તમે 'ક્યાં છો' તેની ચિંતા છોડી, રહો મસ્ત...

તમે 'ક્યાં છો' તેની  ચિંતા છોડી, રહો મસ્ત...

Sunday December 06, 2015,

3 min Read

તમારી સાથે ઘણી વાર એવું બન્યું છે કે તમારા નજીકના સગાવાહલાની દેખરેખ રાખવાની તમને તકલીફ પડી હોય? અથવા તો તમે એવી જગ્યાએ ફસાયા હો કે તમે તમારા સગાવ્હાલાને ફોન ન કરી શકો? ચિંતા ના કરો તેનો રસ્તો પણ શોધાઈ ગયો છે. બસ તમારે તમારા ફોન પર 'કિધર હૈ' નામની એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. તમે હેરાન ન થાવ બસ, 'કિધર હૈ' પર વિશ્વાસ રાખો. આજ તમારા સ્માર્ટફોન અને સાદા ફોન દ્વારા તમારા પ્રિયજનની દેખરેખ રાખશે.

image


'કિધર હૈ' શું છે ?

'કિધર હૈ' લોકો, વાહનો અને બીજી વસ્તુઓ માટેની લોકેશન ઇકૉ-સિસ્ટમ છે. તેનું લક્ષ્ય તે કઇ જગ્યાએ છે તે બાબતની જાણકારી તેમના કુટુંબીજનોને અને મિત્રોને મળી રહે તે માટેનું છે. આનો ઉપયોગ કરીને વપરાશકાર પોતાના વાહનોનું ધ્યાન રાખી શકે છે, પોતાના સ્ટાફના સભ્યો ઉપર દેખરેખ રાખી તેમની કાર્યક્ષમતા વધારવામાં મદદ મળે છે. આ એપ્લિકેશન એન્ડ્રોઇડ અને આઇઓએસ ઉપર ઉપલબ્ધ છે. જેના કેટલાક ફીચર્સ એસએમએસ અને મિસકૉલ દ્વારા વપરાશકારને મળે છે.

ફીચર્સ

ઇમરજન્સીમાં પુરૂષ કે મહિલા એસઓએસ બટન દબાવે તો વપરાશકારના કેટલાક પરરિચિતોની યાદીને વપરાશકારની સ્થિતિનું વર્ણન મોકલી આપવામાં આવે છે અને તે સ્થળની આજુબાજુ તે એપ્લિકેશનનો ઉપયોગ કરનાર લોકોની પાસે એલર્ટ પહોંચી જાય છે.

રીયલ ટાઇમ લોકેશન અપડેટ :

વપરાશકાર પોતાના પરિવારના સભ્ચો અને મિત્રોને આ એપ દ્વારા પરિસ્થિતિ અંગે યોગ્ય અપડેટ મેળવ્યાની સ્વીકૃતિ આપી શકે છે.

સાદા ફોન માટેનાં ફીચર્સ :

ફીચર્સ ફોન અથવા તો સાદા ફોનનો ઉપયોગ કરનારા લોકો પણ આ એપના કેટલાક ફીચરનો લાભ લઇ શકે છે અને ઓળખીતી વ્યક્તિને મિસકોલ મારી 'ક્યાં છો' અથવા 'કિધર હૈ' અથવા 'વ્હેર આર યુ'નો એસએમએસ મોકલી સ્થિતિની જાણકારી મેળવી શકે છે.

'કિધર હૈ'ની ટીમ :

મધુર જૈન અને રાજિન નાયક જુનિયર કોલેજમાં પહેલીવાર એકબીજાને મળ્યા હતા અને તેઓ લગભગ 10 વર્ષથી સારા મિત્રો છે. 

image


મધુરે ઈલેકટ્રોનિક્સમાં બી.ઈ કર્યુ છે અને કૉડિંગ તેમજ ટેકનોલોજી તેનું ઝનુન છે.રાજિને ફાયનાન્સમાં એમબીએ કર્યુ છે. તેમણે એચડીએફસી બેંક અને ટીસીએસ કંપનીમાં કામ કર્યુ છે.

