સ્ટાર્ટઅપ અને ગ્રામીણ સ્વચ્છતા માટે DMU અને GTU સંયુક્તપણે કાર્ય કરશે

સ્ટાર્ટઅપ અને ગ્રામીણ સ્વચ્છતા માટે 
DMU અને GTU સંયુક્તપણે કાર્ય કરશે

Saturday October 31, 2015,

1 min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવેમ્બર મહિનામાં બ્રિટનની મુલાકાત લેશે ત્યારે બ્રિટનની ‘ડિ મોન્ટફોર્ટ યુનિવર્સિટી’ (ડીએમયુ)એ ભારતમાં કેટલાક પ્રોજેક્ટ્સ હાથ ધરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. ‘ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી’- જીટીયુ અને ડીએમયુ વચ્ચે અગાઉ થયેલા કરારની દિશામાં આગેકદમ તરીકે સ્ટાર્ટઅપ સિસ્ટમ અંતર્ગત SME નર્સરી અને ગ્રામીણ ગટરવ્યવસ્થા સહિત સ્વચ્છતાના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. તે ઉપરાંત મેનેજમેન્ટ (MBA)કોર્સમાં સંયુક્ત સંશોધન પ્રોગ્રામ્સ પણ શરૂ કરવામાં આવશે.

image


બ્રિટનથી આવેલા ડીએમયુના પ્રતિનિધિમંડળે હાલમાં જ GTUની મુલાકાત લીધી. જ્યાં તેમણે તેઓએ જીટીયુના વાઈસ ચાન્સેલર ડૉ.અક્ષય અગ્રવાલ સહિત ટીમ સાથે ચર્ચાવિચારણા કરી.

GTU ચાંદખેડા કેમ્પસમાં યોજાયેલી આ બેઠકમાં ડીએમયુના વાઈસ ચાન્સેલરે જણાવ્યું, “ભારતના વડાપ્રધાને વર્ષ ૨૦૨૦ સુધીમાં ગ્રામ્ય વિસ્તારો સહિત સમગ્ર દેશમાં ગટરવ્યવસ્થાની સુવિધા પૂરી પાડવાની જાહેરાત કરી છે. ગ્રામીણ ગટરવ્યવસ્થા સ્થાપવા આવશ્યક એન્જીનિયરીંગ જ્ઞાન પૂરૂ પાડવા જીટીયુના સહયોગમાં કામ કરવા અમારા વિદ્યાર્થીઓ તૈયાર છે.” અહીં એ ઉલ્લેખનીય છે કે, વિશ્વકર્મા યોજના હેઠળ જીટીયુના વિદ્યાર્થીઓ આશરે ૩૬૦ ગામડાઓને આવરી ચૂક્યા છે. તેમણે સ્ટાર્ટઅપના સંયુક્ત પ્રોજેક્ટ્સ હાથ ધરવા અને એસએમઈ નર્સરીમાં મદદ કરવા પણ તૈયારી દર્શાવી હતી.