ગરીબ મહિલાઓ માટે પ્રેરણાની રોશની છે ‘ચેતના’

ગરીબ મહિલાઓ માટે પ્રેરણાની રોશની છે ‘ચેતના’

Wednesday October 14, 2015,

6 min Read

મહારાષ્ટ્રની સતારા જિલ્લાના મસવાડ ગામની મહિલાઓનું એક ટોળું રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ઓફિસર્સ સામે બેઠું હતું. તેમની માંગ હતી કે તેમને બેંક ચલાવવા માટેનું લાઇસન્સ આપવામાં આવે. હા, એ વાત અલગ હતી કે તેમની આ માંગને છ મહિના પહેલાં જ ફગાવી દેવામાં આવી હતી, કારણ કે તે સમયે મહિલાઓની માંગ હતી કે તેઓ અભણ છે માટે બેંકિંગ કામો માટે તેમના અંગૂઠાના નિશાનને મંજૂર કરવામાં આવે. આ માટે તેમની માંગને ફગાવી દેવામાં આવી હતી. ફરી એક વાર આ મહિલાઓ એકત્ર થઇને પાછી આવી. તેમાંથી એક મહિલાએ કહ્યું કે તમે અમારી માંગ એટલા માટે ફગાવી દીધી હતી કારણ કે અમે અભણ છીએ, પરંતુ આજે અમે ભણી ગણીને અહિયાં બેઠા છીએ. આ મહિલાઓએ તે ઓફિસરને કહ્યું કે તેઓ અભણ છે તેમાં તેમનો શું વાંક છે. તેઓ જ્યાં રહે છે તે ગામડામાં કોઇ સ્કૂલ જ નથી. એટલું જ નહીં, આ મહિલાઓએ બેંકના ઓફિસરને ચેલેન્જ આપી કે કોઈ ચોક્કસ મૂળ રકમ પર કેટલું વ્યાજ કાઢવાનું છે તે અમને કહો અને સાથે સાથે તમે તમારા કર્મચારીને પણ કહો. આ સવાલનો જવાબ અમે અને તમારા કર્મચારીઓ પણ શોધે. પછી જુઓ કે કોણ જલદી તમારા સવાલનો જવાબ આપે છે.

મહિલાઓમાં આ વિશ્વાસ જોઇને ચેતના વિજય સિન્હાને ખ્યાલ આવી ગયો હતો કે તેમણે મહિલાઓના વિકાસ અને સંગઠન માટે જે ‘માન દેસી ફાઉન્ડેશન’ બનાવ્યું છે તે તેમનો એકદમ સાચો નિર્ણય હતો.

image


છ મહિના પહેલા આ મહિલાઓ ઉદાસ થઇ ગઇ હતી, પરંતુ ત્યારથી જાણે બધું જ બદલાઇ ગયું. બસ આવી રીતે 1997માં માન દેસી બેંકની સ્થાપના થઇ. આ એક કો-ઓપરેટિવ બેંક છે. જે મહિલાઓ માટે, મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે. આ બેંક મહારાષ્ટ્રની માઇક્રો ફાઇનાન્સ બેંક્સમાંની એક છે.

ચેતનાનો જન્મ મુંબઇમાં થયો હતો. પરંતુ લગ્ન બાદ તેમના પતિ વિજય સિન્હા સાથે મસવાડ ગામમાં જઇને રહેવું પડ્યું. ચેતના માટે તેમની જિંદગીમાં સાર્વજનિક અને સામાજિક કારણોએ એક ખાસ જગ્યા બનાવી છે. તેમની અને તેમના પતિની મુલાકાત જયપ્રકાશ આંદોલન સમયે થઇ હતી. હા, એ વાત અલગ હતી કે એક શહેરથી ગામડાં સુધીની સફર ખૂબ મુશ્કેલીભરી હતી.

