પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે વડોદરાના એક ડૉક્ટરનો અનોખો પ્રયાસ

પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે વડોદરાના એક ડૉક્ટરનો અનોખો પ્રયાસ

Tuesday February 09, 2016,

2 min Read

દીપ્તિ પંડ્યા

પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ બ્રેઇલ લીપીમાં સરળતાથી લખી શકે અને તેમને આ માટે જાડા કાગળોનો ખર્ચો ના કરવો પડે તે માટે વડોદરાના ડૉ.સી.એસ.બૂચ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનોખો પ્રયાસ શરુ કરાયો છે.

image


ટ્રસ્ટ દ્વારા વડોદરા શહેર અને આસપાસ આવેલી અંધ શાળાઓના વિદ્યાર્થીઓને જાડા કાગળનો જથ્થો વિના મૂલ્યે પહોંચાડવામાં આવે છે. શાળાના બાળકોએ પોતાના અભ્યાસમાં ઉપયોગમાં લઇ લીધા હોય અને જે ડ્રોઇંગ પેપરનો એક વાર ઉપયોગ કરવામાં આવ્યો હોય અને તે કોઇ કામમાં ના આવતુંહોય તે પેપરનો સમાજસેવામાં ઉપયોગ કરાઇ રહ્યો છે.

અત્યાર સુધી શહેરના વિવિધ શાળાનાં બાળકો તથા એમ.એસ.યુનિ.ની ટેક્નોલોજી ફેકલ્ટીનાં વિદ્યાર્થીઓ પાસેથી તેમણે ઉપયોગમાં લીધેલા 1 લાખ 60 હજાર જાડા કાગળનો જથ્થો અંધ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડાયો છે. ફેસબુક જેવા સોશિયલ મિડીયામાં આ અનોખી સમાજસેવા વાયરલ થયા બાદ હવે લોકો સામે ચાલીને વપરાયેલા જાડા કાગળ આ સંસ્થાને પહોંચાડી રહ્યાં છે.

image


પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ જાડા કાગળમાં જ બ્રેઇલ રાઇટિંગ વધુ સારી રીતે કરી શકે છે. અત્યાર સુધી અંધ શાળાઓને આ માટે બજારમાંથી જ જાડા કાગળ ખરીદવા પડતા હતા અને તે માટે તેમને પૈસા ખર્ચવા પડતા હતા. વડોદરાના તબીબ ડૉ. ચૈતન્ય બૂચ દ્વારા આ અનોખું અભિયાન શરૂ કરાયું છે.

image


તેમણે આ અભિયાનના ભાગ રૂપે શાળાનાં વિદ્યાર્થીઓ પાસેથી વપરાયેલા ડ્રોઇંગ પેપરનો જથ્થો મંગવાવાનું શરૂ કર્યું હતું. ડ્રોઇંગ પેપરમાં ડ્રોઇંગકર્યા બાદ તે કાગળ વિદ્યાર્થીઓના કોઇ કામમાં આવતો ન હતો અને ડ્રોઇંગ બુક પસ્તીમાં જ જતી હતી. પરંતુ ડ્રોઇંગ બુકના આ પેપર સાચવી રાખીને વધુ ડ્રોઇંગ પેપર એકત્ર કરીને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી સુધી પહોંચાડી શકાય તેવો પ્રયાસ શરૂ કરાયો હતો. 

image


આ અભિયાનને સારો પ્રતિસાદ મળતાં એક લાખ કાગળ પહોંચાડવાના લક્ષ્યાંક સામે અત્યાર સુધી 1 લાખ 60 હજાર ડ્રોઇંગ પેપર એકત્ર કરીને શહેરની તથા આસપાસના જિલ્લાની અંધ શાળાઓમાં પહોંચાડવામાં આવ્યો છે. શાળાનાં વિદ્યાર્થીઓનાડ્રોઇંગ પેપર ઉપરાંત ટેક્નોલોજી ફેકલ્ટીનાં વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગ ડ્રોઇંગ માટે ઉપયોગમાં લીધેલ ડ્રોઇંગ પેપર પણ એકત્ર કરવામાં આવી રહ્યા છે.

image