'યુવા પ્રેરણા યાત્રા' એક એવી યાત્રા જેના દ્વારા તમે બની શકો છો સફળ ઉદ્યોગસાહસિક

0

તમે જીવનમાં અનેક પ્રકારની યાત્રાઓ કરી હશે, અને ઘણી બધી યાત્રાઓ અંગે સાંભળ્યું પણ હશે. પરંતુ શું તમે ક્યારેય એવી યાત્રા વિશે સાંભળ્યું છે, જે યાત્રા કર્યા પછી તમારી જિંદગી બદલાઇ ગઇ હોય! તમારા જીવનને એક નવી દીશા મળી ગઇ હોય! જે યાત્રા પછી તમને સમજાઇ ગયું હોય કે તમારે જીવનમાં આગળ શું કરવું જોઇએ. તમે કઇ રીતે એક સારા ઉદ્યોગસાહસિક બની શકો છો તેને લગતી પણ એક યાત્રા થાય છે. અમે અહીં તમને એક એવી જ યાત્રા વિષે જણાવવા જઇ રહ્યા છીએ જે દર વર્ષે યોજાય છે અને આ યાત્રાનું નામ છે 'યુવા પ્રેરણા યાત્રા.'

આઇ ફોર નેશન અંતર્ગત બીએચયુના એક્સ સ્ટુડન્ટસ રિતેશ ગર્ગ અને નવીન ગોયલ યુવા પ્રેરણા યાત્રાનું આયોજન કરે છે. અને પોતાની આ યાત્રાના માધ્યમ દ્રારા તેઓ ઉદ્યોગસાહસિક બનવાનું જુનૂન ધરાવતા યુવાનોને એકત્ર કરે છે. આ યુવાનોની મુલાકાત સફળ લોકો સાથે કરાવવામાં આવે છે, જે અન્યો માટે ઉદાહરણરૂપ હોય. રિતેશ ગર્ગ ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના રૂડકીના મંગલૌર ગામના રહવાસી છે. ત્યાં જ રહીને તેઓએ પોતાનું શિક્ષણ શિક્ષા પૂર્ણ કર્યું છે. યોરસ્ટોરી સાથે વાત કરતા રિતેશ કહે છે,

"ગ્રેજ્યુએશન કરતી વખતે મને લાગ્યું કે મારે જીવનમાં કઇંક અલગ કાર્ય કરવું છે, નોકરી ક્યારે પણ મારા ગજાની બાબત નહોતી. મનમાં આઇએએસ બનવાની ઇચ્છા જાગૃત થઇ અને કોચિંગ માટે હું દિલ્હી પહોંચ્યો. ત્રણ વર્ષની મહેનત પછી મેં લેખિત પરિક્ષા પાસ કરી લીધી પરંતુ ઇન્ટરવ્યુમાં મને અહેસાસ થયો કે મારી કિસ્મતમાં કઇંક જુદું જ લખાયેલું છે. મેં એમબીએ કરવાનું નક્કી કર્યું અને અઢી મહિનાની મહેનતથી મેં કેટ ક્લિયર કરી એડમિશન મેળવી લીધું."

એમબીએ કર્યા પછી કેટલીક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાઇને ગુજરાત અને રાજસ્થાનના આદિવાસી વિસ્તારોમાં કામ કર્યું. મેં જોયું કે અહીં ગરીબી છે અને ખેડુતોની સ્થિતિ તો ખૂબ જ દયનીય છે. તેથી મને વિચાર આવ્યો કે, ગામડાના બાળકો માટે કઇંક કરવું જોઇએ. ગામડાના લોકોને રોજગાર આપાવવાના આશયથી તેઓએ સમગ્ર દેશના 3 હજાર ગામડાઓની મુલાકાત લીધી.

રિતેશ વધુમાં જણાવે છે, 

"મને અચાનક વિચાર આવ્યો કે, પાણી અને જવાની (યુવા ધન)ને એકબીજા સાથે જોડી દેવુ જોઇએ જેથી કરીને બન્ને એકબીજાનો વિકલ્પ બને. પરંતુ પર્વતીય વિસ્તારોમાં રહેતા લોકો ઉદ્યોગસાહસિકતા તરફ વધારે ધ્યાન નથી આપતા મોટા ભાગના યુવાનો સરકારી નોકરી મેળવવા માગે છે."

