4 હજાર મૉમ્સ અને એક્સપર્ટ્સ સાથે, MotherHen બાળઉછેર સંબંધિત સમસ્યાઓમાં તમારી મદદ કરશે

એક યુવાન માતા માટે રાત્રે જ્યારે તેનું બાળક સતત રડે છે, અને ચૂપ ન રહે એ એક ચિંતાનો વિષય બની રહે છે!

0

એક મિત્રની જેમ જણાવું છું, કે જ્યારે બાળકનો જન્મ થાય છે, ત્યારે કોઈ પણ માતા-પિતા તેમની સામે આવતી વિવિધ સમસ્યાઓથી અજાણ હોય છે. નવાં બનેલા માતા-પિતાને જોઈતી ઊંઘ, કે બાળ ઉછેરમાં કોઈની મદદ, અથવા તો બાળકનાં સતત રડવાનાં કારણે એક ‘મ્યૂટ’ બટન, કે પછી એક રિવાઈન્ડ બટન! એક મિત્ર તરીકે મેં લોકોમાં નિરાશાથી તણાવ સુધી બધું જ જોયું છે. નાની અને દાદી પાસેથી મેળવવામાં આવતાં પાક્કા ઉકેલો પણ ઘણી વાર કામ નથી આવતાં. કેટલીક મેડિકલ વૅબસાઈટ્સ પર, અત્યંત જટીલથી સરળ એવી લગભગ તમામ સમસ્યાઓનાં ઉકેલ આપેલાં હતાં, પણ ઘણી વાર એક માતાને આવા ઉકેલો નહી, પણ અન્ય નવી માતાઓનાં બે સારા શબ્દો સાંભળવા હોય છે, જેઓ પણ આવી જ સમસ્યાઓમાંથી પસાર થઈ હોય, અને તેમણે જાતે પોતાની સમસ્યાઓનો માર્ગ ઉકેલ્યો હોય. અદિતિ જુસ્સાવાલાનું MotherHen પ્લેટફોર્મ, એક એવું સમુદાય છે, જ્યાં બન્ને પ્રકારનાં ઉકેલો મળી રહે છે.

એક યુવાન માતા માટે, રાત્રે જ્યારે તેનું બાળક સતત રડે છે, અને ચૂપ ન રહે, એ એક ગંભીર સમસ્યા બની જાય છે. હું એક સ્થિતિમાંથી પસાર થઈ ચૂકી છું, જ્યારે હું આખી રાત જાગતી હતી, અને બાળકને શાંત કરવા વિશે ઘણાં લેખ વાંચતી હતી. કોઈ વ્યક્તિ સવારે 2 વાગે કોની મદદ માંગે, અને બાળકને કોના ભરોસે છોડે?

આનંદથી અરાજકતા સુધી

અદિતી જુસ્સાવાલા, ક્યારેય પોતાનાં જવાબ શોધવા માટે તેમનાં બૅડરૂમની બહાર નથી ગયાં. સિટી ઑફ જૉય (આનંદ) કોલકાતામાં, મારવાડી પરિવારમાં ઉછરેલાં અદિતીએ, તેમના માતા-પિતાને પોતાના ઉછેર સમયે જરાય તાણમાં નહોતાં જોયાં. તેઓ તેમનાં પરિવારજનોની સતત મદદનાં આભારી છે, જેઓ ઘરકામમાં મદદથી લઈને, બેબીસિટિંગ અને પેરેન્ટિંગ એડ્વાઈસ પણ આપતાં હતાં. અદિતી સ્વતંત્ર રીતે ઑસ્ટ્રેલિયામાં રહેતાં હતાં, જ્યારે તેઓ IT અને કૉમર્સ ક્ષેત્રમાં બેચલર્સ ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યાં હતાં. ત્યાર બાદ તેઓએ અલ્પ સમય માટે કૉર્પોરેટ ક્ષેત્રમાં પણ કામ કર્યું, તથા લગ્ન બાદ મુંબઈમાં સ્થાયી થતાં પહેલાં, તેઓ પાછા કોલકાતા આવી ગયાં. તેમણે મુંબઈમાં પોતાનાં પ્રથમ બાળકને જન્મ આપ્યાં બાદ, બાળ ઉછેર સંબંધિત સમસ્યાઓનો પહેલી વાર સામનો કર્યો.

