સાલસા અને ફાયનાન્સથી UpCycling સુધી...

સાલસા અને ફાયનાન્સથી UpCycling સુધી...

Saturday October 17, 2015,

5 min Read

અપ-સાયકલિંગનું આ ક્ષેત્ર, ઉદ્યોગવૃતિનું એક આશાસ્પદ ક્ષેત્ર છે કારણ કે, વેસ્ટ મેનેજમેન્ટ દુનિયા માટે હંમેશા પડકારરૂપ ક્ષેત્ર રહેશે

અમિશિ શાહની ફાયનાન્સમાં સ્નાતક ડિગ્રી, ઈનટરનેશનલ મેનેજમેન્ટમાં માસ્ટરની ડિગ્રી તથા લૅટિન ડાન્સમાં સેમી-પ્રોફેશનલ હોવાની વાત સાંભળીએ ત્યારે તેમણે તેઓ મુંબઈમાં આર્ટિસ્ટિક વેસ્ટ રિ-સાયકલ કરવામાં કેમ જોડાયા એ વિચારીને આપણે થોડીક મૂંઝવણમાં પડી જઈએ.

image


અમિશિએ, કાંચ, પ્લાસ્ટિક તથા રિયૂઝ ના કરવામાં આવે તો પર્યાવરણને હાનિકારક નિવડે એવાં અન્ય પદાર્થોના ઉપયોગ દ્વારા, તેમાંથી સુંદર વસ્તુઓ બનાવવાનો અપ-સાયકલ પ્રોજેક્ટ શરૂ કર્યો. ફાયનાન્સ અને સાલસાનો ભલે આની સાથે સીધો સંબંધ ના હોય પણ, તેમણે જીવનમાં પસંદગીના રહસ્યમયી તર્કના રચના બિન્દુ જોડ્યાં છે. અમિશિ સમજાવે છે, "જ્યારે હું યુ.કેમાં મારી માસ્ટર્સ ડિગ્રી કરી રહી હતી, ત્યારે મેં એક ક્લાસમાં બધી કેસ સ્ટડીઝનો અભ્યાસ કર્યો હતો."

image


અમિશિના જીવનમાં, લૅટિન અમેરિકન ડાન્સ જ એકમાત્ર કલાત્મક ક્રિયા હતી. તેમણે ઘણાં આંતરરાષ્ટ્રીય સાલસા કૉન્ટૅસ્ટ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. આવી સ્પર્ધાઓએ, તેમને તેમનો આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરી છે, અને લોકો સાથે તાલ-મેલ કેવી રીતે જાળવવો એ પણ શીખવ્યું છે, પછી ભલે તે પોતાના ડાન્સ પાર્ટનર સાથે હોય કે પછી ટીમના સભ્યો સાથે.

બિઝનેસ તથા શોખનાં રૂપમાં, અપ-સાયકલિંગ હંમેશા અસ્તિત્વમાં રહ્યું છે. આ એક એવી પ્રોસેસ છે જેમાં, ભંગાર થઈ ગયેલી વસ્તુઓમાંથી, નવી વસ્તુઓ બનાવવામાં આવે. જોકે આ કાર્ય સદીઓથી કરવામાં આવે છે, છતાંય, વર્ષ 1990ની આસપાસ, એક જર્મન લેખક ગુંટર પૌલીએ, આ કાર્યને ઔપચારીક રીતે ઓળખાણ આપી. ઘણી વાર એવું બને છે કે, કોઈક વસ્તુને નામ આપવામાં આવે એટલે એની સાથે જોડાઈને તેના પર કામ કરવું તથા તેમાથી પૈસા કમાવવાનું સરળ થઈ જાય છે.

અમિશિ જણાવે છે કે, "વર્ષ 2013માં, જ્યારે હું યુ.કેથી ભારત આવી ત્યારે, મેં અપ-સાયકલિંગના આ વિચાર સાથે પ્રયોગ કરવાનું શરૂ કર્યું. મારી પાસે વધારે સમય પણ નહોતો અને અનુભવ પણ નહોતો, એટલે આ કામ અંધારામાં તીર મારવા જેવું હતું." છતાંય તેઓ ઘણાં ઉત્સાહી, વિશ્વાસ ધરાવતાં તથા તેમની નોકરી છોડીને તેમની તમામ તાકાત, અપ-સાયકલિંગના બિઝનેસમાં લગાવી શકવા માટે મક્કમ હતાં.

image


જોકે, ભંગાર સાથે કામ કરવું કંઈ મોંઘું નથી લાગતું પણ અમિશિ કહે છે, "તમે વિચારો છો તેના કરતાં પણ વધારે મૂડી રોકાણની જરૂર હોય છે. "અપ-સાયકલિંગ જેવા અવિકસિત ઉદ્યોગમાં ઘણાં પ્રયોગ કરી શકાય છે જેઓ ઘણાં મોંઘા છે તથા ઘણો સમય માંગી લે છે. આ વ્યવસાય શરૂ કરવા માટે મેં આ પૂર્વે કરેલી મારી નોકરીમાંથી થોડી બચત તથા કેટલાંક રોકાણનો ઉપયોગ કર્યોં હતો."

image


અમિશિનો લોકલ રદ્દીવાળો, તેમના માટે ભંગારના આ રૉ-મટીરિયલનો પ્રથમ સ્ત્રોત હતો. ત્યાર પછી શરૂઆત થઈ આસપાસના વિસ્તારોમાંથી વિવિધ સપ્લાયર્સને શોધવાની. "મારી પાસે સપ્લાયર્સની સીરિઝ છે જેઓ ભંગારને ભેગું કરીને તેને સઘન રીતે સાફ કરવામાં કાર્યરત છે."

અપ-સાયકલનો પ્રથમ પ્રોજેક્ટ કાંચ પર આધારીત હતો, કારણ કે તે સહેલાઈથી મળી રહે છે. જોકે, અમિશિ એક જથ્થાબંધ ઉત્પાદનનું મૉડલ અપનાવવાં માગે છે, પણ કાંચ તેના માટે કાર્યાત્મક નથી. તેઓ કહે છે, "તેમાં સુસંગતતાનું પ્રમાણ ઓછું હોય છે અને બગાડ ઘણો થાય છે. આમાં પરિવહન સંબંધી તકલીફો પણ છે, જેથી જ હું ધીરે-ધીરે તેમાંથી બહાર નિકળવાનો પ્રયત્ન કરી રહી છું." માર્કેટનો મોટો હિસ્સો આવરી લેવા માટે આ જ ક્ષેત્રનાં, હાલમાં ગ્રાહકોની ઓછી સંખ્યા ધરાવતાં વ્યવસાયો કરતાં અપ-સાયકલિંગને અલગ પાડવા માટે, મોટા પાયે ઉત્પાદન કરવું જરૂરી છે. કંપની પાસે નવું કૅટૅલોગ પણ છે, જે ટૅક-લક્ષી કંપનીઓને સંબોધિત કરવામાં આવલું છે. તેમાં ઈ-વેસ્ટથી બનાવાયેલાં કી-ફ્રેમ્સ, મધરબોર્ડ વિઝિટિંગ કાર્ડ હોલ્ડર્સ તથા અન્ય ઘણી ગિફ્ટ આઈટમ્સ છે, જેમને ઓછામાં ઓછી 100 પીસના જથ્થામાં ખરીદી શકાય છે.

image


અપ-સાયકલિંગના આ પ્રોજેક્ટની ફૂલ ટાઈમ ટીમ, તેમની તથા એક ઈન્ટર્ન સુધી જ સીમિત છે. "અમારા ડિઝાઈન કરવામાં આવેલાં દરેક પીસમાં, અલગ પ્રકારની નવીનતાની જરૂર હોય છે, અને એ ત્યારે જ હાંસલ કરી શકાશે, જ્યારે વિવિધ પ્રકારના મગજ એના પર કામ કરશે." હાંલમાં, અપ-સાયકલ પ્રોજેક્ટ ગ્રાફિક ડિઝાઈનર્સને કામ પર રાખી શકે તેમ નથી માટે, મોટા ભાગનું કામ બહારથી જ કરાવવામાં આવે છે.

અમિશિ જણાવે છે, “અમે હૈદરાબાદ, બેંગ્લુરુ, મુંબઈ, દિલ્હી, રાજૌરી, ગુડ઼ગાંવ, પુણે, ઈન્દોર, નાગપુર તથા અન્ય શહેરોમાં વ્યાપાર કરીએ છીએ. અમને અમારી પ્રોડક્ટ્સ માટે વિવિધ કંપનીઓ તથા અમારા ગ્રાહકો પાસેથી સારો પ્રતિસાદ મળ્યો છે."

image


અમિશિ કંઈક મોટું વિચારવામાં જરાય અચકાતી નથી અને કહે છે, “મારે ગિફ્ટના રિટેઈલ અને બલ્ક, બન્ને ક્ષેત્રોમાં ઝંપલાવવું છે અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં, જ્યાં સ્થિરતા માટેની જાગરૂકતા વધારે છે, તેનું અન્વેષણ કરવું છે. મારી ઈચ્છા હવે એ પડાવ પર પહોંચવાની છે, જ્યાં આવનારા 4-5 વર્ષમાં, કંપનીનું વાર્ષિક ટર્નઓવર લગભગ 5 કરોડનું હોય." તેઓ વધુ જણાવે છે, “એના પહેલાં મારે અમારી કાર્યપદ્ધતિ પ્રોડક્ટનું કૅટૅલોગ અને બૅક-એન્ડને વધુ ખામીરહિત બનાવવું પડશે." આ કારણે, તેઓ નજીકના ભવિષ્યમાં તેમના ફંડ્સ વધારવા નથી માંગતા.

અપ-સાયકલિંગનું આ ક્ષેત્ર, ઉદ્યોગવૃતિનું એક આશાસ્પદ ક્ષેત્ર છે કારણ કે, વેસ્ટ મેનેજમેન્ટ, દુનિયા માટે હંમેશા પડકારરૂપ ક્ષેત્ર રહેશે, ખાસ કરીને પ્રગતિશીલ દેશો માટે. ભારતમાં કચરાના નિકાલ માટે કોઈ યોગ્ય ઉકેલ નથી, કારણ કે તેનો હંમેશા ખુલ્લી જગ્યામાં, અધૂરી રીતે નિકાલ કરવામાં આવે છે, જે અત્યંત પ્રદૂષણયુક્ત છે.

image


અમિશિએ અમને જણાવ્યું કે, ભારતમાં વેસ્ટ મેનેજમેન્ટનું ક્ષેત્ર અવ્યવસ્થિત છે. મોટે ભાગે એક કાળા બજારી હાજર હોય છે, જે તેમને સારો માલ તથા સારી ક્વૉલિટીના સામાન ખરીદવાથી રોકે છે. તદુપરાંત, દુનિયાભરના માર્કેટમાં, અપસાયકલિંગનું ક્ષેત્ર હજી પણ ઘણું વિશિષ્ઠ ક્ષેત્ર છે, એટલે અમિશિએ, તેમના માલને વેચવાની સાથે-સાથે, પોતાના ગ્રાહકોના વિચારો પ્રત્યે સંવેદનશીલતા રાખવી પડશે.

કોઈ પણ ઉદ્યોગવૃતિમાં સમસ્યાઓ તો રહેશે જ. માર્કેટમાં ફરીને, વિવિધ દુકાનદારો તથા વિક્રેતાઓ સાથે વાતચીત કરીને અને ઓનલાઈન રિસર્ચ કરીને, અપસાયકલિંગ પ્રોજેક્ટ, મટીરિયલ સપ્લાય શોધીને શરૂઆત કરવામાં સક્ષમ રહ્યું છે. હવે એ જોવું રહ્યું કે, ફાયનાન્સનું જ્ઞાન, નૃત્યની ઉર્જા અને એક આંત્રપ્રન્યોરનો પાવર ભેગાં મળીને આ બિઝનેસને કેવી રીતે સફળ બનાવે છે.