ચેતનાએ જીવનમાં એવું પહેલી વાર જોયું કે ગામડાંમાં સાર્વજનિક પરિવહન માટે લોકોને કલાકો સુધી રાહ જોવી પડે છે, એટલું જ નહીં ગામડામાં વીજળી ના રહેવી એ તો જાણે એક સામાન્ય બાબત હતી. જ્યારે બીજી બાજુ ચેતના મુંબઇમાં મોટી થયેલી હતી માટે ગામડાંની જિંદગી તેમના માટે ખૂબ જ અલગ હતી. પરણેલી સ્ત્રી હોવાના કારણે લોકો તેમની પાસે એવી આશા રાખતા કે તેઓ મંગલસૂત્ર પહેરે પરંતુ તેઓ નારીવાદી આંદોલન સાથે જોડાયેલા હોવાથી તેમણે ક્યારેય મંગલસૂત્ર પહેર્યું નહીં. આજે તેઓ એક નાનકડા કસ્બાનો હિસ્સો બની ગયા છે. ખાસ કરીને ત્યારે જ્યારે તેમણે માન દેસી ફાઉન્ડેશનની રચના કરી.

image


બસ, શરૂ થયો એક નવો અધ્યાય...

આ નવા અધ્યાયની શરૂઆત 1986-87માં થઇ, જ્યારે સંસદે પંચાયતી રાજબિલમાં કેટલાંક નવા સંશોધનો કર્યા. જેના દ્વારા પંચાયતમાં મહિલાઓને 30 ટકા આરક્ષણ આપવામાં આવ્યું. ચેતનાએ ગામડાની મહિલાઓને જાગૃત કરી અને તેમના માટે એક ફાઉન્ડેશનની રચના કરી, જ્યાં મહિલાઓને સ્થાનીય સ્વશાસન અંગે જાણકારી આપવામાં આવતી. એક દિવસ એક લુહાર મહિલા કાંતા અમનદાસ આવી જેણે ચેતનાને કહ્યું કે મારી આ થોડી જમાપુંજી છે જે હું બેંકમાં જમા કરાવવા માંગું છું. પરંતુ બેંકે તેમનું એકાઉન્ટ ખોલવા માટે ના પાડી દીધી છે કારણ કે તેમની પૂંજી ઘણી ઓછી છે. આ વાત સાંભળીને ચેતનાને ઘણું આશ્ચર્ય લાગ્યું. તેઓ વિચારમાં પડી ગયા કે નાની બચત કરનાર મહિલાઓ પોતાની પૂંજી ક્યાં સુરક્ષિત કરી શકે. ત્યારે તેમણે નક્કી કર્યું કે તે મહિલાઓ માટે એક એવી બેંક ખોલશે જેથી કાંતાબાઇ જેવી બીજી મહિલાઓ પણ પોતાની પૂંજી તેમાં જમા કરી શકે. ગામડાની મહિલાઓ પણ તેમને આ કાર્યમાં મદદ કરવા માટે તૈયાર થઇ ગઇ. પરંતુ કેટલીક મહિલાઓ એવી પણ હતી કે જે બેંકમાં જઇને પોતાની રોજની મજૂરી બગાડવા માંગતી ના હતી. આ માટે ચેતનાએ અને બેંકના કર્મચારીઓએ મહિલાઓના ઘેર ઘેર જઇને સેવા આપવાનું નક્કી કર્યું. પરંતુ અહિંયા મુશ્કેલી એ હતી કે કે જો મહિલાઓના પતિને ખબર પડે કે તેમના ખાતામાં કેટલા રૂપિયા છે તો તેઓ તે રૂપિયા દારૂમાં ઉડાડી દેશે. આ માટે તેમણે મહિલાઓને સ્માર્ટ કાર્ડ આપ્યું, જેના દ્વારા મહિલાઓ લોન પણ લઇ શકતી.

image


ગામડાની મહિલાઓ કેવી રીતે બની શિક્ષિત?

એક દિવસ ગામડાંની એક મહિલા બેંકમાં આવી અને તેણે સેલફોન ખરીદવા માટે લોનની માંગણી કરી. તેણે જણાવ્યું કે તે જ્યારે બકરીઓ ચરાવવા માટે જાય છે ત્યારે કેટલીક વાર બહું દૂર નીકળી જાય છે. ત્યારે તેના ઘરના લોકોને ચિંતા ના થાય તે માટે તેને ફોન ખરીદવો છે. આ ઉપરાંત તે મહિલાએ ફોન કેવી રીતે વાપરવો તે અંગે પણ જાણકારી લીધી. જેના દ્વારા ચેતનાને લાગ્યું કે ગામડાંની મહિલાઓ અભણ છે, ત્યારે માન દેસી ફાઉન્ડેશને મહિલાઓને શિક્ષિત કરવા માટે ઓડિયો વિઝ્યુઅલનો ઉપયોગ કર્યો. મહિલાઓ માટે અલગથી રેડિયો સ્ટેશન પણ ખોલ્યા.

