GST હેઠળ આવનારી તમામ વસ્તુઓ વિશેની એક વ્યાપક ગાઈડ

GST હેઠળ આવનારી તમામ વસ્તુઓ વિશેની એક વ્યાપક ગાઈડ

Wednesday June 14, 2017,

2 min Read

GST, એટલે કે ‘ધ ગુડ્સ ઍન્ડ સર્વિસ ટેક્સ’નો 1 જુલાઈથી, લગભગ 1,211 જેટલી વસ્તુઓ પર અમલ કરવામાં આવશે. ટેક્સનાં વિવિધ સ્તર અનુસાર આ વસ્તુઓ પર ટેક્સ વસૂલવામાં આવશે, જે શૂન્ય ટકાથી લઈને 28 ટકા સુધીનો છે. લક્ઝરી વસ્તુઓ પર વધારાનો વેરો વસૂલવામાં આવશે. અહીં આપેલા લિસ્ટ પ્રમાણે તમને કઈ વસ્તુ પર કેટલો ટેક્સ ભરવો પડશે, સાથે જ કઈ કઈ વસ્તુઓ પર કેવી રીતે બચત કરી શકો છો, તે સમજવામાં પણ મદદ મળશે.

image


શૂન્ય ટેક્સ

આ વસ્તુઓ પર તમારે ટેક્સ નહીં ભરવો પડે:

• તાજું માંસ, માછલી, ચિકન, ઈંડા, દૂધ, છાશ, દહીં, કુદરતી મધ, તાજા ફળો અને શાકભાજી

• લોટ, બેસન, બ્રેડ, ‘પ્રસાદ’, મીઠું, ચાંદલો, સિંદુર

• સ્ટેમ્પ, ન્યાય સંબંધી દસ્તાવેજ, પ્રિન્ટેડ બુક્સ, સમાચાર પત્રો, બંગડી, હાથબનાવટની વસ્તુઓ તથા રૂપિયા 1,000થી ઓછો દર ધરાવતી હોટૅલ્સ અને લોજ 

0.25 ટકા ટેક્સ

• ઘસાયા ના હોય તેવાં હીરા (રફ ડાયમંડ)

3 ટકા ટેક્સ

• સોનું

5 ટકા ટેક્સ

• 1,000 થી ઓછી કિંમતનાં કપડા

• પૅક કરેલી ફૂડ આઈટમ્સ

• 500 રુપિયાથી ઓછી કિંમતનાં ચપ્પલ, જૂતાં

• ક્રીમ, સ્કિમ્ડ મિલ્ક પાઉડર, બ્રાન્ડેડ પનીર, ફ્રોઝન શાકભાજી, કોફી, ચ્હા, મસાલા, પિત્ઝા બ્રેડ, ખારી બિસ્કિટ, સાબુદાણા

• કેરોસીન, કોલસા, દવા, સ્ટેન્ટ, લાઈફબોટ, ટ્રાન્સપોર્ટ સર્વિસ જેમ કે (રેલ્વે, એર ટ્રાન્સપોર્ટ) તથા નાની રેસ્ટોરન્ટ

• માછલીનો હાડકા વિનાનો ભાગ

12 ટકા ટેક્સ

• ફ્રોઝન મીટ પ્રોડક્ટ્સ, બટર, ચીઝ, ઘી, પેક કરેલા સૂકા મેવા

• એનિમલ ફૅટ, ફ્રૂટ જ્યૂસ, નમકીન

• આયુર્વેદિક દવાઓ

• ટૂથ પાઉડર, અગરબત્તી, કલર પૂરવાની ચોપડીઓ, ચિત્ર દર્શાવતી ચોપડીઓ, છત્રી

• સિલાઈ મશીન

• સેલ ફોન, નોન AC હોટેલ, બિઝનેસ ક્લાસ એર ટિકિટ, ફર્ટિલાઈઝર્સ, કોન્ટ્રાક્ટ પર અપાતા કામો

• રૂપિયા 1,000થી વધુ કિંમતના કપડા

18 ટકા ટેક્સ

• 500 રૂપિયાથી વધુનાં ફૂટવેયર

• બીડી પત્તા

• બિસ્કિટ (તમામ શ્રેણી), ફ્લેવરવાળી ખાંડ, પાસ્તા, કોર્નફ્લેક્સ, પેસ્ટ્રીઝ તથા કેક

• પ્રિઝર્વ કરેલા શાકભાજી, જૅમ, સોસ, સૂપ, આઈસક્રીમ

• ઈન્સ્ટૅન્ટ ફૂડ મિક્સ, મિનરલ વોટર

• ટિશ્યૂ, એન્વેલપ, રૂનું પૂમતું, નોટબૂક્સ

• સ્ટીલ પ્રોડક્ટ્સ, પ્રિન્ટેડ સર્કિટ, કેમેરા, સ્પીકર્સ તથા મોનીટર્સ

• AC હોટેલ્સ જેમાં દારૂ સર્વ થતો હોય, ટેલીકોમ સર્વિસિસ, આઈ.ટી સર્વિસિસ, બ્રાન્ડેડ કપડાં તથા નાણાકીય સેવાઓ

28 ટકા ટેક્સ

• દારૂ, બીડી, સિગરેટ, સિગાર, ચ્યૂઈંગ ગમ

• ગોળની રસી, કોકો વગરની ચોકલેટ

• ચોકલેટ કોટેડ વૅફલ્સ તથા વેફર, પાન મસાલા, વાયુમિશ્રિત પીણા, પેઈન્ટ

• ડિયોડ્રૅન્ટ, શેવિંગ ક્રીમ, આફ્ટર શેવ, શેમ્પૂ, ડાઈ, સનસ્ક્રીન, વોલપેપર, સેરામિક ટાઈલ્સ

• વોટર હીટર, ડિશ વોશર, વજન કાંટા, વોશિંગ મશીન

• ATM, વેન્ડિંગ મશીન, વેક્યૂમ ક્લીનર, શેવર્સ, વાળમાં નાખવાના ક્લીપર્સ, ઓટોમોબાઈલ્સ, મોટરસાઈકલ્સ, વ્યક્તિગત વપરાશ માટેના એર ક્રાફ્ટ, ફાઈવ સ્ટાર હોટેલ્સ, રેસ ક્લબ બેટિંગ, સિનેમા