અધવચ્ચેથી સ્કૂલ છોડી ૧૯ વર્ષના છોકરાએ સ્થાપી વિશ્વની સૌપ્રથમ એન્ડ્રોઇડ સ્માર્ટ-વૉચ કંપની

TEDx ના વક્તા, વિશ્વની સૌપ્રથમ સ્માર્ટ વૉચ કંપનીના કો-ફાઉન્ડર અને અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા તરફથી મળવાનું નિમંત્રણ - એક વ્યક્તિ તેના જીવનમાં ઇચ્છે તે બધી જ સફળતા બિહારના પટણા શહેરના આ સિદ્ધાંત વત્સે મેળવી છે અને તે પણ ફક્ત 19 વર્ષની ઉંમરે જ!

0

સિદ્ધાંત સાથે વાત કરતાની સાથે જ તે પોતાના સ્વપ્નો પાછળ કેટલો પાગલ છે તેનો અંદાજ આવી જાય. આ સપનાઓની પાછળ પાછળ જ તેણે હાઈ સ્કૂલનો અભ્યાસ પણ છોડી દીધો હતો. તેના માતાપિતા તો તેના આ નિર્ણયથી ઘણાં જ હેબતાઇ ગયા હતા અને સિદ્ધાંતના કહેવા પ્રમાણે તો તેઓ હજી પણ તેના માતાપિતા આવી જ પરિસ્થિતિમાં છે.

સિદ્ધાંતની વાત કરીએ તો,

- તે સ્વપ્નદ્રષ્ટા છે જેના કારણે જ તેણે સાહસ ખેડવાનું નક્કી કર્યું. તેટલુ જ નહીં, પણ તે જોખમ લેતા પણ ખચકાતો નથી અને કહે છે કે જેને આપણે રિસ્ક માનીએ છીએ તે હકીકતમાં રિસ્ક હોતું જ નથી.

- તે સુખદ અંતમાં પણ માને છે અને જો કોઈ બાબતનો સુખદ અંત ન હોય તો ‘પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત’ જેમ હોય છે તેમ તેનું માનવું છે.

- તે આઠમાં ધોરણમાં હતો ત્યારે તેણે એક NGO શરૂ કર્યું હતુ.

- સિદ્ધાંત પોતાને નીતિનિયમોમાં નથી બાંધતો. નૈતિકતાના ધોરણે તેને જે યોગ્ય લાગે તેમ જ તે કરે છે.

સિદ્ધાંત કોણ છે અને તેની જીવન પ્રત્યેની ફિલોસોફી કેવી છે તે તો આપણે જાણ્યું. પણ આકરે આજે તમે સિદ્ધાંત વિષે અહી કેમ વાંચી રહ્યાં છો. એવું તો તેણે શું કર્યું છે આવો તે પણ જાણીએ

એન્ડ્રોઇડલી સિસ્ટમ્સ

સિદ્ધાંતે તેના કામની શરૂઆત અપૂર્વ સુકાંત અને અન્ય બે મિત્રો સાથે ભેગા મળીને કરી હતી જ્યારે તે 17 વર્ષનો હતો. અને આ કામ હતું ‘એન્ડ્રોઇડલી સિસ્ટમ્સ’. જેમાં તેઓ એન્ડ્રોઇડ બેઝ્ડ ઘડિયાળ બનાવવાના હતા. આ ઘડિયાળથી ફોન થઇ શકે તેમજ ઇન્ટરનેટ પર સર્ફ પણ કરી શકાય! તો સાથે જ સંગીત, વોટ્સએપ જેવી એપ્લિકેશન્સ પણ ચલાવી શકાય તેમ હતું. ટૂંકમાં આ ઘડિયાળ એ બધુ જ કરી શકે જે એક સ્માર્ટફોન કરી શકે. વર્ષ 2013ના મધ્યથી આ ઘડિયાળ $220ના ભાવે વેચાવાની શરૂઆત થઇ અને અત્યાર સુધી વિશ્વના 110 દેશોમાં આ ઘડિયાળ વેચાઇ ચૂકી છે. અને આ વર્ષના અંત ભાગમાં નવું વર્ઝન પણ. જે હાલની ઘડિયાળ કરતા ઘણી નાની હશે અને તેનો ઉપયોગ એક ફેશન એક્સેસરી તરીકે પણ કરી શકાશે.

ફલક ફાઉન્ડેશન

સિદ્ધાંતના માતા દ્વારા શરૂ કરાયેલ ફલક ફાઉન્ડેશન શિક્ષણ, આરોગ્ય અને સામાજીક જાગૃતિના ક્ષેત્રે કાર્યરત છે. સિદ્ધાંત જ્યારે સાતમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે તેણે આ સંસ્થામાં પ્રાથમિક ધોરણે કોમ્પ્યુટરનું શિક્ષણ આપવાનું શરૂ કર્યુ હતુ. ત્યારબાદ તે બ્લડ ડોનેશન તેમજ હેલ્થ કેમ્પ જેવી પ્રવૃત્તિની જવાબદારી પણ પોતાને શિરે લેવા લાગ્યો.

NGOની સફળતા અંગે સિદ્ધાંત જણાવે છે, “અમેરિકાની એક મોનેસ્ટ્રીના સહયોગથી અમારી સંસ્થાએ બોધગયામાં એક આંતરરાષ્ટ્રીય મોનેસ્ટ્રીની સ્થાપના કરી હતી. મોનેસ્ટ્રીની સ્થાપનામાં ઘણું જ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ હતું અને જેના ઉદઘાટનમાં જ 1000 જેટલા ડેલિગેટ્સે ભાગ પણ લીધો. આમ થવાથી બિહારમાં પ્રવાસનને વેગ મળશે.”

આ સિવાય સિદ્ધાંતે લગભગ 100 જેટલી કોન્ફરન્સમાં પોતાનું વકતવ્ય આપ્યું છે જેમાં Tedx, હોરેસીસ બિઝનેસ મીટ (દુનિયાના ૧૦૦ બિઝનેસ ઇનોવેટર્સ માટે નામાંકિત) અને બીગ આઇએફ જેવી મોટી કોન્ફરન્સીસનો સમાવેશ થાય છે. સિદ્ધાંતને PMO તરફથી એક એવોર્ડ પણ એનાયત થયો છે.

સિદ્ધાંત વધુમાં જણાવે છે કે, “મેં ક્યારેય એક જ કામ નથી કર્યું. મારા મનમાં જે આવે છે તે હું કરુ છું. એકનું એક કામ કરવામાં મને ઘણો કંટાળો આવે. મને લાગે છે કે મારી પાસે ઘણો બધો સમય છે અને એટલે હું કંઇ પણ કરી શકુ છું.”

પડકારો

સિદ્ધાંતના કહેવા પ્રમાણે ભારતમાં સૌથી મોટી અડચણ એવા પાડોશીઓ અને પરીવારજનો છે જે ડગલે ને પગલે તમને હતોત્સાહિત કરે છે. એવા લોકો તમારી પાસે આવશે અને કહેશે કે તમારો આઈડિયા કામ નહીં કરે. પરંતુ કોઇ આવીને એમ નહીં કહે કે તમારો આઈડિયા કેવી રીતે કામ કરશે.

“કોઇ પણ સમયે કોઇ સારો વિચાર આવે જે મને ઉત્સાહિત કરે તો હું તરત જ તેના પર કામ કરવાનુ શરૂ કરી દઉં છું.”

Related Stories