ત્યારબાદ રિતેશ ગર્ગે એક પ્રોગ્રામ ડિઝાઇન કર્યો જેનું નામ 'યુવા પ્રેરણા યાત્રા'  રાખવામાં આવ્યું. તેઓએ 100 લોકોની પસંદગી કરી. આમાંથી 50 લોકો હિમાલયી વિસ્તારોના વતની યુવાનો હોય છે જ્યારે અન્ય 50 લોકો દેશના અન્ય વિસ્તારોથી આવતા હોય છે. આનો હેતુ છે, ગામડાના લોકોને એવા યુવાનો સાથે જોડવા જેઓ ટેક્નિકલ અને મેનેજમેન્ટનું જ્ઞાન ધરાવતા હોય. જેથી કરીને બન્ને એકબીજાથી કઇંક શીખી શકે. આ ઉપરાંત રિતેશે એવા લોકોની શોધ કરી જેઓએ પોતાના ઇનોવેટિવ આઇડિયાના જોરે લોકોનું ધ્યાન ખેંચ્યું હોય. ત્યારબાદ તેઓ પસંદ કરેલા 100 યુવાનોની મુલાકાત ઇનોવેટર્સ સાથે કરાવે છે.

તેઓ જ્યારે પોતાની યાત્રા માટે યુવાનોની પસંદગી કરે છે ત્યારે તેમની શૈક્ષણિક લાયકાત કરતા વધારે યુવાનોમાં રહેલા કઇંક નવું કરવાના જુસ્સાને વધુ મહત્વ આપે છે. રિતેશ છેલ્લા ત્રણ વર્ષથી આ યાત્રા ચલાવી રહ્યા છે. રિતેશના કહ્યા પ્રમાણે અંદાજે 35 ટકા લોકોએ આ યાત્રાનો લાભ મેળવીને ઉદ્યોગસાહસિકતાનો માર્ગ અપનાવ્યો છે.

યુવા પ્રેરણા યાત્રાને કારણે જ બહરાઇચના રહેવાસી હિમાંશુ કાલિયાએ સ્થાનીક ગ્રામવાસીઓ સાથે મળીને ઇકો ટૂરિઝમનું કામ શરૂ કર્યું છે. અને આ વિસ્તારને ક્રોકોડાઇલ સેન્ચ્યુરી તરીકે ડેવલપ કર્યો છે. આજે વિદેશોથી લોકો અહીં ક્રોકોડાઇલ સેન્ચ્યુરી જોવા આવે છે.

આવી જ રીતે કાશ્મીરના રહેવાસી સુહાસ કૌલ પણ યુવા પ્રેરણા યાત્રાથી પ્રેરણા મેળવીને બેંગલુરુમાં પેઇન્ટિંગ પ્રદર્શન યોજે છે. આ તમામ ચિત્રો ગામડાના લોકો બનાવે છે અને વેચાણ દ્વારા જે આવક થાય છે તેના 80 ટકા ગામડાના લોકોને આપી દેવાય છે.

રિતેશના કહેવા પ્રમાણે, 

"યુવા પ્રેરણા યાત્રામાં ભાગ લેનાર યુવાનોની મુલાકાત એવા લોકો સાથે કરાવવામાં આવે છે જેઓએ જીવનમાં પડકારો ઝીલીને પોતાના ઇનોવેટિવ વિચારોના દમ પર એક મુકામ હાંસલ કર્યો હોય. યુવાનો આવા ઇનોવેટર્સ સાથે સવાલ જવાબ કરી સકે છે. જેથી કરીને તેમને કંઇક નવું શીખવા મળે અને આત્મવિશ્વાસ વધે."

જો કોઇ વ્યક્તિ રિતેશ અને એમની ટીમ પાસે નવીન આઇડીયા લઇને આવે છે ત્યારે રિતેશ અને ટીમ ઇનોવેટરને ગાઇડ કરે છે કે, આ આઇડીયા પર વધુ સારી રીતે કામ કઇ રીતે કરી શકાય. વર્ષ 2013થી રિતેશ યુવા પ્રેરણા યાત્રાનું આયોજન કરી રહ્યા છે. આ યાત્રા સાત દિવસની હોય છે. અને સામાન્ય રીતે આ યાત્રામાં 100 યુવાનો ભાગ લેતા હોય છે. 

લેખક- હરીશ

અનુવાદક- YS ટીમ ગુજરાતી


Related Stories