ગ્રામીણ મહિલાઓ બની ચેતનાની શિક્ષક!!!

ચેતના કહે છે કે આ મહિલાઓ તેમની શિક્ષક છે કારણ કે આ મહિલાઓ દ્વારા જ તેમને જીવનમાં શું શું કરવું જોઇએ તેની પ્રેરણા મળતી ગઇ છે. કરાણ કે આ મહિલાઓ પાસેથી તેમને દરરોજ કંઇકને કંઇક નવું શીખવા મળ્યું છે. એક દિવસ કેરાબાઇ નામની એક મહિલા ચેતના પાસે બેંકમાં પોતાના દાગીના લઇને આવી અને કહ્યું કે તે આ દાગીના ગિરવે મુકવા માંગે છે. કારણ કે તેના પશુઓ માટે તેને ચારો ખરીદવો છે. ત્યારબાદ કેરાબાઇએ ચેતનાને ગુસ્સાથી કહ્યું કે લોકોને ભણતર આપ્યા સિવાય તમારી આજુબાજુ શું થઇ રહ્યું છે તેનો તમને ખ્યાલ નથી. ત્યારે ચેતનાએ તેને આ વાતનો મતબલ પૂછ્યો ત્યારે કેરાબાઇએ કહ્યું કે આપણા પૂરા વિસ્તારમાં પાણી નથી. અને આજુબાજુના નદી તળાવો પણ સુકાઈ ગયા છે. તમે તો પૂરી દુનિયા ફરો છો તમને ખબર નથી કે ખાધા પીધા વગર પશુઓ કેમના જીવશે. તે મહિલાની વાત સાંભળ્યા બાદ ચેતનાને રાત્રે ઊંઘ ના આવી. તેણે પોતાના પતિ સાથે વાત કરીને બીજ દિવસે જ પશુઓને પાણી પીવડાવવા માટેના કેમ્પનું આયોજન કર્યું ,પરંતુ ત્યારે તેમને ખ્યાલ ના હતો કે તે પશુંઓને કેવી રીતે ચારો અને પાણી આપશે. પરંતુ એક મહિનામાં જ 7000 ખેડૂતો અને 14 હજાર જાનવર તે કેમ્પમાં આવ્યા. ગામડાના લોકોએ પણ તેમની મદદ કરી. પાણી માટે કૂવા ખોદવામાં આવ્યા અને દૂર દૂરથી ટ્રક ભરીને ચારો પણ આવવા લાગ્યો. ચેતનાનું કહેવું છે કે તેમને આ માટે લોકોની ઘણી મદદ મળી અને તેમની મદદના કારણે જ આ કેમ્પ તેઓ દોઢ વર્ષ સુધી ચલાવી શક્યા.

ચમત્કાર પણ માનવા લાગ્યા!

એક સમયે આ કેમ્પમાં એક ગર્ભવતી મહિલા આવી, ત્યારે ચેતના તેને જોઇ ગભરાઇ ગયા અને તેણે તે મહિલાને તરત જ તેની માતા સાથે ત્યાંથી પોતાના ગામડે પાછા ફરી જવાની સલાહ આપી. પરંતુ તે મહિલાએ કહ્યું કે તેના ગામમાં પાણી નથી. તે મહિલાએ ત્યાં કેમ્પમાં જ બાળકને જન્મ આપ્યો અને આને એક ચમત્કાર કહેવાય કે નસીબ ખબર નહીં પણ તે બાળકના જન્મ બાદ તુરંત જ ખૂબ વરસાદ પડ્યો. ત્યારે ત્યાં હાજર લોકોએ તે બાળકનું નામ મેઘરાજ પાડ્યું અને બધા લોકોએ દસ દસ રૂપિયા એકઠા કર્યા અને 70 હજાર રૂપિયા ભેગા થઇ ગયા અને ફાઉન્ડેશને પણ તેમાં 30 હજાર રૂપિયા ઉમેરી તે બાળકના નામે 1 લાખની એફડી કરી. આજે આ ફાઉન્ડેશનમાં હાર્વર્ડ અને યેલ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ પણ આવે છે અને તેમનું બિઝનેસ મોડલ શીખે છે. કારોબારી શિક્ષણની સાથે મહિલાઓ લોન આપવાનું પણ કામ કરે છે પછી ભલે તે કોઈને સાઈકલ ખરીદવા જોઈતી હોય કે પછી સ્કૂલમાં ભણતી છોકરીને.