ભારતને ફરીથી દૂધ ઉત્પાદનનું મહાસામ્રાજ્ય બનાવવા ‘સ્ટેલએપ્સ’ ટેકનોલોજીની પહેલ

ભારતને ફરીથી દૂધ ઉત્પાદનનું મહાસામ્રાજ્ય બનાવવા ‘સ્ટેલએપ્સ’ ટેકનોલોજીની પહેલ

Wednesday October 14, 2015,

5 min Read

વિપ્રોમાં તેમની પહેલી નોકરી લાગી ત્યારથી જ એકબીજાના સંપર્કમાં આવેલ 5 મિત્રો જ્યારે લગભગ તેમના 40માં જન્મદિવસની નજીક પહોંચ્યા ત્યારે તેમને વિચાર આવ્યો કે હવે નહીં તો ક્યારેય નહીં. આ 5 મિત્રો જ હાલ સ્ટેલએપ્સ નામની ભારતની સૌપ્રથમ ડેરી ટેક્નોલોજી સોલ્યુશન કંપની ચલાવે છે. વર્ષ ૨૦૧૧માં રજિસ્ટર થયેલી આ કંપની વિવિધ ડેરી માટે ક્લાઉડ, મોબિલિટી અને ડેટા એનાલિટીક્સ જેવા બેઝ પર ઓટોમેશન ટૂલ્સ બનાવે છે.

સ્ટેલએપ્સ ટેક્નોલોજીમાં ઓમ્નીવોર પાર્ટનર્સ દ્વારા રોકાણ કરવામાં આવ્યું છે. IIT મદ્રાસના ‘રૂરલ ટેકનોલોજી બિઝનેસ ઇન્કયુબેટર’ પ્રોગ્રામ દરમિયાન આ કંપનીને ફંડિંગ મળ્યું હતું. આ કંપનીએ તેની સ્થાપનાનાં 3 વર્ષોમાં જ માર્કેટમાં પોતાનું એક આગવું સ્થાન હાંસિલ કર્યું છે. હાલ કંપની પાસે ઘણાં જ સારા ક્લાઈન્ટસ છે અને યોગ્ય સમયે ફંડિંગ પણ મળતું રહે છે.

image


માર્કેટ

વિશ્વના કુલ દૂધ ઉત્પાદનનું 16% દૂધનું ઉત્પાદન ભારતમાં થાય છે. જોકે સામાન્ય રીતે ભારતમાં મોટા ભાગના ખેડૂતો પાસે 2-3 પશુઓ હોય છે એટલે કે તેમનો નાના કદના ગ્રુપમાં સમાવેશ થાય છે. ડેરીફાર્મ એક ખૂબ જ મોટું બજાર છે. સ્ટેલએપ્સ એવા જ ખેડૂતોને ટાર્ગેટ કરે છે કે જેમની પાસે 5થી 25 ગાયો હોય અને તેમની પાસે કોઈ પ્રકારની ટેકનોલોજીનો સહારો ન હોય. સ્ટેલએપ્સ દૂધના ઉત્પાદન તબક્કાને લગતા સોલ્યુશન્સ પર જ ભાર મૂકે છે. કેટલાંયે ખેડૂતો દિવસમાં 8 કલાકથી પણ વધુ કામ કરવા છતાં પણ નફો નથી કમાઈ શકતા. અને એ સમયે આ કંપની મહત્ત્વનો ભાગ ભજવે છે. ખેડૂતોના પશુઓની તબિયતનું પણ ધ્યાન રાખીને, ટેકનોલોજી અને વિજ્ઞાનની મદદથી વધુમાં વધુ દૂધનું ઉત્પાદન થઇ શકે તેવા ઓટોમેટેડ સોલ્યુશન્સ પૂરા પાડે છે.

સમસ્યાનું નિવારણ

દૂધના ઉત્પાદનમાં પશુઓ ખૂબ અગત્યનો અને મુખ્ય ભાગ ભજવે છે અને એટલે જ પશુઓને લગતી આ પ્રકારની બાબતોની ચકાસણી ખૂબ જરૂરી બને છે જેમ કે;

1. પશુઓની સ્વસ્થતા

2. પશુઓની ઉત્પાદકતા

3. તેમને આપવામાં આવતો ખોરાક, પાણી અને રહેવાની જગ્યા

જો એક ખેડૂત આ બધા પરિબળોનો જાણકાર હોય તો તે તેમના પોતાના માટે તેમજ ડેરી ફાર્મિંગ માટે જ નફાકારક બની શકે. આ બિઝનેસમાં વળતર વધારવા વધુ સંખ્યામાં લોકોની નહીં, પણ યોગ્ય જ્ઞાનની જરૂર છે. પશુઓને યોગ્ય ખોરાક આપવો તો જરૂરી છે જ. પરંતુ પરંતુ તેટલું જ જરૂરી છે દૂધ ઉત્પાદનના સ્થળે ટેક્નોલોજીનો ઉપયોગ કરી કાર્ય વધુ સરળ બનાવવું. જેથી લોકોની મહેનત વધે અને આવક વધે. અને સ્ટેલએપ્સ આ બધી જ વ્યવસ્થા પૂરી પાડવાનું કાર્ય કરે છે.

