સ્વાસ્થ્ય સાથે ના કોઈ સમાધાન, સ્વાદ પણ લાજવાબ... ‘ધ ગ્રીન સ્નૅક્સ’

સ્વાસ્થ્ય સાથે ના કોઈ સમાધાન, સ્વાદ પણ લાજવાબ... ‘ધ ગ્રીન સ્નૅક્સ’

Thursday January 07, 2016,

5 min Read

સામાન્ય માણસ માટે ખાવાપીવા બાબતે સૌથી મોટી ચિંતા એક જ હોય છે કે, તેઓ જે ખાય છે તે પૌષ્ટિક છે કે નહીં. શુ તેમની લાઇફસ્ટાઇલ પ્રમાણે હાલમાં જ તે ખાય છે તે યોગ્ય છે. જો આપણે ખાણી-પીણીની બાબતને લઇને નાની નાની વાતોનું ધ્યાન રાખીએ અને નિયમિત કસરત કરીએ તો પણ ગમે તે સમયે ભૂખ તો લાગી જ જાય છે. આ સમયે હેલ્ધી ફૂડ ખાવું દર વખતે શક્ય નથી. આપણે વજન ઘટે તે માટે ગમે તેટલું કરીએ પણ જો આપણાં ભોજનમાં અનિયમિતતા હશે અને નિયમોનું ચોક્કસ રીતે પાલન નહીં થાય તો બધી જ મહેનત વ્યર્થ જશે. આ બધુ જ વિચારીને જૅસ્મિન કૌરે ‘ધ ગ્રીન સ્નૅક્સ’ કંપનીની સંસ્થાપના કરી છે. જ

image


જૅસ્મિનને જ્યારે આ કંપની શરૂ કરવાનો વિચાર આવ્યો ત્યારે બજારમાં એવો કોઇ નાસ્તો ઉપલબ્ધ નહોતો કે જે સ્વાદિષ્ટ હોય, ક્રિસ્પી હોય સાથે સાથે તેમાં પૂરતા પોષકતત્વો પણ હોય. આ જરૂરીયાતે ‘ધ ગ્રીન સ્નૅક્સ’ કંપનીને જન્મ આપ્યો. આ વિચારને વિક્સાવવા માટે જૈસમીને પોતાની નોકરી પણ છોડી દીધી ને આ વ્યવસાયમાં કામ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમણે દુનિયાભરમાંથી એવા જુદા જુદા હેલ્ધી નાસ્તાની શોધ શરૂ કરી હતી, ત્યારે તેમને અહેસાસ થયો કે કોબીજ એક શાનદાર આઇટમ છે. તેમણે નક્કી કર્યું કે તેઓ કોબીજનાં શાકને કંઇક ચટપટી રીતે બનાવશે. જૅસ્મિને જણાવ્યું કે જ્યારે નાસ્તાની વાત આવતી ત્યારે ભારતીય ગ્રાહકોના વિચાર અને તેમના સ્વાદને લઇને હું થોડી અસમંજસમાં હતી.

હેલ્ધી નાસ્તો તૈયાર કર્યો

જૅસ્મિન ત્યારે ઘણી હેરાન થઇ ગઇ હતી જ્યારે તેમની પ્રોડક્ટને ગ્રાહકો દ્વારા જોરદાર પ્રતિસાદ મળવા લાગ્યો હતો. તેમણે કહ્યું કે કોબીજનાં ફાયદાઓ વિશે ઘણાં લોકો જાણતા હતાં અને ઇચ્છતા હતાં કે નાસ્તાનાં રૂપમાં કોબીજનો આટલો હેલ્ધી અને ટેસ્ટી ઉપયોગ આ પહેલાં કોઇએ કર્યો નથી. જૅસ્મિને કહ્યું, “અમે માત્ર સેમ્પલ તરીકે લોકોને કોબીજમાંથી તૈયાર કરેલો નાસ્તો આપતા હતા, પરંતુ લોકો ફરીથી તેની માંગણી સ્ટોલ પર આવીને કરતા હતા. આ જોયા પછી મને વિશ્વાસ થઇ ગયો અને મેં નક્કી કર્યું કે આ ક્ષેત્રમાં હું આગળ વધી શકું છું.”

