"જેમણે ધ્યેય નક્કી કર્યા છે તેમના રસ્તામાં ઘણી અડચણો આવશે. ફરી ઉઠીને ચાલવાનું સાહસ તો કરવું જ પડે"

0

iKureની શરૂઆત કેવી રીતે થઈ તે જાણવા માટે, આ ઉદાહરણ સમજી લો. પશ્ચિમ બંગાળનાં ખડગપુર તાલુકામાં, એક વ્યક્તિને હૃદયની બિમારીનું નિદાન થાય છે, અને તેને લોકલ ડૉક્ટર પાસે લઈ જવામાં આવે છે. તેની સ્થિતિમાં કોઈ સુધાર ન થતાં, તેનો પુત્ર તેને બેંગલુરુનાં કાર્ડિઓલૉજી ક્લિનિકમાં લઈ જાય છે. જ્યારે ડૉક્ટર તેને તપાસે છે, ત્યારે તેઓ જણાવે છે કે, તે વ્યક્તિને ખોટી દવાઓ લખી આપવામાં આવી છે.

જ્યારે iKure નાં ફાઉન્ડર અને CEO સુજય સંત્રા સાથે આમ થયું, તો તેમને એક વાત તરત જ સમજાઈ ગઈ કે, પ્રોફેશનલ મેડિકલ સેવાનાં અભાવનો શું મતલબ હોય છે. KPMG હેલ્થ રિપોર્ટ 2013 અનુસાર, ગ્રામીણ ભારતમાં (એટલે કે, 840 મિલિયન લોકો) ને, દેશનાં માત્ર 30% કમ્બાઈન્ડ મેડિકલ ફોર્સ દ્વારા સેવા આપવામાં આવે છે.

સુજય જણાવે છે,

"અમે ગ્રામીણ ભારતમાં સસ્તા તથા સુલભ હેલ્થકેર પહોંચાડવા માટે, iKureની શરૂઆત કરી છે, પણ સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખીએ છીએ કે, અમારી સર્વિસ, અમારા ગ્રાહકો, દર્દીઓ તથા રોકાણકારોની અપેક્ષાઓ પર ખરી ઉતરી શકે."

તેઓ જણાવે છે,

"સરકારનાં પ્રયત્નો છતાંય, ગ્રામીણ ભારતમાં હેલ્થકેરનાં ક્ષેત્રમાં મેનપાવર, ફેસિલિટી તથા કવોલિટીની અત્યંત અછત છે. WHOના વર્લ્ડ હેલ્થ સ્ટેટિસ્ટિક્સ 2012માં જણાવાયું છે કે, આપણા દેશનાં માત્ર 43.5% ગામડાંઓમાં ડૉક્ટર છે. આનાથી પણ દુ:ખદ વાત તો એ છે કે, ડૉક્ટરો મોટેભાગે હાજર નથી હોતાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ખસતા હાલમાં છે, સપ્લાય પણ સમયસર નથી થતું, અને હેલ્થકેર સેટઅપનું મોનિટરિંગ પણ સારું નથી. માટે, અમે છેક છેવટનાં ગ્રામીણ ક્ષેત્રોમાં પણ અમારી હેલ્થકેર સેવા આપવા માગીએ છીએ." 

WHIMS (વાયરલેસ હેલ્થ ઈન્સિડેન્ટ મોનિટરિંગ સિસટમ), એક ઈન-હાઉસ સોફ્ટવેર છે, જેને સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું છે, જેના લીધે ક્લિનિક્સ કે હોસ્પિટલની સુવિધા ન હોય એવા વિસ્તારોમાં, દર્દીઓની સારવાર કરવામાં મદદ કરે છે. આ એક ક્લાઉડ બેઝ્ડ વૅબ ઍપ્લિકેશન છે, જે લો-બૅન્ડવિડ્થ પર કામ કરે છે, અને ગ્રામીણ તથા શહેરી ક્ષેત્રો વચ્ચે એક ઈન્ટરફેસ તરીકે કામ કરે છે. સુજય જણાવે છે,

"ડૉક્ટરોને ગામડાંઓમાં સેવા આપવા માટે મનાવવું, એક મુશ્કેલ કાર્ય હતું, જ્યારે WHIMS એક તથા ટૂ-વે કમ્યૂનિકેશનને સપોર્ટ કરે છે, જેથી છેવટનાં ગામોમાં આવેલા દર્દીઓની સ્થિતિ પર નિયંત્રણ રાખી શકાય. આ સિસ્ટમ, સેવા આપનારા લોકો પર પણ ધ્યાન રાખે છે, અને એ વાતની કાળજી રાખે છે કે, દર્દીઓને સમયસર દવાઓ આપવામાં આવે."

