કૉલેજની યાદોને સાચવવામાં zaffingo.com કરશે મદદ, IIT ગૌહાટીના વિદ્યાર્થીઓનું ડિજીટલ સ્ટાર્ટઅપ

કૉલેજની યાદોને સાચવવામાં zaffingo.com કરશે મદદ, IIT ગૌહાટીના વિદ્યાર્થીઓનું ડિજીટલ સ્ટાર્ટઅપ

Thursday November 19, 2015,

3 min Read

શાળામાંથી કોલેજમાં જવાની ઉત્તેજના અને કોલેજમાંથી પાસ થયા બાદ અહીં વીતાવેલી યાદગાર ક્ષણો કોઈના પણ માટે તેના જીવનની સુંદર પળો હોય છે. તમે અને હું આપણે સહુ કોલેજકાળ દરમિયાન વીતાવવામાં આવેલી સુંદર પળો અને તેની યાદો એકઠી કરવા માટે હંમેશા તત્પર રહીએ છીએ. ભણવાના અંતિમ સમયમાં આપણે એ વિચારતા હોઇએ છીએ કે આ યાદોને હંમેશા કેવી રીતે કેદ કરીને રાખી શકાય.

image


Image credit “Shutterstock“

આજના યુવાનો સોશિયલ મીડિયા અને આધુનિક ગેજેટ્સથી સજ્જ છે.આ સુંદર યાદોને કેદ કરવા માટે તેમને એક મંચની જરૂર છે કે જે આઈઆઈટી ગૌહાટીના કેટલાક હોંશિયાર વિદ્યાર્થીઓએ પૂરું પાડ્યું છે. આ વર્ષના વેલેન્ટાઇન ડેટના દિવસે આ યાદોને એકઠી કરીને એક 'યર બૂક' તૈયાર કરીને અને તેને છપાવીને સદાયને માટે રાખી મૂકવા માટે આઈઆઈટી ગૌહાટીના આ વિદ્યાર્થીઓએ 'ઝાફિંગો ડૉટ કૉમ' (zaffingo.com) નામની એક વેબસાઇટ શરૂ કરી છે. તેના ઉપર જઈને કોઈ પણ પોતાની કોલેજની યાદોને બૂકના સ્વરૂપે મૂર્તિમંત કરી શકે છે.

આ વેબસાઇટ અંગે સહસ્થાપક અને સીઈઓ શિખર સક્સેના જણાવે છે કે આ 'યર બૂક' કેટલાંક પાનાંની એક ચોપડી માત્ર નથી. આ સુંદર યાદોનો એક એવો બુકે છે કે આજીવન તમારા જીવનને મહેકાવતો રહેશે.

ઇન્ટરનેટ ઉપર આવ્યાના ખૂબ જ ઓછા સમયમાં આ વેબસાઇટ આખા દેશના યુવાનોમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવવા લાગી છે. આ વેબસાઇટ ઉપર તમે તમારા મિત્રોને આમંત્રિત કરીને તેમને પોતાની યાદોને શબ્દોમાં કંડારવાની એટલેકે તેમને લેખિત અભિવ્યક્તિ કરવાની આઝાદી આપી શકો છો કે જે તમે કોલેજમાં સાથે વીતાવી હતી. ઉપરાંત તમે અને તમારા મિત્રો આ સાઇટ ઉપર તમારા ફોટો અપલોડ કરીને તેનું એડિટિંગ પણ સરળતાથી ઓનલાઇન જ કરી શકો છો. આવી રીતે એક 'યર બૂક' તૈયાર કરીને યાદોને સાચવી રાખવાનું અને તેને જીવંત રાખવાનું કામ માત્ર સરળ જ નથી પરંતુ મનોરંજક પણ થઈ જાય છે.

zaffingo.comની કલ્પનાને સાકાર કરવામાં ગૌહાટીના આઈઆઈટીમાંથી સ્નાતક કરી રહેલા બે વિદ્યાર્થીઓ તથાગત લોખંડે અને શિખર સક્સેનાનું મોટું યોગદાન રહ્યું છે. શિખરનું માનવું છે કે આ ઇયરબુક એક પુસ્તક નથી પરંતુ યાદોની એક સુંદર માળા છે. કોલેજમાં ભણતર દરમિયાન વીતાવેલો સમય કોઈનાય જીવનમાં પરત નથી આવતો. અને આ યાદોને સાચવીને રાખવા માટે zaffingo.com સૌથી સશક્ત માધ્યમ છે.

આ ઉપરાંત શિખર માને છે કે આપણા દેશમાં અત્યારે પણ આ પ્રકારની 'યર બૂક' તૈયાર કરવાની પરંપરા નથી પરંતુ જેમ જેમ યુવાનોને આ વેબસાઇટ વિશે ખ્યાલ આવી રહ્યો છે તેમ તેમ લોકોને તેના પ્રત્યે રસ પડવા લાગ્યો છે. તેમનું એમ પણ માનવું છે કે અત્યાર સુધી 'યર બૂક' બનાવવા માટે આપણે લોકો દુનિયાના અન્ય દેશો કરતાં ખૂબ જ પાછળ હતા. પુસ્તકોમાં પેનથી લખીને ફોટા ચોંટાડીને પોતાની યાદોને સંઘરી રાખવાનું કામ કરતાં હતા. શિખર જણાવે છે કે શરૂઆતમાં તેમની ટીમે આ કામને સાર્થક કરવામાં ખૂબ જ માથાકૂટ કરવી પડી હતી. કારણ કે તેમની સામે સૌથી મોટો પડકાર ડેટા એકઠો કરવો અને ત્યાર બાદ ડેટાને 'યર બૂક'નું રૂપ આપવાનો હતો. તેમણે આ કામને એક પડકાર તરીકે લીધું અને યર બૂક તૈયાર કરવાના કામને રોચક તેમજ મનોરંજક બનાવી દીધું.

image


આ વેબસાઇટને તૈયાર કરવા પાછળ થયેલો તમામ ખર્ચ આ લોકોની ટીમે જાતે ભોગવ્યો હતો. કોલેજ કે અન્ય કોઈ પાસેથી કોઈ જ પ્રકારની આર્થિક સહાય નહોતી લીધી. ભવિષ્યની યોજનામાં તેઓ વિદ્યાર્થીના સ્તરેથી બહાર આવીને મોટાં સ્તર ઉપર જવાની તૈયારી કરી રહ્યા છે. યર બૂક બાદ તેમનો આગામી પડાવ ટીમબૂકનાં સપનાંને સાકાર કરવાનો છે. જેમાં ક્લબોમાં થનારાં આયોજનો અને મોટી કંપનીઓ વગેરેની યાદગાર ક્ષણોને ડિજિટલ સ્વરૂપ આપી શકાશે અને તે પણ ઘેર બેઠા ઓનલાઇન!

image


આ આખીયે પ્રક્રિયામાં રોચક એ છે કે યર બૂકને તૈયાર કરવાનું તમામ કામ તમે ઘેર બેઠા ઇન્ટરનેટ મારફતે કરી શકો છો. zaffingo.com ઉપર જઈને યર બૂક તૈયાર કર્યા બાદ તમારી પાસે વિકલ્પ રહે છે કે તમે તેને ઇચ્છો તો પ્રિન્ટ કરાવી શકો છો. અથવા તો કમ્પ્યૂટર ઉપર રાખવા માટે સોફ્ટકોપી લઈ શકો છો.

વેબસાઈટ

લેખક – સુશીલ રેડ્ડી

અનુવાદ – મનીષા જોશી