જૅસ્મિને જણાવ્યું કે ‘ધ ગ્રીન સ્નૅક્સ’ કંપનીની શરૂઆત કોબીજની ત્રણ અલગ અલગ ચિપ્સના સ્વાદ સાથે થઇ હતી, તેને મુંબઇની અલગ અલગ ખાણીપીણીના સ્ટોલ પર વેચવામાં આવતી હતી. જેથી તેના પ્રત્યે રીટેઈલર્સ, ભોજનાલયો, ઓનલાઇન ફૂડ સાઇટ્સ અને બ્લોગર્સનુ ધ્યાન આકર્ષિત થયું હતું. તે વધુમાં જણાવે છે,

“સૌથી મહત્વનો દિવસ ત્યારે આવ્યો જ્યારે અમારી પ્રોડક્ટ લોન્ચ થઇ તેના બે મહિના પછી ખાણીપીણીના રસિયાઓનું હોમટાઉન ગણાતા ‘ફૂડહોલ’થી ફોન આવ્યો અને અમારી પ્રોડક્ટ ત્યાં રજૂ કરવાનો પ્રસ્તાવ મળ્યો. અમારા વ્યવસાય માટે આ નિર્ણાયક સમય હતો.”
image


પ્રક્રિયા

‘ધ ગ્રીન સ્નૅક્સ’ કંપનીએ કોબીજ ચિપ્સની સાથે કંઇન નવું બનાવવાનો નિર્ણય કર્યો હતો. ટીમે પુન:વિચાર કર્યો, વિશ્લેષણ કર્યું અને એ તમામ વસ્તુઓને ફરીથી બનાવી જે તેઓ હેલ્ધી અને પોષક ભોજન વિશે જાણતા હતા. જૅસ્મિને કહ્યું,

“‘ધ ગ્રીન સ્નૅક્સ’ કંપનીની શરૂઆત પાછળનો વિચાર એ જ હતો કે તેના માધ્યમથી લોકોને પૌષ્ટિક, સ્વાસ્થ્યવર્ધક અને સ્વાદિષ્ટ નાસ્તો આપવો જે ખરેખરમાં એવી વસ્તુઓમાથી તૈયાર કરવામાં આવ્યો હોય જેની વ્યક્તિના સ્વાસ્થ્ય પર સારી અસર પડે. આ નાસ્તાને કુદરતી અને પ્રાકૃતિક વસ્તુઓથી તૈયાર કરવામાં આવે છે જેમાં વધારે પડતી ખાંડ, કન્ઝર્વેટરને અને એમએસજીનો ઉપયોગ કરવામાં આવતો નથી.”

આ ખાસ ચિપ્સ બનાવા માટેના સાધનો અમેરિકાથી આયત કરવામાં આવ્યા છે અને તેને બનાવામાં તે જ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે જે આજે સમગ્ર દુનિયામાં વપરાય છે. આજે કંપનીમાં પાંચ સભ્યોની ટીમ છે, પરંતુ આ કંપનીની શરૂઆત જૈસમીને એકલે હાથે કરી હતી. તેણે જણાવ્યું, “શરૂઆતનાં સમયમાં મારા પતિ મારી સાથે અડીખમ ઉભા હતા. ટીમના બીજા સભ્યો પાસે બીજા ક્ષેત્રમાં શરૂઆતના કાર્ય કરવાનો અનુભવ હતો અને તેઓ ‘ધ ગ્રીન સ્નૅક્સ’ને એક એવી બ્રાન્ડ અને પ્રોડક્ટ બનાવામાં ઉત્સાહીત હતા જે હકીકતમાં દેશમાં એક પૌષ્ટિક નાસ્તાની જરૂરીયાતને પૂર્ણ કરી શકે.”

પડકારો

આમ તો કોઇ પણ નવી શરૂઆત પડકાર વગર શક્ય હોતી નથી. જૅસ્મિનના જણાવ્યા પ્રમાણે તેમના માટે સૌથી મોટો પડકાર યોગ્ય લોકોને એકસાથે જોડવાનો હતો. એવા લોકો જે આ વ્યવસાયને લઇને એક જ પ્રકારના વિચાર અને જુનૂન ધરાવતા હોય, જેઓ શરૂઆતના સમયમાં કાર્ય કરવા માટે ઉત્સાહિત હોય. આ પ્રકારના વ્યક્તિઓને શોધવા સૌથી મોટો પડકાર હતો. આ સિવાય બીજો સૌથી મોટો પડકાર ગ્રાહકોને સમજાવવાનો કે અત્યાર સુધી તેઓ જે રૂટિનમાં ખાય છે અને યોગ્ય માને છે તે પૌષ્ટિક નથી.

“આ સફર દરમિયાન અમે જાણ્યું કે ગ્રાહકો માટે શું યોગ્ય છે અને શું અયોગ્ય. ત્યાં સુધી એ પણ જાણ્યું કે ખોટી જાહેરાતોના કારણે લોકો ગમે તેવું ભોજન ખાવા માટે તૈયાર થઇ જાય છે, જે લાંબા ગાળે સ્વાસ્થ્યને મોટું નુકસાન કરે છે.”

બજાર

‘ધ ગ્રીન સ્નૅક્સ’ કંપની દ્વારા થોડા મહિનાઓ પહેલાં કોબીજની ચિપ્સને લોન્ચ કરવામાં આવી અને હવે તે મુંબઇ, દિલ્હી અને પૂણેના 40થી વધુ રિટેલર્સ તેમજ સ્વાદિષ્ટ ભોજનની દુકાનોમાં ઉપલબ્ધ છે. આ સિવાય 10થી વધારે સ્વાદિષ્ટ ભોજનની વેબસાઇટ પર પણ હેલ્ધી સ્નૅક્સ ઉપલબ્ધ છે. કેટલાક કાફે અને રેસ્ટોરાં સાથે પણ કંપની દ્વારા કરાર કરવામાં આવ્યાં છે. ગત ત્રણ મહિનામાં તેમના વેચાણમાં ત્રણ ગણો નફો થયો છે અને ટીમ મહિને 15 પીઓએસ જોડી રહ્યા છે.

આજે ગ્રાહકો સામાન્ય રીતે સ્વાસ્થ્યને લઇને ઘણા જાગૃત થઇ ગયા છે. માર્કેટમાં યોગા બાર્સ અને વાલેંસિયા ડ્રિંક્સ સહિતનાં ઘણા સ્વાસ્થ્યપ્રદ નાસ્તાઓ ઉપલબ્ધ છે. બિઝનેસ સ્ટાર્ન્ડડના એક અહેવાલ પ્રમાણે સ્વાસ્થ્યવર્ધક ભોજનનો વ્યવસાય વર્ષમાં લગભગ 22,500 કરોડ રૂપિયાનો છે અને સીએજીઆર 20 ટકાનો છે. જૅસ્મિને જણાવ્યું,

“હાલમાં એક રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું કે લોકો પોતાના સ્વાસ્થયને લઇને જાગૃત થયા છે અને એજ કારણે એવી આશા છે કે બજારમાં અમારી પ્રોડક્ટને હકારાત્મક પ્રતિક્રિયા મળશે અને તેની માગ વધશે.”

‘ધ ગ્રીન સ્નૅક્સ’ કંપની ભારતમાં સ્વાસ્થ્યપ્રદ નાસ્તાને મેઈનસ્ટ્રીમમાં સામેલ કરવા માંગે છે. ટીમની યોજના છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તાના વિકલ્પને બજારમાં રજૂ કરવાની. આની સાથે જ ભવિષ્યમાં આ પ્રોડક્ટને મેટ્રો અને નાના શહેરોના તમામ રિટેઈલર્સને ત્યાં ઉપલબ્ધ કરવામાં માંગે છે. જૈસમીન અંતમાં જણાવે છે, “હાલમાં તો એક મજબૂત ટીમ બનાવાની યોજના છે જેનાથી અમારી પ્રોડક્ટને બીજી બ્રાન્ડની સમકક્ષ બજારોમાં યોગ્ય સ્થાન મળે. તેનાથી અમારી કંપનીને વ્યવસાયમાં મદદ મળશે. તેની સાથે જ નાસ્તાના બજારમાં કંપની એવી પ્રોડક્ટ રજૂ કરશે જે ગ્રાહકો માટે સ્વાસ્થ્યપ્રદ હોવાની સાથે-સાથે તેમને ફિલગૂડ પણ કરાવે.”

વેબસાઈટ


લેખક- સિંધુ કશ્યપ

અનુવાદક- YS ટીમ ગુજરાતી