પિતાની સલાહ પર છોડી અમેરિકાની નોકરી, આજે છે આંતરરાષ્ટ્રીય કંપનીની માલિક!

પિતાની સલાહ પર છોડી અમેરિકાની નોકરી, આજે છે આંતરરાષ્ટ્રીય કંપનીની માલિક!

Wednesday October 14, 2015,

5 min Read

કોઇ પણ કાર્યમાં સંતોષ મળે તે દરેક વ્યક્તિ માટે અત્યંત જરૂરી હોય છે. પણ જો કોઈ પોતાના કામથી સંતુષ્ટ ના હોય તો એવું પણ બને કે તે વ્યક્તિ એક એવા રસ્તા પર ચાલી પડશે જે તેના માટે તો શ્રેષ્ઠ હશે જ પરંતુ સાથે સાથે અન્ય કેટલાંયેને એક રાહ ચીંધી જાય. ડૉક્ટર સુશિલ શાહે 1980માં મેડિકલ સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન કર્યું પરંતુ તે દેશની સસ્વાસ્થ્ય સેવાઓથી સંતુષ્ટ નહોતા. તેમણે નક્કી કરી લીધું કે તેમના દર્દીઓનો ઇલાજ એક નવી ટેક્નોલોજીના ઉપયોગથી કરશે જે બજારમાં પણ ઉપલબ્ધ હશે. આ માટે તેઓ અમેરિકા ગયા. ત્યાં જઈ ફેલોશિપની સાથે સાથે ત્યાં દર્દીઓની સારવાર માટે કેવી ટેકનોલોજીનો ઉપયોગ થાય છે તેની પણ તપાસ કરી. જ્યારે તેઓ ભારત પરત ફર્યા ત્યારે તેમણે પેથોલોજી લેબોરેટરીની સ્થાપના કરી. ડૉક્ટર સુશિલે આ કામ તેમના ઘરના ગેરેજથી શરૂ કર્યું અને રસોડાને પોતાનું ક્લિનિક બનાવ્યું.

image


આજની તારીખે આપણે ભલે થાઇરોઇડ અને ફર્ટીલિટી ટેસ્ટ વિશે જાણતા હોઇએ. પરંતુ 1980માં આ બાબતની જાણકારી બહુ ઓછા લોકોને હતી. ડૉ.સુશિલ એ પ્રથમ વ્યક્તિ હતી જેમણે આ પ્રકારના ટેસ્ટ કરવાની શરૂઆત કરી. તેમણે આ કામ ખૂબ જ નાના પાયે શરૂ કર્યું હતું અને આજે તેમના આ કામને તેમની 35 વર્ષની પુત્રી અમીરા સંભાળી રહી છે. ઇન્ટરનેશનલ લેવલ પર પ્રસિદ્ધ બની ચૂકેલી આ કંપની જેની શરૂઆત પેથોલોજી લેબોરેટરીથી થઇ હતી તે આજે 2000 કરોડ રૂપિયાની કંપની બની ગઇ છે!

પિતાની સલાહથી અમીરા ભારત આવી

અન્ય યુવાનોની જેમ અમીરાને પણ ૨૧ વર્ષની ઉંમરે નહોતી ખબર તે જીવનમાં શું કરવા માંગે છે. અમીરાએ ન્યૂયોર્ક ખાતે ‘ગોલ્ડમેન સાક્સ’ માટે કામ કરતી હતી. પરંતુ તે પણ પોતાના કામથી ખુશ નહોતી. પરંતુ ન્યૂર્યોક તેને વધારે પસંદ હતું આ માટે જ ત્યાં તેણે અન્ય કંપનીમાં નોકરીની શરૂઆત કરી. અહિંયા પણ તે તેના કામથી સંતુષ્ટ ન હતી અને આ અંગે તેણે તેના પિતા પાસેથી સલાહ માગી. તેના પિતા ડૉ.સુશિલે જ્યારે અમીરાને પૂછ્યું કે તે ભવિષ્યમાં કયા ક્ષેત્રમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે, ત્યારે અમીરા પાસે આ પ્રશ્નનો કોઇ જવાબ નહોતો. ડૉ.સુશિલે કહ્યું કે અમીરાને કહ્યું કે જો માત્ર રૂપિયા જ કમાવવા હોય તો અમેરિકા જ યોગ્ય છે પણ જો આપણા કામની અન્ય લોકો પર અમીપ છાપ છોડે તેવું કરવું હોય તો ભારત પાછા ફરવી જોઈએ. અમીરાએ તેના પિતાની વાત સાંભળી અને વર્ષ 2001માં ભારત પાછી ફરી.

image


અમીરા ભારત તો પાછી ફરી પરંતુ તેને પોતાના આ નિર્ણય અંગે મૂંઝવણ હતી. કારણ કે તેના પિતાની કંપનીમાં બધા જ નિર્ણયો તેના પિતા લેતા અથવા તો પિતાની કોઈ વિશ્વાસુ વ્યક્તિ. આ ઉપરાંત કંપનીમાં કોમ્પ્યૂટર કે પછી ઇન્ટરનેટની પણ કોઇ સુવિધા ના હતી. અમીરાએ જોયું કે કંપનીમાં માત્ર એક વ્યક્તિ છે ફોન પર બધાને જવાબ આપ્યા કરે છે. અને આવી રીતે કંપનીનું વિસ્તરણ શક્ય ન બની શકે.

ટેકનોલોજીનો ઉપયોગથી લેબોરેટરીને બનાવી આધુનિક

ડૉ.સુશિલ શાહની લેબોરેટરી સાઉથ મુંબઇમાં 1500 વર્ગ ફૂટ વિસ્તારમાં ચલાવવામાં આવતી. સુશિલ શાહની ઇચ્છા હતી કે તેમની લેબોરેટરીની અનેક શાખાઓ હોય જે ભારતમાં ઘણી જગ્યાએ ફેલાયેલી હોય પરંતુ તેમ કેવી રીતે કરવું તે તેમને સમજાતું ન હતું. ત્યારે અમીરાએ આ કામમાં બદલાવ લાવવાનું નક્કી કરી લીધું. સૌથી પહેલા તેણે નક્કી કર્યું કે તે આ લેબોરેટરીને એક કંપનીનું રૂપ આપીને જ ઝંપશે. જેના માટે તેમને નવા લોકો, નવી ટેકનોલોજી અને સાધનોની જરૂર હતી. પરંતુ પિતાની મંજૂરી વગર તેમ કરવું શક્ય નહોતું. જેના માટે અમીરાએ સૌથી પહેલા ગ્રાહક સેવા કેન્દ્રમાં કામ કરવાની શરૂઆત કરી, જ્યાં તેણે પેશન્ટની તકલીફોને સમજવાનો પ્રયત્ન કર્યો.

image


અમીરાને ખ્યાલ આવી ગયો કે 25 વર્ષથી તેમના પિતા જે લેબોરેટરી ચલાવી રહ્યાં છે તે ઘણી પ્રખ્યાત છે. અને તેને વધારે આગળ લઇ જવા જરૂરી હતું કે અન્ય લેબોરેટરીઝ કરતા પોતાની લેબોરેટરીમાં કંઇક વિશેષ હોય. આ માટે સૌથી પહેલા તો તેમણે પોતાની લેબોરેટરીનું નામ ડૉ.સુશિલ શાહથી બદલીને ‘Metropolis’ રાખી દીધું. હવે અમીરાને એક એવી કંપનીની જરૂરિયાત હતી જે તેમની આ લેબોરેટરી સાથે કામ કરે અને 2004માં તેમણે ચેન્નઇની એક લેબોરેટરી સાથે કરાર કર્યો. ડૉ.શ્રીનિવાસ અમીરાના માપદંડ પ્રમાણે યોગ્ય હતાં. ત્યારબાદ આ સિલસિલો ચાલુ થયો અને ત્યારથી લઇ આજ સુધી ‘Metropolis’એ 25 જેટલી ભાગીદારી કરી લીધી છે.