વેપારધંધાની જાણકારી લઇ તેમણે પોતાના જન્મસ્થળ રત્નગિરિમાં પાછા જવાનું નક્કી કર્યુ અને પોતે પોતાના સાહેબ બન્યાં.

image


મધુર અને રાજિને પ્લેક્સિમસની શરૂઆત કરી જ્યાં તેઓ ગ્રાહકો માટે કામ કરે અને પોતાના નવા વિચારો પર પણ કામ કરે છે. સ્ત્રીઓ અને બાળકો પર વધતા જતા અત્યાચાર, પુરૂષો તેમજ સ્ત્રીઓ બંન્નેને મુસાફરી દરમિયાન નડતાં જોખમોને ધ્યાનમાં રાખીને તેમણે 'કિધર હૈ'ની રચના કરી છે.

એપ્લિકેશનનો ઉપયોગ વ્યક્તિગત અને વ્યાપારિક રીતે કરી શકાય તે અંગે બંનેએ વિચાર્યું હતું. ઉપયોગ કરનારા પોતાના પરિવારના સભ્યો અને પોતાના નજીકનાં લોકો પર નજર રાખી શકે છે. મધુર અને રાજિને હાલમાં એક જીપીએસ સાધનનું પ્રોટોટાઇપ તૈયાર કરી રાખ્યું છે. અને તેને વાહનોમાં ગોઠવવાની ગણતરી છે જેનાથી એમનું ટ્રેકિંગ કરવું સહેલું બની જાય.

હાલમાં આ એપના બધાં ફીચર્સ સંર્પૂણ મફત છે પણ ભવિષ્યમાં આ ટીમની યોજના છે કે લોકોની સ્થિતિનું ટ્રેકિંગ અને એમનાં ટ્રેકિંગના રેર્કોડ માટે ઇન એપ શરૂ કરવાની છે.

આ ક્ષેત્રના બીજા લોકો :

સલામતિ એ સૌથી મોટી બાબત છે વિવિધ સ્ટાર્ટઅપ્સ અલગ અલગ રીતે આ સમસ્યાને દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બીજી કેટલીક નોંધપાત્ર એપ રાઇડસેફ, સેફ્ટીપિન અને સ્ટેટસ છે.

અમને કઇ વસ્તુઓ ગમી ?

આ એપનું UI બહુ જ સહેલું છે અને આના ફીચર્સ એકદમ સ્પષ્ટ છે. આની માહિતી આપવા સહિતની દેખરેખ જેમ કે ટ્રેકિંગ માટે ઓટો, ઓન રિક્વેસ્ટ, અને ઓફ મોડ પર સેટ કરવાની રચના બહુ રસપ્રદ છે.

આના સિવાય સાદા ફોનનો ઉપયોગ કરનારા લોકો માટે અપડેટ મેળવવા મિસ્ડ કૉલ અથવા SMS કરવાની સુવિધા આકર્ષક છે.

કયા સુધારા કરી શકાય છે?

કોઈ વ્યક્તિના પરિચિતોની યાદીમાં લોકો સુધી પોતાના દ્વારા અપડેટ થયેલી માહિતીને પહોંચાડવી એ એક રસપ્રદ ફીચર બની શકે છે.

તેના કારણે શોધવાવાળા માટે અપડેટ મેળવવાની મહેનત ઓછી થઈ જશે.

સ્થાપકોએ આ વાતની પુષ્ટિ કરી છે કે તેમની પાસે જીપીએસ ટ્રેકિંગ સાધનનું એક પ્રોટોટાઇપ છે અને એને ઝડપથી બજારમાં મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે ખૂબ જ ઉપયોગી બનશે કારણ કે તેને વાહનો સાથે જોડી શકાય છે અને ટ્રેક કરનારા માટે તેમણે પોતાની પાસે સ્માર્ટફોન રાખવાની જરૂર નથી.

લેખક – રાજ બલ્લભ

અનુવાદક – મનીષા જોશી