મોનિટરિંગ ડિવાઈસમાં, વિડીઓ કોન્ફરન્સિંગ ઍપ્લિકેશનની મદદથી, દર્દીની મેડિકલ હિસ્ટ્રી સ્ટોર કરવામાં અને ભવિષ્યમાં ફરીથી ચકાસી શકાય તે માટે મદદ મળે છે. સુજય જણાવે છે,

"મેડિકલ સેવામાં સુધારો લાવવા સિવાય, અમારું નવીનીકરણ, ગ્રામીણ વિસ્તારોમાં બિમારીનાં પ્રકાર તથા કારણો જાણવામાં મદદ કરે છે."

હાલમાં, iKureનાં બિઝનેસ મોડલમાં આવક મેળવવાના 2 સ્ત્રોત છે: ડૉક્ટર કન્સલટેશન અને નિદાન સર્વિસની ફી. સુજય કહે છે, 

તેઓ વધુમાં જણાવે છે,

"અમે માર્કેટને યોગ્ય મધ્યસ્થી તથા સહયોગ દ્વારા સંબોધન કરી રહ્યાં છીએ, જેના લીધે અમને ગ્રામીણ વસ્તી સુધી ઝડપથી પહોંચવામાં મદદ મળશે, તથા અમે છેવટનાં ગામ સુધી ઝડપી અને સરળ રીતે પહોંચી શકીશું."

પાછલાં કેટલાંક વર્ષોમાં, iKureની ટીમમાં 50થી વધુ કાર્યકરો વિવિધ પ્લેટફોર્મ દ્વારા કંપનીમાં જોડાયા છે. ઓપરેશનલ ટીમમાં ડૉક્ટર્સ, નર્સિસ અને પેરામેડિકલ સ્ટાફનો સમાવેશ થાય છે, જેઓ 24 કલાક કામ કરે છે.

કંપની પાસે હવે બિરભૂમ તથા મિદનાપુર જીલ્લામાં સર્ટિફાઈડ ડૉક્ટર્સ, ઈન્ટિગ્રેટેડ બાયોમેટ્રિક ઈક્વિપમેન્ટ અને ડાયગ્નોસ્ટિક્સ, મેડિસિન અને પ્રિ-પોસ્ટ સર્જરી કન્સલટેશન સાથે, 28 RHC અને હબ્સ છે. જોકે, તેઓ ઓડિશા, બિહાર, આસામ તથા પૂર્વિય ભારતમાં, 100 RHC સાથે વિસ્તાર કરવા માંગે છે.

તેમના વેન્ચર વિશે વાત કર્યા બાદ, સુજય છેલ્લે જણાવે છે,

"લાંબી યાત્રાને પાછા વળીને જોતાં, મને સફળતા તથા નિષ્ફળતાનો બંને સમય યાદ આવે છે. મેં એક વાત શીખી લીધી છે કે, જ્યાર સુધી વ્યક્તિ નિષ્ફળતાનો સ્વાદ ન ચાખી લે, ત્યાં સુધી તે સફળતાની ઈચ્છા ન ધરાવી શકે. મેં સિક્કાની બેઉ બાજું જોઈ છે, આ યાત્રામાં જે પાઠ શીખ્યાં છે, તેમણે મને કપરા સમયમાં ખડતલ રહેવાનું શીખવ્યું છે. મારી જેમ, એવા ઘણાં ઉદ્યોગસાહસિકો છે, જેમણે ધ્યેય સેટ કર્યા છે, પણ તેમના રસ્તામાં ઘણી અડચણો આવે છે. આપણે ઊઠીને ફરી ચાલવા માટે, આપણી અંદર સમાયેલ સાહસ અને ધગશના છુપાયેલા ભંડારને શોધવાની જરૂર છે."

iKure વિશે વધું માહિતી મેળવવા માટે, તેમની વૅબસાઈટ અહીં જુઓ

લેખક- ફ્રાન્ચેસ્કા ફરેરિયો

અનુવાદક- YS ટીમ ગુજરાતી

સામાજિક પહેલને લગતી વિવિધ સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

સૌરઉર્જા સોલ્યુશન્સ આપતું કોલકાતાનું ‘Invictus Saur Urja’ સ્ટાર્ટઅપ

વૃક્ષારોપણ કરાવવું છે? ‘સંકલ્પતરુ.org’ પર જાઓ અને મેળવો નિષ્ણાતો પાસેથી મદદ!

અમેરિકાથી પરત આવી ઝુંપડામાં રહેતા બાળકોને આત્મનિર્ભર બનાવવા અભિજીતે બનાવ્યું ‘સ્લમસોકર’

Related Stories