‘Metropolis’ને તેનું સૌપ્રથમ રોકાણ વર્ષ 2006માં મળ્યું. આ રોકાણ કરનાર કંપની હતી ICICI. ત્યારબાદ 2010માં ઘણી અમેરિકાની કંપનીઝે ‘Metropolis’માં મોટું રોકાણ કર્યું. અમીરાનું કહેવું છે કે તેમને રૂપિયાની જરૂરિયાત વધારે હતી કારણ કે તેઓ બીજી કંપનીના શેર્સને ટેકઓવર કરવા માંગતી હતી જે કોઇની પાસેથી ઉધાર લઇને લીધેલી મૂડીથી કરવું મુશ્કેલ હતું. ‘Metropolis’ એ થોડા સમય પહેલા જ ‘વારબર્ગ પિંક્સ’માં પોતાની ભાગીદારી મેળવી છે.

image


7 કરોડથી 500 કરોડ સુધીની સફર

‘Metropolis’ની સફળતાનો પાયો તો વર્ષ 2006 પહેલા જ નાખી દેવામાં આવ્યો હતો. 2002માં કંપનીની આવક (એક લેબ દ્વારા) 7 કરોડ રૂપિયા હતી અને તેમાં 40થી 50 વ્યક્તિઓ કામ કરતા હતાં. પરંતુ પાછલા 13 વર્ષોમાં ‘Metropolis’ના 800 સેન્ટર્સ અને 125 લેબોરેટરી, 7 દેશોમાં ફેલાયેલા છે. કંપનીની વર્ષની આવક 500 કરોડ રૂપિયા છે. જ્યારે કંપનીની વેલ્યૂ રૂ.2000 કરોડથી પણ વધારે છે. આજે ‘Metropolis’નો બિઝનેસ મુંબઇ, ચેન્નઇ અને કેરલામાં મુખ્ય રૂપે ચાલી રહ્યો છે. આ ઉપરાંત, શ્રીલંકામાં વર્ષ 2005માં, મધ્ય પૂર્વ એશિયામાં વર્ષ 2006માં અને આફ્રિકામાં વર્ષ 2007થી આ કામની શરૂઆત થઇ હતી.

અમીરા કહે છે કે, “દરેક દેશનું વાતાવરણ, ત્યાંની સિસ્ટમ અલગ અલગ હોવાથી અનુભવો પણ ઘણાં અલગ અલગ રહ્યાં છે. ‘Metropolis’એ સફળતાની સીડી ચડતા પહેલા નિરાશાજનક સ્થિતિનો પણ સામનો કરવો પડ્યો છે.” જ્યારે પણ નિષ્ફળતા મળી છે ત્યારે તેઓ હંમેશા પોતાનો રસ્તો બદલી નાખતા અને ફરીથી પરિસ્થિતિનો સામનો કરવામાં લાગી જતા.

સ્વાસ્થ્યસેવા ક્ષેત્ર ઘણું જૂનું છે અને તેમાં પુરુષોનો એકાધિકાર વધુ છે. જ્યારે એક યુવા મહિલા આ સેવાને ગંભીરતાથી લે ત્યારે તેને ઘણી મુશ્કેલીઓને સામનો કરવો પડે છે. આ ઉપરાંત, અમીરા પાસે મેડિકલ લાઇનનો પણ કોઇ અનુભવ નહોતો. પોતે એક મહિલા બોસ હોવાના કારણે પણ કેટલીયે વાર અમીરાને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

અમીરાના કહેવા પ્રમાણે દરેક મહિલા પોતાની તાકાતથી વાકેફ હોય તે જરૂરી છે. જેથી કોઇ પણ સંજોગોનો સામનો મજબૂતીથી કરી શકાય. ભવિષ્ય અંગે વાત કરતા અમીરા જણાવે છે, “Metropolisએ પાછલા 2-3 વર્ષ દરમિયાન કર્મચારીઓને લગતી સુવિધાઓ, વિતરણ, નેટવર્ક અને સેલ્સમાં રોકાણ કર્યું છે. જેથી હવે અમને આશા છે કે પરિણામ વધુ સારું આવશે. ગ્રાહકોનો વ્યવહાર અને તેમની વિચારશક્તિ પણ પહેલા કરતા ઘણી બદલાઇ છે.” અમીરાને ઇચ્છા છે કે તે તેમના આ બિઝનેસમાં સમય પ્રમાણે જરૂરી બદલાવ લાવતા રહશે. તે તેમના આ બિઝનેસને અન્ય દેશોમાં સ્થાપવાની પણ ઇચ્છા ધરાવે છે.