વેલો વોટર વ્હીલ! આંતરિયાળ ગામોની મહિલાઓનો ગરમીમાં પાણી ભરવામાંથી છૂટકારો!

0

આપણા દેશમાં લગભગ બધે જ પાણીની સમસ્યાઓ દેખાઈ રહી છે. શહેરોમાં તો લોકો પાણી ખરીદી પણ શકે છે. પણ આંતરિયાળ ગામોમાં તો એ અસંભવ છે. આમાં મહિલાઓની પરેશાની સૌથી વધુ હોય છે. ગમે તે ઋતુમાં કિલોમીટરો સુધી ચાલતા પાણી ભરવા જવું પડે છે. જીવનનો 25% સમય તો એ જ કામમાં વીતે છે. આ માટે એક નવા ઉપાયનો પરિચય મેળવવા આપને મળીયે સિન્થિયા કોઈગને!

તેણે મેક્સિકો, ભૂતાન, ગ્વાટેમાલા જેવા વિકાસશીલ દેશોના આંતરીયાળ ગામોમાં દશકો વિતાવ્યો છે. તે કહે છે, "મેં મેક્સિકોમાં આ સમસ્યા બહુ જ નજીકથી જોઈ છે. પાણી માટેનો આવો સંઘર્ષ એ મહિલાઓ માટે મનોશારીરિક રીતે ખૂબ જ નકારાત્મક પ્રભાવ ઉભો કરે છે. અને તે પોતાની સામે આવતી સેંકડો તકો ચૂકી જાય છે."

રસોઈ અને નિત્યકર્મ માટે સ્વચ્છ પાણી વિશ્વભરમાં એક પડકાર છે. આ સમસ્યાનું સમાધાન સિન્થિયા એક સાધન વિકસાવીને આપે છે. તેણે પોતાના પર્યટનને વિરામ આપીને મિશિગન યુનીવર્સીટીના ડર્બ ઇન્સ્ટીટ્યુટ ઓફ ગ્લોબલ સસ્ટેનેબિલિટીથી એમ.એસ. અને એમ. બી. એ. કરવા નિર્ણય લીધો. અને મહિલાઓને પાણી અપાવવાની દિશામાં આગળ વધી 'વેલો' નામે સામાજિક ઉદ્યમનો પાયો નાખ્યો. તે કહે છે, "અમે એવા ઉત્પાદો અને સાધનોની ડીઝાઈન આપીએ છીએ કે લોકોને તેની જરૂરત પણ છે અને લોકો તેને ઈચ્છે પણ છે."

તેની મુલાકાત એક વાર શ્રદ્ધા રાવ સાથે થઈ. જે વિત્ત, વિજ્ઞાપન, બ્રાંડ મેનેજમેન્ટ, ઇનોવેશન ડીઝાઈનના ક્ષેત્રમાં હતી. શ્રદ્ધાએ ભારતમાં વેલોની ગતિ વધારવાનું ,સંચાલન કરવાનું અને નેતૃત્વ કરવાનું અદભૂત કામ મુખ્ય સદસ્ય પદે રહીને કર્યું. અને આજે વેલો ભારત ઉપરાંત પાકિસ્તાન અને ઝામ્બિયા જેવા દેશોમાં પણ પ્રસિદ્ધ નામ થઇ ગયું.

વેલો વ્હીલ શું છે?

ભયાનક ગરમીમાં પાણી લેવા માઈલો ચાલીને જતી મહિલાઓની છબી યાદ કરો. પછી તેના માટલાને મોટા વ્હીલમાં બદલીને જુઓ. જેને તેની સાથે જોડાયેલા એક સ્ટીયરીંગની મદદથી કોઈ જ પરિશ્રમ વિના ગબડાવીને પણ લઇ જઈ શકાય છે.

ફક્ત ભારતમાં જ 70 મિલિયન લોકો પાણીના સ્વચ્છ અને ઉમદા સ્રોતની અછત અનુભવે છે. અને ગંદા પાણીના ઉપયોગથી અનેક બીમારીઓનો શિકાર બને છે. ભારતના માત્ર 7 જ રાજ્યો પોતાના ગામોમાં સંરક્ષિત જળસ્રોત ધરાવે છે. બાકીના માટે આ દુર્લભ ઉપલબ્ધિ છે. તેમને કાં તો ચાલવું પડે છે કે પછી ઊંચી કિંમતે પાણી ખરીદવું પડે છે. આ સમસ્યા 'વેલો વ્હીલ'થી સુલટી રહી છે.

રસપ્રદ વાત તો એ છે કે તેનું પહેલું વેચાણ થયું રાજસ્થાનમાં ! ત્યાંના આદિવાસીઓએ ઊંટોના વાળમાંથી બનેલી મશક છોડી. અને વોટર વ્હીલ પ્રોટોટાઈમને ખરીદ્યું. આ ઉત્પાદને માન્યતા અપાવવા તેમણે સ્થાનિક નિર્માતાઓની સલાહ લીધી. શ્રદ્ધા કહે છે' "પહેલાં જ દિવસથી અમારું ધ્યાન ઉપભોક્તાઓને પોતાના ઉત્પાદના માધ્યમથી પૂરી કિંમત વસૂલવાનું રહ્યું છે. અને આજે છૂટક બજારમાં આ વેલો વ્હીલ રૂ. 2000 થી 2500માં ઉપલબ્ધ છે."

આ સાધનનો વધુ ને વધુ લોકો લાભ લે તે માટે સિન્થિયા કહે છે તેમ પારંપરિક વિતરણ, ગેર સરકારી સંગઠન (એન.જી.ઓ.) અને સૂક્ષ્મ વિત્ત સંસ્થાનનો સંપર્ક કરાયો છે. જે પ્રયોગ પ્રાથમિક તબક્કામાં છે . હાલ અમારું ધ્યાન મહારાષ્ટ્રમાં છે. જ્યાં આ સાધનની ખૂબ જ જરૂરત છે.

વેલો એક કંપનીરૂપે ખુદને એવી ડીઝાઈન ઉદ્યમીના રૂપે જુએ છે કે જે બજાર માટે નવું ઉત્પાદન આપી રહી છે. ભાવિ યોજના માટે સિન્થિયા કહે છે, "વેલો અમારા ઈતિહાસમાં એક રોમાંચક વળાંક પર છે, પાછલા મહિનાઓમાં વોટર વ્હીલ 2.5નું વેચાણ કરવામાં સફળતા મળી છે. અને ઉત્પાદનની પહેલી શ્રેણી વેચી છે. આ ઉપરાંત કંપનીના આર.એન્ડ ડી.એ બીજા બે ઉત્પાદોનું નિર્માણ શરૂ કરી દીધું છે."

કંપની આજે સેલ્સ અને સંચાલનના ક્ષેત્રમાં જુદી જુદી ભૂમિકાઓ માટે લોકોને પોતાની સાથે જોડવાનું આયોજન કરે છે. આ ઉપરાંત વેલો કંપનીને વિકસિત કરવા રોકાણકારો અને સલાહકારોની પણ શોધ થઈ રહી છે.

Related Stories

Stories by Harikrishna Shastri