પ્રોડક્ટ્સ અને ટેકનોલોજી

સ્ટેલએપ્સની તમામ પ્રોડક્ટ્સ એવી રીતે ડીઝાઈન કરવામાં આવી છે કે જેનાથી દૂધ ઉત્પાદનની સમગ્ર પ્રક્રિયાને વધુ અસરકારક બનાવી શકાય. પશુઓના રહેવા માટે યોગ્ય રહેઠાણથી લઈને બાયોગેસ પાવર પ્લાન્ટ ઉભો કરી વીજળીનું ઉત્પાદન કરવા જેવી તમામ બાબતો પર ધ્યાન રાખી શકાય તેવી રીતે કંપનીની તમામ પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવી છે.

SmartMoo

શુદ્ધ દૂધનું ઉત્પાદન, મહત્તમ ઉત્પાદન, ઉત્પાદનપ્રક્રિયાના ખર્ચ પર નિયંત્રણ અને તે જ સમયે આ સમગ્ર પ્રક્રિયાની માહિતી પૂરી પાડવી જેવી સર્વિસીસ આ પ્રોડક્ટ પૂરી પાડે છે.

image


આ પ્રોડક્ટમાં:

- ઓટોમેટેડ મિલ્કિંગ સિસ્ટમ

- બલ્ક મિલ્ક ચિલિંગ સિસ્ટમ

- ફાર્મ ફેસિલીટીની સ્થાપ્ના

- ફાર્મ લે-આઉટ અને ડિઝાઇનિંગ

- કન્લટન્સી

- બાયોગેસ સેટઅપ

- ફાર્મ મેનેજમેન્ટ ઇક્વિપમેન્ટ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવે છે.

• આ સિવાય તેમની અન્ય પ્રોડક્ટ્સમાં ‘સ્માર્ટ ફાર્મ’નો સમાવેશ થાય છે. જે એક કલાઉડ બેઝ્ડ સિસ્ટમ છે અને ફાર્મ અને પશુઓને લઈને ઘણી મેનેજમેન્ટ સર્વિસિસ પૂરી પાડે છે.

• સ્માર્ટ BMC એક મિલ્ક ચિલિંગ સાધન છે જે મોબાઇલ અને ઇન્ટરનેટથી વાપરી શકાય છે.

• સ્માર્ટ AMC એ એક ઓટોમેટેડ મિલ્કિંગ સિસ્ટમ છે જેમાં ગાયોની ચકાસણી, ઓટોમેટેડ મિલ્ક મિટર્સ, મિલ્ક સેમ્પલિંગ જેવી પ્રક્રિયાઓ થાય છે.

• ConTrak એ એક બલ્ક મિલ્ક કૂલર્સ સાથે સંકળાયેલી પ્રોડક્ટ છે. જે તે સમયે દૂધને લગતા ઉત્પાદનને લગતા બધાં જ રિપોર્ટ્સ આ પ્રોડક્ટ દ્વારા મળે છે.

સ્ટેલએપ્સ તેમના ક્ષેત્રની અન્ય કંપનીઓ જે મોટા ભાગની વિદેશમાં વસેલી છે તેની સરખામણીએ ઘણી જ આકર્ષક કિંમતો પર કાર્યરત છે. તેમના બજેટમાં તમામ પ્રકારનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટનો સમાવેશ થાય છે. ખેડૂતને આ આખી સિસ્ટમમાં કંઇ કરવાનું રહેતું નથી કારણે બધું જ કામ અને ડેટા રિપોર્ટિંગ પશુઓ પર લગાવાયેલા સેન્સર વડે થાય છે. આ ડેટા વાયરલેસ નેટવર્ક દ્વારા જ નિષ્ણાંતો સુધી પહોંચી જાય છે.

