મ બનાવવા માગતા હતા જેમાં તેઓ પોતાના ગ્રાહકોની સાથે વાતચીત કરી શકે અને એપ પર ખરીદીની પણ છૂટ હોય.” આ વર્ષના પ્રારંભે આ એપનો વિચાર એબે જખારિયાને આવ્યો હતો, જેઓ રેડબસમાં કોર ટીમના સભ્ય હતા, મયંકની સાથે નિતિન ચંદ્ર, મોહિત માહેશ્વરી, આનંદ કલગીનામણી, મહેશ હર્લે અને ચરણ રાજ રેડબસમાં સાથે કામ કરી ચુક્યા હતા. જોકે મયંક પહેલેથી જ ટીમને સમર્થન આપી રહ્યા હતાં. મયંક રેડબસમાં માર્કેટિંગ પ્રમુખ હતા જે બાદ તેઓ ઘ મીડિયા એન્ટમાં સહ સંસ્થાપક તરીકે જોડાયા હતા. ‘ગુડબૉક્સ’ તરફ આવવા અંગે તેમણે કહ્યું, “મને નેટવર્ક બિઝનેસ બનાવવા અને ઉન્નત વિચારોથી પ્રેમ છે. રેડબસ, મીડિયા એન્ટ અને ‘ગુડબૉક્સ’ પણ અનોખા આઈડિયા છે જે પહેલા ક્યારેય અમલમાં નથી મુકાયા. કોઈ એવું કામ કરવામાં હંમેશા રોમાંચ આવે છે જે પહેલા ક્યારેય ન કરાયા હોય. કારણ કે ત્યાં એક જરા જેટલો પણ સંદર્ભ નથી હોતો અને તે બાબત જ તમારી ઉપર સમસ્યાને ઉકેલવા માટે દબાણ કરે છે.” ટીમ એવા લોકોની ભરતી કરવા વિશે પણ વિચારણા કરી રહી છે, જેમની વિચારસરણીમાં ઉદ્યોગસાહસિકતાનું વલણ હોય અને જેઓ પડકારોને સ્વીકારતા ભયભીત ના થતા હોય.

મયંક, કૉ-ફાઉન્ડર, ગુડબોક્સ
મયંક, કૉ-ફાઉન્ડર, ગુડબોક્સ

‘ગુડબૉક્સ’ તમારા બિઝનેસમાં કઇ રીતે મદદ કરી શકે છે તે બાબતને સમજાવતા મયંક કહે છે કે બિઝનેસ નવી ટેક્નિક અપનાવવા ઈચ્છે છે, તેમની પાસે સ્ટોરફ્રન્ટ છે અને તેઓ પોતાના ગ્રાહકો સાથે વાસ્તવિક સમયમાં વાતચીત કરવા સક્ષમ છે. તેઓ એપ પર પોતાનું મેનૂ બતાવશે અને સાથે જ બિઝનેસ પ્રોફાઇલ પણ બનાવી લેશે. મોબાઇલ અને એપવાળી દુનિયામાં, દરેક બ્રાન્ડ વિશ્વાસ કરવા લાગી છે કે એપ જ આગળ વધવાનો માર્ગ છે. અને તે વાત સાચી પણ છે. મોબાઇલ ઇન્ટરનેટ અને સ્માર્ટ ફોનની વધી રહેલી પહોંચને જોતા લાગે છે કે આગળ આવવા માટેની આ જ સૌથી સારી રીત છે. જોકે, બજારમાં ઉપલબ્ધ ઘણી એપને કારણે ગ્રાહકો માટે આ સમસ્યાનો વિષય બને છે કે તેમની જરૂરિયાતો પૂરી કરે તે માટે કઇ એપ સારી છે.

મયંક અનુસાર ‘ગુડબૉક્સ’ની સાથે ગ્રાહક પોતાના વિશ્વાસપાત્ર બિઝનેસની સાથે લેવડ-દેવડ પણ કરી શકે છે. તે તમારા પડોસની દુકાન હોઇ શકે છે અથવા તો એક નવી દુકાન જેને તમે શોધી કાઢો છો. એક ગ્રાહક તરીકે તેઓ પોતાની પસંદગીના બિઝનેસ સાથે ચેટ કરી શકે છે, ઓર્ડર આપી શકે છે અને એપ મારફત રકમ પણ ચૂકવી શકે છે.

વ્હોટ્સએપ સાથે આ એપની તુલના કરતા મયંક કહે છે, “બિઝનેસ ક્લાસ અને ગ્રાહક બંન્ને વ્હોટ્સએપથી ટેવાયેલા છે. તેથી અમે કાંઇ એવુ બનાવવાનું વિચાર્યુ હતું જે વ્હોટ્સએપની જેમ કામ કરતું હોય અને જે એકબીજાની સાથે વાતચીત પણ કરવા દે.” એપમાં મેસેજિંગ ફીચર છે જેના વિશે ટીમનું કહેવું છે કે તે બીજા કરતા અલગ છે કારણ કે અહીં ગ્રાહક સીધો જ બિઝનેસમેન સાથે ચેટ કરી શકે છે. તેણે કોઇ એક્ઝિક્યૂટીવની સાથે ચેટ કરવાની જરૂર રહેતી નથી. પાછલા કેટલાક સમયથી આ એપ પ્રયોગાત્મક ધોરણે હતી અને બે મહીના પહેલા જ તેણે પેમેન્ટની લેવડ-દેવડ પણ શરૂ કરી છે. ટીમનો દાવો છે કે પ્રારંભિક ૬૦ દિવસોમાં જ તેનો કારોબાર લગભગ ૫૦ ટકા વધી ગયો છે. ‘ગુડબૉક્સ’ને સીડ ફન્ડિંગ મણિપાલ ગ્રુપ, ટેક્સી ફોર શ્યોરના અપ્રામેયા રાધાકૃષ્ણ અને રેડબસના સહ-સંસ્થાપક ચરણ પદ્મરાજૂ પાસેથી મળ્યું છે. હાલ કંપની બિઝનેસ માટે બેંગ્લુરૂમાં એક સમજૂતી કરી રહી છે. મયંક કહેવા પ્રમાણે, “‘ગુડબૉક્સ’ પર અમે દરેક એસએમઈ અને તેના ગ્રાહકોને સાથે લાવવાની અને તેમની લેવડ-દેવડને સરળ બનાવવાના અમારા સ્વપ્નને પૂર્ણ કરવા માગીએ છે.” દેશમાં વધતા ઓનલાઇન બિઝનેસને જોતા આ બાબત હવે શક્ય પણ જણાય છે.

એસોચેમ-પીડબલ્યૂસીના રિસર્ચ અનુસાર લગભગ ચાર કરોડ ગ્રાહકોએ ૨૦૧૪માં ઑનલાઇન શોપિંગ કર્યુ હતું અને ૨૦૧૫માં તે આંકડો વધીને સાડા છ કરોડ પહોંચી જશે. ભારતીય ઈ-કોમર્સનો બિઝનેસ ૨૦૨૦ સુધીમાં ૧૦૦ અબજ ડોલરને આંબી જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

લેખક- સિંધુ કશ્યપ

Related Stories