'વોઇસ 4 ગર્લ્સ' યુવતીઓનો અવાજ મજબૂત કરવાની કોશિશ

'વોઇસ 4 ગર્લ્સ' યુવતીઓનો અવાજ મજબૂત કરવાની કોશિશ

Monday November 09, 2015,

4 min Read

વર્ષ 2011 બાદ વોઇસ 4 ગર્લ્સે દેશભરની 1500 યુવતીનું સશક્તિકરણ કરીને ભારતની મહિલાઓની સ્થિતિ સુધારવાની દિશામાં એક સકારાત્મક પ્રયાસ કર્યો છે.

image


વોઇસ 4 ગર્લ્સની સ્થાપના વર્ષ 2010માં અમેરિકાથી સામાજિક ઉદ્યોગનાં ક્ષેત્રમાં આઈડેક્સ ફેલોશિપ કરવા માટે ભારત આવેલી ત્રણ અમેરિકન મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી. તે વખતે આ ત્રણેય અમેરિકી મહિલાઓ હૈદરાબાદમાં નીચી આવક ધરાવતાં વિસ્તારોમાં આવેલી નાની ખાનગી શાળાઓમાં સલાહકાર તરીકે કામ કરતી હતી. વર્ષ 2011ના જાન્યુઆરી મહિનામાં વિશ્વવિખ્યાત નાઇકે ફાઉન્ડેશને આઇડેક્સ ફેલોશિપની પ્રાયોજક કંપની ગ્રે મેટર્સ કેપિટલ્નો ભારતમાં રહેતી નીચી આવક ધરાવતી યુવતીઓ માટે અંગ્રેજી ભાષા શીખવાડવા માટેના એક સમર કેમ્પનું આયોજન કરવા માટે સંપર્ક સાધ્યો. ફેલો એવેરિલ સ્પેન્સર, એલિસન ગ્રોસ અને ઇલાના સુશાન્સ્કીએ મદદ કરવાની આ તકને ઝડપી લીધી.

'વોઇસ 4 ગર્લ્સ'ની ડિરેક્ટર સ્પેન્સર જણાવે છે, "અમે જોડાણ કરવાની સાથે સાથે અમારા કામની શરૂઆત કરી. પરંતુ આ યુવતીઓ સાથે વાતચીત કરતાં અમને ખ્યાલ આવ્યો કે આ કિશોરીઓ વચ્ચે એક ખુશ, સ્વસ્થ અને સુરક્ષિત જીવન વીતાવવા માટે અત્યંત જરૂરી એવી વાતોની જાણકારી ખૂબ જ ઓછી હતી. તેનું સ્પષ્ટ ઉદાહરણ તેમને એ વાત ઉપરથી મળ્યું કે એક કિશોરીએ તેમને જણાવ્યું કે તેને જ્યારે પહેલી વખત માસિક સ્ત્રાવ આવ્યો તો તેને કંઈ ખબર જ નહોતી પડતી કે તેને રક્તસ્ત્રાવ શા માટે થઈ રહ્યો છે અને તે એવું વિચારવા લાગી કે તેને કેન્સર થઈ ગયું છે. તે રોજ એકલી બેસીને રોયા કરતી અને આ વાત તેણે પોતાના માતા-પિતાથી પણ છૂપાવીને રાખી હતી કારણ કે તે તેમને નહોતી જણાવવા માગતી કે તે ટૂંક સમયમાં મૃત્યુ પામવાની છે." સ્પેન્સર જણાવે છે કે તેના કિસ્સા ઉપરથી નિર્ણય લઈ લીધો કે જો કોઈ યુવતી આવા અનુભવમાંથી પસાર થાય તો અમે અમારી તરફથી તેને સમજાવવાનો પ્રયાસ કરીશું. યુવાવસ્થાનો પ્રારંભ એ ખૂબ જ કઠિન અનુભવ હોય છે. આ દરમિયાન તમારું શરીર પરિવર્તિત થઈ રહ્યું હોય છે અને તેને જાણવું અલગપણાની એક ભાવના પેદા કરે છે. અને તમારા માટે જોખમી સાબિત થાય છે.

