ઘરનો દરેક સામાન ખરીદવાની જરૂર નથી, ‘રેંટશેર’ સાથે જોડાઓ અને મસ્ત રહો!

ઘરનો દરેક સામાન ખરીદવાની જરૂર નથી, ‘રેંટશેર’ સાથે જોડાઓ અને મસ્ત રહો!

Thursday December 24, 2015,

3 min Read

રેંટશેર, ભાડા પર વસ્તુ લેવા ઇચ્છતા લોકોને ઓનલાઇન પ્લેટફોર્મ પૂરું પાડે છે. રેંટશેર પોતાના ગ્રાહકોને હોમ ડિલિવરી અને પિક અપ સર્વિસ પણ આપે છે. સુશોભનની કોઈ વસ્તુ કે પછી ફ્રેન્સી ડ્રેસ ખરીદવાની જગ્યાએ આદાનપ્રદાનથી મેળવવાના વિચાર સાથે વર્ષ 2014માં રેંટશેરની શરૂઆત કરવામાં આવી. રેંટશેરની ટીમનો દાવો છે કે, તેઓ સંપૂર્ણપણે પારદર્શક વ્યવસ્થા પૂરી પાડી રહ્યાં છે.

image


સંખ્યાબંધ મલ્ટીનેશનલ કંપનીઓ આ ક્ષેત્રમાં પ્રવેશી રહી છે!

આજે ભારતમાં મોટા પાયે ઉપભોક્તાવાદ વધી રહ્યો હોવાથી રેંટશેરની ટીમને વિશ્વાસ છે કે, અહીનાં લોકો પાસે એવી વધારાની વસ્તુઓની કોઇ કમી નથી જેને તેઓ અન્ય લોકો સાથે શેર કરી શકે કે ભાડે આપી શકે. સંખ્યાબંધ મલ્ટીનેશનલ કંપનીઓ આ ક્ષેત્રમાં પ્રવેશી રહી છે, અને ફેશન, કાર અને પુસ્તકો ઉપરાંત અન્ય શ્રેણીઓમાં કામ કરનાર સ્ટાર્ટઅપ્સની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. પિઅર ટૂ પિઅરના ક્ષેત્રમાં ફાયદા, રેંટોગો અને આઈરેંટશેર જેવી કંપનીઓ પણ અસ્તિત્વ ધરાવે છે. જોકે રેંટશેરના સ્થાપકોમાંના એક એવા અનુભા વર્મા કહે છે, આ ક્ષેત્રમાં કામ કરી રહેલા એમના હરીફો કોમ્યુનિટિઝ અને બી2બી ક્ષેત્રમાં વધુ સક્રિય છે. તેથી કસ્ટમાઇઝ ઓર્ડર, વિતરણ અને વેલ્યુ એડેડ સર્વિસને સાચા અર્થમાં આપવાની બાબતમાં અમારી સામે ટકી શકતા નથી.

image


રેંટશેરના સંસ્થાપકોમાંના એક કેતકી કહે છે,

"ઔદ્યોગિક ઉત્પાદનના પ્રતિ કિલોની સામે 3700 કિલો જૂની વસ્તુઓ પાછળ રહી જાય છે જે પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક અને ખતરનાક હોય છે. મોબાઇલ ફોન, લેપટોપ અને ટીવી જેના ઉપકરણો ખૂબ જ જોખમી હોય છે અને આવા ઉપકરણોને કચરા કે ભંગારમાં નાખી દેવા કરતા આદાન પ્રદાન કરીએ તો તેના કારણે પર્યાવરણને સુરક્ષા મળે છે."

કેતકી અને અભિજીત જ્યારે નવા નવા માતા પિતા બન્યા ત્યારે તેમના મગજમાં આ વિચાર આવ્યો. તેઓ પોતાના દિકરાના ઉછેર માટે અન્યોથી જુદો વાજબી અને પર્યાવરણને નુકસાન ન પહોંચાડે તેવો કોઈ વિકલ્પ શોધી રહ્યાં હતાં. આવામાં તેમણે રમકડાં અને અન્ય વસ્તુઓ રેંટ પર મેળવવાનો નિર્ણય કર્યો. ખૂબ ઝડપથી એમને અહેસાસ થયો કે, ફક્ત રમકડાં જ નહીં, ઘર વપરાશના ઉપકરણો, ઇલેક્ટ્રિક યંત્રો, ટ્રાવેલ ગેઝેટ્સ અને રમત ગમતના સાધનો અને સેવાઓ પણ રેંટ પર મેળવી શકાય છે. કેતકી કહે છે, 

"અમેં એ નિર્ણય પર પહોંચ્યા કે ફક્ત આર્થિક કારણો જ નહીં, પરંતુ આ ઉપરાંત પણ ઘણા બધા એવા પરિબળો છે જેના કારણે વસ્તુઓ ખરીદવા કરતા ભાડા પર લેવાથી વધુ ફાયદા થાય છે."

પૂણે, ચંદીગઢ અને ગુડગાંવમાં પણ રેંટશેર પગપેસારો કરશે

વખત જતા અનુભા અને હર્ષ પણ આ ટીમમાં સામેલ થઇ ગયા અને આમ રેંટશેરની સ્થાપના થઇ. આ ટીમના કહેવા પ્રમાણે દરરોજ 100થી વધુ લોકો એમની વેબસાઇટ જુએ છે અને અત્યાર સુધી 300થી વધુ પ્રોડક્ટ ભાડે અપાઇ ચુકી છે. વર્તમાન સમયમાં રેંટશેર બેંગલુરુમાં સફળતાપૂર્વક સંચાલિત થઇ રહી છે અને આવનારા સમયમાં પૂણે, ચંદીગઢ અને ગુડગાંવમાં પણ રેંટશેર પગપેસારો કરશે. રેંટશેર પોતાની સેવાઓના બદલામાં વસ્તુના માલિક પાસેથી ભાડાની રકમના 20 ટકા વસૂલ કરે છે.

અનુભા કહે છે,

"અમે શરૂઆતના દિવસોમાં ઘર વપરાશનો સામાન, વસ્તુઓ અને ઉપકરણો વેબસાઇટ પર રેંટશેર માટે મૂક્યા. અમારો આ વિચાર ખૂબ જ લાભદાયી સાબિત થયો. હવે મોટી સંખ્યામાં લોકો સામેથી અમારો સંપર્ક કરી રહ્યા છે અને પોતાના ઘરમાં પડેલા ફાલતુ સામાનની વિગતો રેંટશેર માટે અમારી વેબસાઇટ પર અપલોડ કરાવી રહ્યાં છે."
image


રેંટશેરની ટીમ દ્વારા બેંગલુરુના બજાર પર એક સર્વે કરવામાં આવ્યો હતો, સર્વે પ્રમાણે નકામી પડેલી વસ્તુઓના આદાન પ્રદાન માટે 20થી 30 ટકા લોકોએ પોતાની સ્વીકૃતી આપી હતી. હર્ષ કહે છે, 

"દેશમાં 7થી 10 મેટ્રો શહેર છે અને 12 જેટલા અન્ય શહેરોમાં ભાડા પર સામાનની લેવડ દેવડનું બજાર 400થી 500 મિલિયન ડોલરને પાર કરી શકે છે."

આ ટીમને વિશ્વાસ છે કે, આપણા દેશમાં જે ઝડપે ઔદ્યોગિક ઉત્પાદન અને વેચાણ વધી રહ્યું છે એ જ ઝડપે વસ્તુઓને રેંટ પર આપવા અને લેવાનું પ્રચલન પણ વધશે. 

લેખક- નિશાંત ગોએલ 

અનુવાદક- YS ટીમ ગુજરાતી