તમે પાર્ટી કરો, બૅંક્વેટ હોલ બુક કરશે UrbanRestro

0

બૅંક્વેટના હોલના બુકિંગ માટે ધક્કા ખાવાની ઝંઝટમાંથી હવે તમે મુક્ત થઇ શકો છો. કારણ કે UrbanRestro દ્વારા 150થી પણ વધારે બૅંક્વેટ હોલ તથા 200 જેટલી રેસ્ટોરન્ટની જાણકારી હવે માત્ર એક ક્લિક દ્વારા મળી શકશે.

ઇન્ટનેટના યુગમાં આમ સામાન્ય રીતે કોઇ પણ રેસ્ટોરન્ટ કે હોટલનું બુકિંગ સરળતાથી કરાવી શકાય છે, પરંતુ જ્યારે કોઇ ઇવેન્ટનું આયોજન કરવું હોય ત્યારે તેના માટેની જગ્યા વ્યક્તિએ પોતે જ શોધવી પડતી હોય છે. આવા સંજોગોમાં તમે ઇન્ટરનેટ પર જ બૅંક્વેટ હોલના નંબર શોધતા હોય છે. ફોન પર વાત નક્કી થઇ જાય તો તે જગ્યા જોવા જાઓ અને પછી ભાવતાલ કરીને તે હોલ બુક કરાવો છો. બરાબર ને?

2012 ડિસેમ્બરમાં થઇ UrbanRestroની શરૂઆત

UrbanRestroએ આ વાત પર પોતાનુ ધ્યાન ક્રેન્દ્રિત કર્યું અને બૅંક્વેટ હોલ બુકિંગ માટે આવતી દરેક મુશ્કેલીઓને દૂર કરવાનો એક નવો પ્રયાસ શરૂ કર્યો. બૅંક્વેટ હોલના બુકિંગ માટે UrbanRestroની સેવાને બેસ્ટ માનવમાં આવે છે. UrbanRestroની સ્થાપના શ્રીતીએ કરી હતી. તેમની બેસ્ટ સર્વિસના કારણે તેઓ અન્ય પ્રતિસ્પર્ધિઓની તુલનામાં બે ડગલા આગળ છે. શ્રીતીએ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને તે ટેક મહિન્દ્રામાં નોકરી કરતી હતી. નોકરી દરમિયાન કંપની દ્વારા જે વિવિધ પ્રકારના પ્રોગ્રામનું આયોજન થતું હતું તેમાં શ્રીતી વધારે રસ લેતી હતી. નોકરી છોડી તેણે એમબીએનો અભ્યાસ કર્યો અને એમબીએની સ્ટડી પૂર્ણ કર્યા બાદ તેઓએ એચસીએલમાં નોકરી શરૂ કરી. અઢી વર્ષ એચસીએલમાં નોકરી કર્યા બાદ લગભગ 2012 ડિસેમ્બરમાં એચસીએલને અલવિદા કહીને તેઓએ UrbanRestroની શરૂઆત કરી.

UrbanRestroની મુંબઇ, અમદાવાદ અને પૂના સિવાય અન્ય કેટલાક શહેરોમાં પણ તેઓની ઉપસ્થિતિ છે. UrbanRestroએ 150થી પણ વધારે બૅંક્વેટ હોલ અને 200 જેટલી રેસ્ટોરેન્ટ સાથે ગઠબંધન કર્યું છે.

UrbanRestro વેબસાઇટની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે ગ્રાહકોને વિવિધ બૅંક્વેટ હોલને વિવિધ માપદંડના આધારે તુલના કરવાનો ચાન્સ આપે છે. જેમાં બૅંક્વેટ હોલની ક્ષમતા, ફૂડ ફેસેલિટી, પાર્કિગ સુવિધા, અન્ય કેટલીક વસ્તુઓના આધાર પર ગ્રાહક પોતાની પસંદનો બૅંક્વેટ હોલ બુક કરાવી શકે છે.

અન્ય ઉદ્યમીઓની જેમ શ્રીતીને પણ આ કામ શરૂ કરતા પહેલા અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સૌથી મોટી મુશ્કેલી હતી પૈસા, જે પહેલા દર મહિને શ્રીતીને પગારના રૂપમાં મળતા હતા જે હવે મળવાના ના હતા. આ ઉપરાંત પરિવારના સભ્યોને નવા કાર્ય માટે સમજાવા પણ એક મોટો પડકાર હતો. પરંતુ શ્રીતીએ આ બંને બાબતોને સરળતાથી સંભાળી લીધી હતી.

UrbanRestroના કામની શરૂઆત થઇ ત્યારે તેમની સાથે 13 લોકોની ટીમ હતી. હાલ તેમની વેબસાઇટમાં રોજે રોજ 50 હજાર લોકો વિઝિટ કરે છે અને 700 દૈનિક બ્લોગના વાંચકો છે. આ ક્ષેત્રમાં UrbanRestroની મુખ્ય સ્પર્ધા MeraVenue અને VenuePandit સાથે છે. હાલમાં કંપની અન્ય લોકોને પણ પોતાની સાથે જોડવાની યોજના બનાવી રહી છે. આ ઉપરાંત તેમનું માનવું છે કે સતત પ્રગતિ માટે ટીમ સિવાય અન્ય સભ્યોની પણ સલાહ લેતા રહેવું જોઇએ.


લેખક- આદિત્ય ભૂષણ દ્વિવેદી

અનુવાદક- શેફાલી કે. કલેર

Related Stories