ભારતમાં મહિલાઓએ શિક્ષણ તેમજ આરોગ્ય અંગે ખૂબ જ ભેદભાવપૂર્વકના વ્યવહારનો સામનો કરવો પડે છે. પરંતુ આ બધાં છતાં પણ તે ગરીબી નિવારણમાં એક મહત્વની ભૂમિકા ભજવવા માટે સક્ષમ છે. નાઇકેનું ગર્લ ઇફેક્ટ અભિયાન કે જે વોઇસ 4 ગર્લ્સનું પ્રાયોજક પણ છે તે આ ગરીબીના ચક્રને તોડવા માટે યુવતીઓ સાથે મળીને કામ કરે છે. આ અભિયાનનું માનવું છે કે જો આ યુવતીઓનું અંગ્રેજી, નાણાકીય સાક્ષરતા, આરોગ્ય અને મહિલાઓનું શિક્ષણ વગેરે આપવામાં આવે તો તે યુવતીઓ આગળ જતાં મહિલાઓની સ્થિતિમાં પરિવર્તન લાવવા માટે સક્ષમ બની શકે છે. તે પોતાના પરિવારના દૃષ્ટિકોણને તો પ્રભાવિત કરશે જ પણ સાથેસાથે જે પરિવારમાં તેમનાં લગ્ન થશે તેમાં તેનાં બાળકો તેમજ આગામી પેઢી સુધી આ અભિયાન પહોંચી શકશે.

image


મે 2011માં આરોગ્ય, પોષણ, સ્વચ્છતા, પ્રજનન, મહિલાઓના અધિકાર તેમજ શારીરિક અભિવ્યક્તિ જેવા માધ્યમો મારફતે અંગ્રેજીનું શિક્ષણ આપનારા ચાર સપ્તાહના ઉનાળું શિબિર કેમ્પ વોઇસ શરૂ કરવામાં આવ્યો. આ વોઇસ કેમ્પનું આયોજન નાની ખાનગી શાળાઓ દ્વારા પોતાની વિદ્યાર્થીનીઓ માટે કરવામાં આવે છે. યુવા મહિલા સલાહકાર અને શિક્ષિકાઓ આ કેમ્પનું સંચાલન કરે છે જે તેમના નેતૃત્વ અને શિક્ષણની ક્ષમતાના વિકાસમાં પણ મદદરૂપ થાય છે. કેમ્પ તેમજ ભાગીદારીની લાઇસેન્સિંગ ફી સાથે આ એક વિસ્તરણ કરવા લાયક વેપારના મોડલ હોવા છતાં પણ વોઇસ 4 ગર્લ્સ દરેક સ્કૂલ સાથે તેની જરૂરીયાતોને જાણવા માટે ખૂબ જ બારીકાઈથી કામ કરે છે.

વોઇસ 4 ગર્લ્સ હૈદરાબાદ અને ઉત્તરાખંડની શાળાઓમાં શિબિરોનું આયોજન કરવા ઉપરાંત વર્ષ 2013 બાદથી મુંબઈની શાળાઓમાં પણ આ પ્રકારનાં આયોજન કરી રહ્યું છે. વીતેલાં વર્ષોમાં તે પોતાની ટીમને ત્રણ સ્થાપકોની ટીમમાંથી વિસ્તારીને 10 સભ્યોની ટીમ બનાવવામાં સફળ રહી છે. સ્પેન્સર જણાવે છે કે એક નાના સ્ટાર્ટ અપ રૂપે આ ઝનૂની, આત્મસ્ફૂરણા અને રચનાત્મકતાથી ઓતપ્રોત લોકોને પોતાની સાથે કામ કરવા માટે જોડે છે.

image


'વોઇસ 4 ગર્લ્સ' આખું વર્ષ ચાલનારો સહશિક્ષણ શાળા કાર્યક્રમ પણ શરૂ કરવા જઈ રહી છે. સ્પેન્સર જણાવે છે કે અમને હજી પણ લાગે છે કે યુવતીઓને પોતાની જાતને શોધવા ઉપરાંત સહજ અને આત્મવિશ્વાસની ભાવના માટે સંપૂર્ણ મહિલા વાતાવરણની જરૂર છે. પરંતુ તેમણે યુવકો વચ્ચે પણ આવું અનુભવવું જોઇએ. લૈંગિક અસમાનતા બે તરફી છે. આપણે યુવતીઓ સાથે અને જેટલું ઇચ્છીએ તેટલું કામ કરી શકીએ છીએ. પરંતુ સમયની માગ એવી છે કે તેમનાં પિતા, ભાઈ, તેમજ પુરુષ વર્ગ પણ શિક્ષિત થાય અને આ પ્રકારની યુવતીઓની પડખે ઊભા રહે. પોતાના સમગ્ર વર્ષ ચાલનારા અને સમર કેમ્પના માધ્યમથી 'વોઇસ 4 ગર્લ્સ' દર વર્ષે 3000 કરતાં પણ વધારે ભારતીય બાળકોને શિક્ષિત તેમજ સશક્ત બનાવવાનું કામ કરે છે. તેમનું લક્ષ્ય આગામી વર્ષોમાં હજારો અને લાખો ભારતીયો સુધી પહોંચવાનું છે.