રાજકોટના આ પ્રામાણિક પોલીસ અધિકારીએ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા પાસેથી વસૂલ્યો રૂ.2.16 કરોડનો દંડ!

રાજકોટના આ પ્રામાણિક પોલીસ અધિકારીએ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા પાસેથી વસૂલ્યો રૂ.2.16 કરોડનો દંડ!

Wednesday September 14, 2016,

2 min Read

ધનસુખ મેનસીભાઈ કચોટ રાજકોટ શહેરમાં આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. નોકરીના તેમના છેલ્લા 10 વર્ષના કાર્યકાળમાં, આ 57 વર્ષીય પોલીસના સિપાઈએ, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો પાસેથી રૂ.2.16 કરોડનો દંડ વસૂલ્યો છે અને દંડની આ રકમ તેમના આખાયે વિભાગે વસૂલ કરેલા દંડની 10% રકમ જેટલી છે!

વર્ષ 1979માં ધનસુખભાઈ કોન્સ્ટેબલ તરીકે ગુજરાત પોલીસમાં જોડાયા. વર્ષ 2006માં, તેમને ટોઈંગ વિભાગમાં ફરજ બજાવવાનું કહેવામાં આવ્યું, જ્યાં તેમની ફરજની પ્રામાણિકતા અને સમયપાલનતા ભાગરૂપે તેમણે એકલાએ આશરે 1.7 લાખથી વધુ કેસ નોંધ્યા. 

Image : (L) –<a href=

Image : (L) –

The Weekend Leader; (R) – Youtubea12bc34de56fgmedium"/>

જોકે હવે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો તેમના વિવિધ સંપર્કો અને સ્ટેટસનો રોફ બતાવીને દંડ ભરવામાંથી બચી જતા હોય છે, ધનસુખભાઈ સ્વીકારે છે કે આવી મુશ્કેલ પરિસ્થિતિને પણ તેઓ ટેકનોલોજીની મદદથી સરળ બનાવી શક્યા છે. આ અંગે તેમણે ધ વીકેન્ડ લીડરને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું,

"ખોટી રીતે પાર્ક થયેલી ગાડીઓના હું હંમેશાં મારા મોબાઈલ ફોનમાં ફોટો પાડી લઉં છું. જ્યારે ટ્રાફિકનો નિયમ તોડનાર વ્યક્તિ દલીલો કરી દંડ ભરવાની ના પાડે છે, ત્યારે હું તેમને આ ફોટો બતાવું છું. અને ત્યારે તેઓ ઉદ્ધતાઈ બાજુમાં મૂકી દંડ ભરવા તૈયાર થઇ જાય છે."

સામાન્ય રીતે, ધનસુખભાઈ દરરોજના 100 જેટલા વાહનોને ટો કરીને લઇ જાય છે, કે જે તેમના જ વિભાગના ટો કરતા અન્ય વાહનોના આંકડા કરતા ડબલ છે!

રાજકોટના આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ પોલીસ કે.બી.ઝાલાએ DNAને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું,

"સમગ્ર દેશમાં કદાચ માત્ર તેઓ જ છે કે જેઓ એકલા હાથે રૂ.2 કરોડનો દંડ વસૂલે છે. તેમની પ્રમાણિકતા, સમર્પણ અને જુસ્સાને જોઇને જ અમે ક્યારેય તેમની કોઈ અન્ય વિભાગમાં બદલી નથી કરી."

ધનસુખભાઈ વધુ જણાવે છે,

"હું ખાલી મારું કામ કરી રહ્યો છું, મારી નોકરીની કામગીરી અદા કરી રહ્યો છું. જ્યારે હું લોકોને ટ્રાફિકના નિયમો તોડતા જોઉં, ત્યારે તેમને દંડ ફટકાર્યા વગર ના છોડું. મારે રાજકોટની ટ્રાફિકની પરિસ્થિતિમાં સુધારો લાવવો છે."

વિવિધ પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો