પાર્ટ ટાઈમ કામ કરનારા માટે સહાયક છે 'My Kind of Job'

0

તમે વિદ્યાર્થી તરીકે પોતાની પોકેટમની વધારવા કામ કરવા ઈચ્છો છો કે પછી કોઈ નિવૃત્ત વ્યક્તિ સમય પસાર કરવા કોઈ કામ કરવા ઈચ્છતી હોય તો તેના માટે ઘણાં બધાં પાર્ટટાઈમ કામ ઉપલબ્ધ છે. લોકોને કયા સમયે અને કેવું કામ કરવું છે તે જાણીને અંકિત બંસલ કે જે પોતે HR પ્રોફેશનલ છે તેણે 'માયકાઈન્ડ ઓફ જોબ'ની શરૂઆત કરી. એક એવું ઓનલાઈન કોમર્શિયલ માર્કેટ જે માત્ર પ્રોફેશનલ્સ માટે જુલાઈ મહિનામાં શરૂ થયું.

મુંબઈ આધારિત આ કંપની વિવિધ પ્રકારના લોકો જેવા કે ઈન્ટર્નશિપ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ, માતા બનેલી આધુનિક યુવતિઓને નવરાશના સમયમાં કામ કરવું હોય અથવા તો નિવૃત્ત લોકો કે જે 5-10 વર્ષ સુધી પાર્ટ ટાઈમ કામ કરવા માગતા હોય તેમને નોકરી અપાવે છે અને કામના કલાકો બાબતે પણ અનુકુળતા હોય છે. તે એવા લોકોને પણ મદદ કરે છે જેમણે પોતાની ફ્રિલાન્સ કંપની શરૂ કરી હોય પણ પોતાના મર્યાદિત મિત્ર વર્તુળના કારણે વિસ્તરણ ન કરી શકતા હોય તેવાને પણ મદદ કરે છે.

કંપનીના સીઈઓ બંસલ જણાવે છે, 

"માયકાઈન્ડ ઓફ જોબ પોર્ટલનો આશય માત્ર નોકરી આપવાનો નથી. આ એવું પોર્ટલ છે જેના દ્વારા સમાન વિચારો અને કામગીરી ધરાવતા લોકો નજીક આવે અને એક નેટવર્કનું નિર્માણ થાય. તેમાં નોકરી આપનાર, નોકરી કરનાર, કંપનીઓ વગેરે ભેગા થાય અને પોતાના અનુભવો રજૂ કરે અને તેના પર ચર્ચા પણ કરે. બીજી તરફ તજજ્ઞો તમને આવક અને તમારી આવડતનો કેવી રીતે ઉપયોગ કરવો તેની પણ માહિતી આપે છે. તે કોર્પોરેટ જગતને બુદ્ધીશાળી લોકોને મળાવે છે જે એક જ સ્થળે અને તેમાંય ઓનલાઈન મળવા મુશ્કેલ હોય છે. તે આવા લોકોને તેમનું ટેલેન્ટ વિકાસવવામાં મદદ કરે છે, જોબ સ્ટ્રક્ચર વિકસાવવામાં મદદ કરે છે જેથી સારા કર્મચારીઓ મળી રહે, જાતિગત બાબતોને દૂર કરીને નોકરીની સમાન તકનું સર્જન કરે છે જેમાં કામના કલાકો અંગે છૂટછાટ હોય."

આ મંચ હાલમાં આગળ વધી રહ્યું છે અને તેને વધુ વિકાસ માટે બાહ્ય રોકાણની જરૂર છે. તેના લોન્ચ થયાના ત્રણ મહિનામાં તેની સાથે 100થી વધુ કોર્પોરેટ અને 5,000 કરતા વધારે યૂઝર્સ જોડાયા હતા. તે હાલમાં લોકો અને કોર્પોરેટ માટે ફ્રી સેવા આપે છે.

આ સાહસના વિકાસ અંગે અંકિતના જણાવ્યા પ્રમાણે તે આગામી 2-3 વર્ષમાં વધારાની એક લાખ જેટલી નોકરીઓનું સર્જન કરશે. "અમે સફળતાપૂર્વક દેશના અન્ય શહેરોમાં પણ કામ કરીશું. અમારો માત્ર એક જ વિચાર છે કે અમે વધારેમાં વધારે શહેરો સુધી પહોંચીએ જેથી વધારેમાં વધારે લોકોને મદદ મળી રહે. અમે અમારા વિકાસ દ્વારા વૈશ્વિક કંપની બનવા માગીએ છીએ. અમે તેનો ઉકેલ લાવીએ તેના પહેલાં લોકોને એવો ઉકેલ આપીએ છીએ જેથી કોર્પોરેટ સેક્ટરને કર્મચારીઓ શોધવામાં અને કર્મચારીઓને નોકરી મળવામાં વૈશ્વિક ધારાધોરણો દ્વારા મદદ મળે. અમે આ રીતે અમારા પોર્ટલને વધારે સમૃદ્ધ કરવા માગીએ છીએ."

માર્કેટ અને સ્પર્ધા

ઓનલાઈન સાસ માર્કેટ અંદાજે 3 અબજ અમેરિકી ડૉલર પહોંચવા આવ્યું છે. આ બજારમાં લિન્કડઈન, નોકરી ડૉટ કૉમ, મોનસ્ટર ડૉટ કૉમ અને ટાઈમ્સ જોબ્સ ડૉટ કૉમ જેવા મોટા સ્પર્ધકો છે. આ સિવાય પણ નાના સ્તરના અનેક જોબ પોર્ટલ છે જે નોકરી આપે છે. માયકાઈન્ડ ઓફ જોબના અંકિત જણાવે છે કે, આવા સંજોગોમાં અમે દેશમાં નવી દિશા આપવાનું સ્પર્ધા પૂરી પાડવાનું કામ કરીશું.

અંકિત જણાવે છે, 

"માર્કેટમાં નવા આવનારા સ્પર્ધક માટે વધારેમાં વધારે લોકોને પોતાની સાથે જોડવા તે પ્રાથમિકતા હોય છે, તેના કારણે તે ડિજિટલ, સોશિયલ અને ઓફલાઈન ચેનલ્સ દ્વારા વધારેમાં વધારે લોકો સુધી પહોંચવા માર્કેટિંગ કરતા હોય છે. અમે જ્યારે કામ કરવાના કલાકોમાં છૂટછાટ આપીએ છીએ છે ત્યારે તેમાં કોઈ સ્પર્ધા પૂરી પાડી શકતું નથી. અમારા આ નવા અભિયાનના કારણે અમને આશા છે કે અમે આગામી મહિનામાં સફળતાના ડગ માંડીશું."

વેબસાઈટ

લેખક – તૌસિફ આલમ

અનુવાદ – રવિ ઈલા ભટ્ટ

Related Stories