અદિતી જણાવે છે,

"મુંબઈ જેવા શહેરમાં નવી માતા બનવું, શરૂઆતમાં ઘણું રોમાંચક લાગતું. પેરેન્ટિંગ વિશે મારા મનમાં આવતાં કોઈ પણ સવાલ માટે, હું શહેરનાં બેસ્ટ ચાઈલ્ડ એક્સપર્ટ સાથે વાત કરવા માગતી હતી, જોકે, ડૉક્ટર્સના ક્લિનિક પર લાગતી લાંબી લાઈનો અને લાંબી મુસાફરી કરવી પડતી હોવાનાં લીધે, મને કન્સલ્ટેન્સીની આ પ્રક્રિયા ઘણી પ્રતિકુળ લાગવા લાગી. મને દિવસમાં ગમે ત્યારે, કોઈ પણ જાતની તકલીફ વગર, એક્સપર્ટ એડ્વાઈસ જોઈતી હતી. બીજી એક ઈચ્છા હતી કે, મારા જેવી અન્ય માતાઓને મળું અને માતૃત્વ વિશે તેમના અનુભવો શેયર કરું."

તેમણે પેરેન્ટિંગ વિશે એક-મેક સલાહ મેળવવા માટે, ઘણાં ઑનલાઈન મીડિયા પર આશરો રાખ્યો. પણ તેઓ ઘણાં જ અવ્યવસ્થિત અને અનૌપચારિક લાગ્યાં.

એક વર્કિંગ મૉમ

જ્યારે તેઓ સમસ્યાનો ઉકેલ શોધી રહ્યાં હતાં ત્યારે, તેમના કૉર્પોરેટ ક્ષેત્રનાં અનુભવો, તેમના મનમાં ફરી ઉથલી આવ્યાં. 

“કોલકાતામાં, મેં કેટલીક IT ફર્મ્સમાં કામ કર્યું હતું, જેમાં મારે માલિકોને ડાયરેક્ટ રિપોર્ટ કરવું પડતું અને જરૂર પડે તો ઘણાં પ્રસંગે મલ્ટી-ટાસ્ક પણ કર્યું હતું. મારી અંદર સ્ટાર્ટઅપનું જુનૂન સવાર થઈ ચૂક્યું હતું.”

જ્યારે તેઓ તેમના પ્રોફેશનલ પડકારોનાં આનંદને મિસ કરી રહ્યાં હતાં, ત્યારે તેઓ, એક સ્ત્રીની પ્રોફેશનલ યાત્રામાં થતાં ભેદભાવોને નહોતાં ભૂલ્યાં. “મને યાદ છે, એક વાર હું કોલકાતાની એક મોટી IT કંપની માટે ઈન્ટર્વ્યું આપી રહી હતી, ત્યારે તેમણે મને કેટલાક પ્રશ્નો કર્યા હતાં, જેમ કે, તમે ઑફિસ આવવા માટે મુસાફરી કેવી રીતે કરશો? તમે આવી પરિસ્થિતિમાં કેવી રીતે કામ કરશો? ખરેખર, તેઓ મારા જેન્ડર પર ઈશારો કરી રહ્યાં હતાં. મને તે નોકરી ન મળી, કારણ કે, તેમને હું તે રોલ માટે ફિટ ન લાગી.”

વધુમાં, તેમણે તથા તેમનાં પતિએ ભેગા મળીને પોતાનું બિઝનેસ શરૂ કરવાનો વિચાર કર્યો હતો, અને ‘Oyyum’ નામની એક ડિજીટલ એજન્સી શરીઆત પણ કરી, જેમાં, વૅબ ડિઝાઈન અને ડેવેલોપમેન્ટ તેની સ્પેશિયાલિટી હતી. અદિતી આ વેન્ચરનું માર્કેટિંગ સંભાળતા હતાં. તેથી, સફળતા માટે, પાર્ટનરશિપ એક ટ્રાયડ અને ટૅસ્ટેડ ફોર્મ્યુલા છે.

આ તમામ આઈડિયાનાં લીધે, MotherHenની શરૂઆત થઈ. MotherHen, નવી માતાઓ માટે, એક ઑથૅન્ટિક માહિતી મેળવવાનો એક સ્ત્રોત છે, જેમાં તેમને તમામ માહિતી મળી રહે છે. “મેં મારા પતિને આ આઈડિયા જણાવ્યો, અને તેઓ પણ મારા વિચાર સાથે સંમત થયાં, અને અમે અમારી સંપૂર્ણ બચત, આ વેન્ચરને ઊભું કરવા પાછળ લગાવી દીધી."

“MotherHen, માત્ર મૉમ્સ માટે, એક મોબાઈલ-ઓન્લી કમ્યૂનિટી છે. આ કમ્યૂનિટીમાં મૉમ્સ એકબીજા સાથે જોડાઈ શકે છે, માતૃત્વ વિશે પોતાનાં અનુભવો શેયર કરી શકે છે, અને જ્યારે તેમને જરૂર હોય ત્યારે, ડૉક્ટર્સ તથા એક્સપર્ટ્સ પાસેથી અમૂલ્ય સલાહ-સૂચનો મેળવી શકે છે. નેટવર્ક પર અન્ય મૉમ્સને તમારો સવાલ પોસ્ટ કરો, અથવા એક્સપર્ટને સવાલ પૂછીને દિવસ-રાત જોયા વગર ઑથૅન્ટિક સલાહ મેળવો- જેમ કે, UK માં રહેતી એક ભારતીય માતાએ, એક દિવસ વહેલી સવારે MotherHen નો સંપર્ક સાધ્યો, જ્યારે તેના બાળકને બોવેલ ટ્રબલ હતું અને તેને તાવ આવતો હતો. તેઓ તેમના લોકલ ડૉક્ટર્સનો સંપર્ક નહોતાં કરી શકતાં, તેથી તેમણે અમારું ચેટ મૉડ્યૂલ ટ્રાય કર્યું. તેમને અન્ય માતાઓ પાસેથી શાંત રહેવાની સલાહ મળી. તેમણે અમારા બાળરોગ નિષ્ણાત સાથે પણ વાત કરી અને તેમની સમસ્યા માટે ટેલીફોનિક કન્સલ્ટેશન પણ મેળવ્યું.”

આ પ્લેટફોર્મ પર, બાળકો સંબંધિત પ્રવૃત્તિઓ તથા ડીલ્સ વિશે પણ અપ-ટૂ-ડેટ માહિતીની સૂચી ઉપલબ્ધ હોય છે. અદિતી જણાવે છે, 

“તમારી આસપાસની બેસ્ટ પ્રિ-સ્કૂલ શોધવાથી લઈને, ડાયપર્સ પર બેસ્ટ ડીલ અથવા, તમારા 5 વર્ષનાં બાળક માટે યોગ્ય પ્રવૃત્તિની માહિતી, ઍપને બ્રાઉસ કરવાથી તમારા મોટાભાગનાં સવાલોનાં જવાબ મળી રહેશે."
MotherHen ની અંદર
MotherHen ની અંદર

આ એક જજમેન્ટ ફ્રી ઝોન છે

“મોમ્સ ઓન્લી કમ્યૂનિટી હોવાનાં લીધે, MotherHen ની ટીમ એ વાતની કાળજી રાખે છે કે, દરેક મેમ્બર્સ માતા અથવા માતા બનનાર સ્ત્રી હોય. અમે તેમને એક એવું પ્લેટફોર્મ આપવા માંગીએ છીએ, જ્યાં તેઓ તેમની સમસ્યા શેયર કરવા વિશે સુરક્ષિત તથા કમ્ફર્ટેબલ મહેસૂસ કરે. આજે ભારતમાં ઘણાં કપલ્સ ન્યૂક્લીઅર સેટઅપમાં રહે છે, તથા ઘણી માતાઓ મેટરનિટી લીવ પછી ફરી કામ પર જઈ રહી છે, અને તેઓ એક સાથે માતા, પત્ની અને વહુ જેવા ઘણાં રોલ્સ નિભવવાનો પ્રયત્ન કરી રહી છે. તેમની મૂંઝવણ એ છે કે, અપરાધ ભાવ વગર કામને પણ બેલેન્સ કરવા જતાં, તમની પાસે પોતાના બાળકો માટે યોગ્ય સમય નથી હોતો. બીજી એક સમસ્યા જે યુવા માતાઓને સતાવી રહી છે, તે છે કે, જૂની પેઢી સાથે પેરેન્ટિંગની આઈડિયોલૉજીમાં મતભેદ થવો, અને બદલાતા સમયમાં પેરેન્ટિંગ વિશે પોતાના પોઈન્ટ ઑફ વ્યૂ ને સમજાવવો.”

