શોખને વેપારમાં બદલીને હવે મચાવી રહ્યા છે... 'સિટીશોર'

0

ઘણાં લોકો એવાં હોય છે કે જેઓ વર્ષો સુધી એક જ શહેરમાં રહેતાં હોવા છતાં પણ તે શહેરની ખૂબીઓ વિશે અજાણ હોય છે. તે શહેરની ખાસ જગ્યાઓ વિશે નથી જાણતા હોતા કે જે તેમની આસપાસ જ હોય છે. આવો જ અનુભવ અમદાવાદના પલ્લવ પારેખ અને પંકજ પાઠકને થયો હતો. જ્યારે તેમણે નરેન્દ્ર મોદીનું ભાષણ સાંભળ્યું કે જેમાં તેમણે જસુબેનના પિત્ઝાનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે તેમને એમ લાગ્યું હતું કે આપણે વર્ષોથી અહીં રહેતાં હોવા છતાં આ જગ્યા વિશે અજાણ છીએ, તેને શોધી નથી શક્યા અને આવા આ શહેરમાં કેટલાય લોકો હશે કે જેઓ આ જગ્યા વિશે નહીં જાણતા હોય. બસ ત્યારથી જ તેમણે અમદાવાદમાં એવી જગ્યાઓની શોધ શરૂ કરી દીધી કે જે ખાસ હોય પરંતુ તેના વિશે વધારે લોકો ન જાણતા હોય.

'સિટીશોર' શરૂ કરનારા પલ્લવ અને પંકજ બંનેના શોખ અલગ-અલગ છે. પલ્લવને હરવા-ફરવાનો શોખ છે તો પંકજને લખવા-વાંચવાનો. ઉદ્યોગસાહસિક બન્યા પહેલા તેઓ બંને એક કંપનીમાં સાથે કામ કરતા હતા. આજે બંને સાથે મળીને વેપાર ચલાવી રહ્યા છે. આ લોકોની ટીમમાં ચાર વધુ એવા લોકો છે કે જે તેમને કામમાં મદદ કરે છે. જેમાં ચાહત શાહ, નિર્જરી શાહ, રાહુલ તેમજ શેખર નિર્મલનો સમાવેશ થાય છે. આ તમામ લોકો નવી જગ્યા અને નવા લોકોની શોધમાં હોય છે કે જેઓ એકદમ ખાસ હોય. તેમના વિશેની માહિતી તેઓ 'સિટીશોર'માં આપે છે.

'સિટીશોર' જણાવે છે કે અમદાવાદમાં સારામાં સારું ખાવાનું, શાનદાર ફેશન, ફરવા માટેનાં જાણીતાં સ્થળો, શહેરમાં આયોજિત વિવિધ કાર્યક્રમો, ઘરની સજાવટ માટે સારામાં સારો સામાન, તેમજ મનોરંજન માટે કેટલી જગ્યાઓ છે અને તેમની વિશેષતા શું છે. ઉદાહરણ તરીકે, અમદાવાદમાં રહેતા કેટલા લોકો પાંખ વગરના પંખા ક્યાં મળે છે તેના વિશે જાણે છે? 'સિટીશોર' એક ઓનલાઇન મીડિયા કંપની છે. જેનું લક્ષ્ય પ્રિન્ટ, રેડિયો, તેમજ હોર્ડિંગ્સનાં અંતરને ઘટાડવાનો છે. કે જે કોઈ પણ પ્રોડક્ટનો પ્રચાર કરવામાં અગત્યની ભૂમિકા ભજવે છે.

'સિટીશોર'ની ઔપચારિક શરૂઆત 10 એપ્રિલ, 2013ના રોજ કરી દેવામાં આવી હતી. પરંતુ તેમણે તે જ વર્ષના જાન્યુઆરીથી કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તેઓ પોતાના માટે અન્ય ઓનલાઇન પાર્ટનર્સ શોધી રહ્યા છે. તેમના માટે ઓનલાઇન જાહેરાત જ આવકનો મોટો સ્રોત હોવાને કારણે તેઓ જાહેરાતનાં બજારને બદલવાની કોશિશ કરી રહ્યા છે. તેઓ અમદાવાદમાં રહીને જ પોતાનું કામ કરતાં હોવાને કારણે તેઓને પોતાની ક્ષમતાનો સારી પેઠે અંદાજ છે. હાલ તેમની કોશિશ વિશ્વાસપાત્ર લોકોને પોતાની સાથે જોડવાની છે. ત્યારબાદ જ તેઓ તેમનાં વિસ્તરણ વિશે વિચારણા કરશે.

આ લોકો અમદાવાદનાં દરેક નાકાં અને ખૂણેખાંચરે જઈને તેમને 'સિટીશોર' સાથે જોડવા માગે છે. ત્યારબાદ અન્ય શહેરોમાં પણ આ મોડલને અપનાવવાની યોજના છે. હાલમાં જ તેમણે એક અભિયાન ચલાવીને કેટલાક લોકોને પોતાને ત્યાં નોકરીએ રાખ્યા છે. આ અભિયાનનું નામ 'ધ બેસ્ટ જોબ ઇન અમદાવાદ' રાખવામાં આવ્યું હતું. જેમાં એવા લોકોની શોધ કરી હતી કે જે લોકો ફિલ્મો જોવાના, ખાવા-પીવાના, ખરીદી કરવાના, ટ્વિટર અને ફેસબૂકને પસંદ કરવા ઉપરાંત અન્ય લોકોને મળવાનો શોખ ધરાવતા હોય.

Related Stories