ચા વેચનાર સીએ અને મહારાષ્ટ્ર સરકારનો 'અર્ન એન્ડ લર્ન' સ્કીમનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો

0

નિષ્ફળતા બાદ જે લોકો સંસાધનોની અછતના રોદાણા રોતા હોય છે તે ખરેખર તો સંસાધનો નહીં પણ પોતાની ખામીઓ પર રોતા હોય છે. તે પોતાની ભુલો છૂપાવતા હોય છે. તેમની મહેનતમાં ક્યાંક ઉણપ રહી જાય છે કે તેઓ પરિણામ સુધી નથી પહોંચી શકતા. હવે જેની વાત અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તેને જાણ્યા પછી તમને વિશ્વાસ થઈ જશે કે હિંમત ન હારવી જોઈએ, જુસ્સા સાથે સાચી દિશામાં સખત મહેનત કરવી જોઈએ, લક્ષ્ય મળી જ જશે.

આ વાત છે 28 વર્ષના સોમનાથ ગિરામની. એ સોમનાથ ગિરામની જેને થોડા દિવસ પહેલાં ચા વેચનાર તરીકે ઓળખવામાં આવતો હતો. તે સોમનાથની દુકાને ચા પીવા જતા અને પોતાની પસંદની ચા પીતા અને પૈસા આપી ચાલ્યા જતા. તે સોમનાથની જેને ક્યારેય કોઈ એમ પણ નહોતું પૂછતું કે તું જીવનમાં શું કરીશ. થોડા દિવસ પહેલાં એવું થયું કે તેની ઓળખ બદલાઈ ગઈ. હા હવે તેની ચા વેચનારની ઓળખ બદલાઈ ગઈ. હવે તેનો પરિચય આવો છે. નામ- સોમનાથ ગિરામ, પુણેના સદાશિવ ધાબામાં ચા વેનાર અને ચા વેચવા દરમિયાન એવું કંઈક કરી બતાવ્યું કે આજે તેને મળવા માટે લોકોની લાંબી કતારો લાગે છે. આ કતારો હવે ચા પીવા નહીં તેને શુભેચ્છા આપવાની હોય છે. સોમનાથ ગિરામ હવે ચા વાળામાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ ગયો છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સોમનાથ ગિરામ. ગઈ કાલ સુધઈ લોકોને ચા પીવડાવનાર અને સામાન્ય દેખાનારા આ ચા વાળાએ અત્યંત મુશ્કેલ ગણાતી સીએની પરીક્ષા પાસ કરી લીધી. સોમનાથને ફાઈનલમાં 55 ટકા આવ્યા.

કહેવાય છે કે એક વખત ખુશીઓ તમારે ત્યાં આગમન કરે છે પછી તે આવવાનો રસ્તો આપોઆપ શોધી લે છે. સોમનાથ માટે બેવડી ખુશીઓ આવી. એક તરફ સીએનું પરિણામ આવ્યું અને બીજી તરફ રાજ્ય સરકારે તેને મહારાષ્ટ્ર સરકારની યોજના ‘અર્ન એન્ડ લર્ન’નો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરી દીધી. હવે સોમનાથ ગિરમા હવે માત્ર મહારાષ્ટ્રના જ નહીં દેશના એવા તમામ વિદ્યાર્થીઓ માટે આદર્શ બની ગયા જે સંસાધોનોના અભાવે અભ્યાસ નહોતા કરી શકતા, પણ અભ્યાસ છોડવા પણ નહોતા માગતા. રાજ્યના શિક્ષણમંત્રી વિનોદ તાવડેએ યોરસ્ટોરીને જણાવ્યું કે તે સુખદ સમાચાર કે એક ચા વેચનાર સીએ જેવી મુશ્કેલ પરીક્ષા પાસ કરે છે. અમે તેને આવકાર્યો છે. તેમણે વિપક્ષો પર કટાક્ષ કરતા જણાવ્યું કે, આજકાલ ચા વેચનારાના અચ્છે દિન ચાલી રહ્યા છે. નરેન્દ્રભાઈ પીએમની ખુરશી સુધી પહોંચી ગયા તો સોમનાથ સીએ જેવી મુશ્કેલ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરે છે. તાવડેએ જણાવ્યું,

"સીએની પરીક્ષા પાસ કરવાના કારણે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે હવે સોમનાથને ‘અર્ન એન્ડ લર્ન’ યોજનાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવે જેથી અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળે."

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામના એક નાનકડા ગામ સાંગવીનો રહેનાર સોમનાથ બાળપણથી જ અભ્યાસ કરીને કંઈક કરી બતાવવા માગતો હતો. ગરીબીના કારણે તે અભ્યાસ ન કરી શક્યો. ઘરની ગરીબી દૂર કરવા માટે સોમનાથે કમાણી માટે પોતાના ઘરથી દૂર જવું પડ્યું હતું. કહેવાય છે કે ગરીબી ખૂબ જ કપરી હોય છે. વ્યક્તિને લાંબા સમય સુધી ખાવાપીવા ન મળે તો તે ગમે તે કરી શકે છે. ગરીબીથી કંટાળેલા સોમનાથે કંઈ ન સમજાતા પુણેના સદાશિવ પેઠ વિસ્તારમાં ચા વેચવી એક નાનકડી દુકાન ખોલી. આ દુકાન દ્વારા જેમ તેમ કરીને સોમનાથના પરિવારનું ગુજરાન ચાલતું હતું. બીજી તરફ સોમનાથને ભણવાની ઈચ્છા હતી તે વિષમ પરિસ્થિતિઓમાં પણ યથાવત્ હતી. ચાની દુકાન દ્વારા થોડા વધારે પૈસા આવવા લાગ્યા તો તેની અભ્યાસની ઈચ્છા પણ વધવા લાગી. સોમનાથે એક લક્ષ્ય સાધ્યુ. તેણે સીએ કરવાનું નક્કી કર્યું અને તેના માટે સખત મહેનત પણ શરૂ કરી દીધી. દિવસે કામ કરતો હોવાથી આખી રાત જાગીને તે મહેનત કરતો.

યોરસ્ટોરી સાથે વાત કરતા સોમનાથ ગિરામ જણાવે છે,

"મને વિશ્વાસ હતો કે સીએની પરીક્ષા જરૂર પાસ કરીશ. તમામ લોકો મને કહેતા હતા કે આ પરીક્ષા મુશ્કેલ છે તારાથી નહીં થાય."

લેખક- નિરજ સિંહ

અનુવાદક- મેઘા નિલય શાહ

આ જ પ્રકારની અન્ય પ્રેરણાત્મક જીવનસફર અને સંઘર્ષયાત્રા અમારું Facebook Page લાઈક કરો

હવે આ સંબંધિત સ્ટોરીઝ વાંચો:

બાલિકાવધૂમાંથી સંયુક્ત રાષ્ટ્રના ગેસ્ટ સ્પીકરઃ સાંતના મુર્મુનો હૃદયસ્પર્શી સંઘર્ષ

જેને ગળું દબાવીને મારી નાખવાની સલાહો અપાતી હતી તે 'મુખલા' આજે પગથી લખી રહી છે ઇતિહાસ!

આ છે અભણ એન્જિનિયર્સ, સોલર પ્લેટ્સ દ્વારા ફેલાવી રહી છે રોશની!Related Stories