વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સને સ્ટાર્ટઅપ્સને વાસ્તવિક સ્વરૂપ આપવા GTUની અનોખી પહેલ, કર્યા ૩ સંસ્થાઓ સાથે કરાર

વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સને સ્ટાર્ટઅપ્સને વાસ્તવિક  સ્વરૂપ આપવા GTUની અનોખી પહેલ, કર્યા ૩ સંસ્થાઓ સાથે કરાર

Wednesday October 21, 2015,

1 min Read

એન્જીનિયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવાની સાથે જ પોતાના સ્વપ્નો સાકાર કરી શકે, કોલેજ તરફથી આપવામાં આવતા પ્રોજેક્ટવર્કને સ્ટાર્ટઅપમાં ફેરવી શકે તે માટે GTUએ ‘ગુજરાત વેન્ચર ફાઈનાન્સ લિમિટેડ’, ‘સ્ટાર્ટઅપ વિલેજ’, ‘માઈકા ઇન્કયુબેટર’ સાથે હાથ મિલાવ્યા છે.

image


સાથે જ GTUના વાઈસ ચાન્સેલર ડૉ.અક્ષય અગ્રવાલે જણાવ્યું કે વિદ્યાર્થીઓના સપોર્ટ માટે એવા સેન્ટર્સ પણ વિક્સ્વવામાં આવશે જેમાં તમામ યુનીવર્સીટીના વિદ્યાર્થીઓ અને ઉદ્યોગસાહસિકો પોતાના સપના સાકાર કરવાની દિશામાં કામગીરી કરી શકશે. GTU તરફથી સ્ટાર્ટઅપને સફળ બનાવવા અનેક બેઠકો અને વર્કશોપ્સનું આયોજન કરવામાં આવ્યું છે. ઉદ્યોગલક્ષી માનસિકતા ધરાવતાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને પીઠબળ પૂરૂં પાડવા 500થી વધુ કોલેજીસમાં ખાસ પગલાં પણ લેવામાં આવ્યા છે.

image


તો વિદ્યાર્થીઓ માટે ફાયદો કરાવતી બીજી બાબત એ પણ છે કે GTU તરફથી ટેકનોલોજી બિઝનેસ ઇન્કયુબેટરની પેનલ બનાવવામાં આવી છે. જેની સાથે વિદ્યાર્થીઓ સંકળાઈ શકે છે અને સાથે જ વિદ્યાર્થીઓ ટેકનોલોજી આંત્રપ્રિનીયોરશિપમાં Minor અને Specialization એમ બે પ્રકારનાં ખાસ કોર્સ કરી શકશે.

હાલમાં GTUએ ગુજરાત રાજ્ય સરકારને પણ અનુરોધ કર્યો છે કે ગુજરાતના તમામ મોટા શહેરોમાં સ્થાનિક વિદ્યાથીઓ, તાલીમ આપનાર વ્યાવસાયિકો અને શિક્ષકોને સાનુકૂળ રહે એવા વિસ્તારમાં ઓછામાં ઓછી ૨૦ હજાર ચો.ફૂટ જગ્યા ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી GTU વિદ્યાર્થીઓ સેન્ટર્સ બનાવી શકે. આવા પગલાથી સામાજિક આંત્રપ્રિનીયોરશિપને પ્રોત્સાહન મળે તેમજ ગુજરાતના જિલ્લાઓના વિદ્યાર્થીઓમાં પણ કંઇક નવું કરવાના ગુનો કેળવાય.