ઍપને લોન્ચ કરતા સમયે, મનમાં એક આશંકા હતી કે લોકો આ પ્રોડક્ટને અપનાવશે કે નહીં. અદિતી અને ટીમે, મુંબઈના સમૃદ્ધ વિસ્તારોમાં, માત્ર 200 મોમ્સ સાથે એક ટેસ્ટ રન કર્યો હતો, જેથી તેમને પોતાની ઍપ વિશે ફીડબેક મળી શકે. તેમને એ વાત જાણીને આનંદ થયો કે, તેમની કમ્યૂનિટીને અન્ય બકગ્રાઉન્ડ તથા વિસ્તારોની મોમ્સ પણ પસંદ કરી રહી હતી, અને તેથી તેમની ઍપને મળતા સકારાત્મક પ્રતિભાવોના લીધે, તેમણે તેમના માર્કેટિંગ પ્રયત્નોને વધાર્યા. તે વાત ઘણી પ્રેરણાદાયી હતી અને તેમના માર્કેટિંગ પ્લાનમાં ફેરબદલ કરીને, અન્ય મોટા તથા ટૂ ટીયર શહેરોમાં વિસ્તાર કરવા માંગે છે.

એ શબ્દ છે, 'માં'

ઑક્ટોબર 2015થી શરૂઆત કર્યા બાદ, તેમણે અત્યાર સુધી 4,000 માતાઓને એકબીજા સાથે જોડાઈને પેરેન્ટિંગ વિશે માહિતગાર નિર્ણયો લેવામાં મદદ કરી છે. અમારી ઍપને શરૂ કરતાં પહેલાં, અમને કેટલાક પાસાઓ ચકાસવામાં થોડો સમય લાગ્યો, જોકે, પાછલા કેટલાક મહિનાઓમાં, અમે દર મહિને 100% ની વૃદ્ધિ જોઈ રહ્યાં છીએ. તેમની પાસે કેટલાક રિવેન્યુ મૉડલ્સ છે, જે કમ્યૂનિટીનાં વધુ વિસ્તાર થયાં બાદ શરૂ કરવામાં આવશે, જેમાં, પેઈડ લિસ્ટિંગ્સનું એક કોમ્બિનેશન હશે, સ્પોન્સર્ડ કન્ટેન્ટ હશે, ઈ-કૉમર્સ અને અફિલિએટેડ કમિશન્સ હશે.

જીવનની વિડંબણા એ છે કે, તેઓ પણ એક માતા છે, અને અન્ય માતાઓનું જીવન સરળ બનાવવા માટે કાર્ય કરી રહ્યાં છે, જેનો મતલબ છે કે, એક માતા તરીકે તેમણે પણ કેટલાક બલિદાન આપવા પડે છે. 

“અન્ય કોઈ પણ માતાની જેમ, મારો 2 વર્ષનો દિકરો, મારી નબળાઈ છે. કામ તથા જીવનને બેલેન્સ કરવું સરળ નથી. મારો દિકરો જ્યારે કહેતો હોય કે, ‘મમ્મી મને મુકીને ના જઈશ’, તે સમયે તેને ‘બાય’ અત્યંત મુશ્કેલ થઈ પડે છે. પણ મને મારા પરિવારનો ઘણો સાથ મળ્યો છે. અંતે, ઉદ્યોગસાહસિક માતા તરીકેની મારી યાત્રા ઘણી પડકારજનક રહી છે. અહીં મળનારી સફળતાનો સ્વાદ, કોઈ પણ MNCમાં મળનારા મોટી રકમવાળા પે-ચેક કરતાં મીઠો છે. મારા માટે સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે, એક સારા મનુષ્ય બનવામાં જ સફળતા છે, સમાજમાં યોગદાન આપવું, અને તમે વાતમાં વિશ્વાસ ધરાવતાં હોવ, કે જે કાર્ય પ્રત્યે પૅશનેટ હોવ તેને કરવું. અગર આ મંત્રને મનમાં રાખવામાં આવે, તો અન્ય ભૌતિક ફાયદાઓ આપમેળે મળી જશે.”

વૅબસાઈટ, ઍન્ડ્રોઈડ ઍપ, iOS

લેખક- બિંજલ શાહ

અનુવાદક- નિશિતા ચૌધરી

Related Stories