કંપની દ્વારા આવક મેળવવાની પણ અનોખી રીત અજમાવવામાં આવી છે. આ કંપની ખેડૂતોની સાથે રહીને, ખેડૂતોને વધુ ફાયદો કરાવીને જ પોતે કમાણી કરે છે. કંપની ખેડૂતોને પ્રતિ ૧ લીટર દૂધના ઉત્પાદનમાંથી થનાર નફામાંથી પોતાનો ભાગ લે છે એટલે કે ખેડૂતને નુકસાન કે ખર્ચો ભોગવીને નહીં પરંતું નફામાંથી જ કંપનીને ચૂકવણી કરવાની રહે છે.

image


જાણો કો-ફાઉન્ડર્સને...

image


રનજીથ મુકુંદન આ કંપનીના CEO અને મેનેજિંગ ડિરેક્ટર છે. તેઓ એક ટેલિકોમ અને સોફ્ટવેર એન્જિનિયર છે. તેઓ વિપ્રો ટેલિકોમ એપ્લિકેશન પ્રેક્ટિસમાં 250 લોકોની ટીમને લીડ કરી ચૂક્યા છે.

રવિશંકર શીરૂર કંપનીના ડિરેક્ટર અને બિઝનેસ ડેવલોપમેન્ટ હેડ છે. તેમણે IIT મદ્રાસથી પોતાનું ભણતર પૂરું કર્યું છે અને તેમની પાસે 20 વર્ષથી વધુનો અનુભવ છે. તેઓ ઘણી કંપનીઝમાં સ્ટ્રેટેજી એડવાઈઝર રહી ચૂક્યા છે.

પ્રવિણ નાલે કંપનીના ડિરેક્ટર તેમજ ચીફ ટેક્નોલોજી ઓફિસર છે. તેમણે પણ IIT મદ્રાસમાંથી જ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. હાર્ડવેર, એમ્બેડેડ સોફ્ટવેર તેમજ ટેલિકોમ ક્ષેત્રમાં તેઓ 15 વર્ષનો અનુભવ ધરાવે છે.

રામક્રિષ્ના અદુકુરી સોફ્ટવેર સોલ્યુશન્સના હેડ છે. તેઓએ IIT ખડગપુરમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને તેમને 15 વર્ષથી વધુનો અનુભવ છે.

વેંકટેશ સેશાસાયી કંપનીના ડોમેઇન સોલ્યુશનના હેડ છે. તેમણે પણ લગભગ 15 વર્ષ જેટલો ટેલીકોમ ક્ષેત્રનો અનુભવ છે.

• કંપની દ્વારા તેમના ક્લાયન્ટ્સને કોસ્ટને નિયંત્રણ લાવવાથી લઈને અંત સુધીના બધા જ સોલ્યુશન પૂરા પાડવામાં આવે છે.

• તેમની પ્રોડક્ટના ઉપયોગ વડે દૂધ ઉત્પાદનનો ખર્ચ ઘટાડી શકાય છે.

• પશુઓની સારસંભાળ અને સ્વાસ્થ્ય વધુ સારી રીતે જાળવી શકાય છે.

• દૂધનું મહત્તમ ઉત્પાદન કરી શકાય છે.

• દૂધની ગુણવત્તા પણ સુધારી શકાય છે.

image


સ્ટેલએપ્સને ક્યા પરિબળોથી ફાયદો થયો ?

• રોકાણકારો અને તમામ કો-ફાઉન્ડર્સને એ વાતનો પહેલેથી જ ખ્યાલ અને તૈયારી હતી કે તેમને તરત જ કોઈ વળતર નહીં મળે.

• નવેમ્બર 2010થી ઓક્ટોબર 2011 સુધી તમામ ફાઉન્ડર્સે તેમના પગારના ૨૦થી ૩૦ ટકા આ સ્ટાર્ટઅપ માટે ફાળવ્યા. આ તમામ ફાઉન્ડર્સનાં નાણાં અને તેમનો અનુભવ બંને ખૂબ કામ લાગ્યા.

• તમામને તેમના પરિવારજનો તેમજ તેમની કોલેજ, IITમદ્રાસથી પણ ઘણો સપોર્ટ મળ્યો.

• તેમણે યોગ્ય સમયે તેમનું આ સાહસ ખેડ્યું કારણ કે હાલના સમયે ભારતમાં આ પ્રકારની ટેક્નોલોજીની ઘણી જ જરૂર છે.

• કંપનીને ખેડૂતો તરફથી ઘણો સારો આવકાર મળ્યો.

• સરકાર તરફથી દૂધના ઉત્પાદન માટે સબસિડી મળી.

ખૂબ જ ટૂંકા ગાળામાં કંપનીએ ચીંતામણી તાલુકામાં દુનિયાના સૌથી મોટા દૂધ ઉત્પાદન સેન્ટરની સ્થાપના કરી જ્યાં દરરોજ લગભગ 200 જેટલી ગાયો દ્વારા દૂધનું ઉત્પાદન થઇ રહ્યું છે.