ઑનલાઇન છૂટની મજા લેવી છે? ‘ડિસ્કાઉન્ટ મી’ એપ ડાઉનલોડ કરો ને....

ઑનલાઇન છૂટની મજા લેવી છે? ‘ડિસ્કાઉન્ટ મી’ એપ ડાઉનલોડ કરો ને....

Monday November 02, 2015,

3 min Read

દેશમાં જેમ-જેમ ઇન્ટરનેટ પોતાની પકડ મજબૂત બનાવી રહ્યું છે. તેમ-તેમ લોકોમાં ઑનલાઇન શોપિંગનો શોખ વધી રહ્યો છે. તેવામાં ગ્રાહકોની નજર વિભિન્ન વેબસાઇટસ પર મળનારી સારી ડીલ પર રહે છે. પણ ઘણીવાર ડીલના ફાયદા ઉઠાવવા માટે જરૂરી કૂપન કે પ્રોમો કોડ શોધવા માટે ઘણો સમય ખરાબ કરવો પડે છે. લોકોની આ તકલીફને સમજતા પ્રણય એરને ‘ડિસ્કાઉન્ટ મી’ નામની એપ બનાવી છે. જેથી લોકોને એક જ જગ્યાએ વિભિન્ન વેબસાઇટસ પર મળનારી છૂટની કૂપન કે પ્રોમો કોડ મળી જાય.

image


‘ડિસ્કાઉન્ટ મી’ એક કૂપન એપ છે. આ એપમાં ગ્રાહકોને વિભિન્ન વેબસાઇટસ પર ચાલતી ડીલ માટે ૧૦ હજાર કરતા વધારે કૂપન્સ અને ઓફર્સ જોવા મળે છે. આ એપ તેવા લોકો માટે ખાસ ફાયદાકારક છે જેઓ છાશવારે ઑનલાઇન શોપિંગ કરે છે. આ એપમાં ૧૨૦ કરતા પણ વધારે ઑનલાઇન સ્ટોર્સ જેમકે ફ્લિપકાર્ટ, મિંત્રા, જબોંગ, મેક માય ટ્રિપ અને બીજી ઘણી અન્ય વેબસાઇટસ સામેલ છે. આ એપમાં અલગ-અલગ વેબસાઇટસ પર મળનારી છૂટને ૪૦ ભાગોમાં વહેંચવામાં આવી છે તેમાં ટ્રાવેલ, લાઇફસ્ટાઇલ, કપડા, ઇલેક્ટ્રોનિક સામાન વગેરે સામેલ છે. આ એપમાં વિભિન્ન બેન્ક્સમાંથી મળનારી છૂટ માટે પણ અલગ શ્રેણી બનાવાઇ છે. આ એપમાં મળનારી છૂટમાં આઈસીઆઈસીઆઈ, સિટી બેન્ક, એસબીઆઈ વગેરેનો સમાવેશ થાય છે.

image


મોબાઇલમાં આ એપને ડાઉનલોડ કરવા માટે વધારે જગ્યાની જરૂર નથી રહેતી. આ એપ તમારા મોબાઇલમાં માત્ર ૩.૩ એમબી જગ્યા જ રોકે છે જ્યારે તે એન્ડ્રોઇડ ૨.૩૩ કે તેનાથી ઊપરના ફોન પર સરળતાથી કામ કરે છે. આ એપની વિશેષતા આ છે કે આ એપનો ઉપયોગ કરનારા માત્ર પોતાના ફીડબેક જ નથી આપી શકતા બલ્કે જો તેમને કોઇ સમસ્યા હોયતો તેઓ તેના વિશે પૂછી પણ શકે છે. એટલુ જ નહીં આ એપમાં તમે તમારી પસંદગીના કેટલાક સ્ટોરને હોમ સ્ક્રીન પર સંભાળીને રાખી પણ શકો છો, જેથી તમે જલ્દી અને સરળતાથી પોતાના સ્ટોરમાં જઇને શોપિંગ કરી શકો.

આ એપનું સૌથી ખાસ ફીચર છે ‘હૉટ કૂપન’. અહીં દરરોજ બીજી ઓફર્સની સાથે કેટલાક ખાસ સ્ટોર્સની કૂપન્સ પણ મળે છે જેમનો ઉપયોગ કરીને ફાયદો ઉઠાવી શકાય છે.

હાલ આ એપ 27કૂપન.કૉમ સાથે પણ જોડાયેલી છે

આ એપને સામાન્ય લોકો સુઘી પહોંચાડનારા પ્રણય એરન એક એન્જીનિયર છે. તેમણે ગૂગલ પ્લેસ્ટોર માટે ઘણી બધી એપ્સ બનાવી છે. એટલુ જ નહીં, તેઓ બેંગલુરુમાં એન્ડ્રોઇડ યૂઝર ગ્રુપની મદદ પણ કરે છે. જે વિશ્વનું બીજું સૌથી મોટું ગ્રુપ છે. પ્રણય માત્ર બેંગલુરુ જ નહીં બલ્કે તેની આસપાસ પણ એન્ડ્રોઇડ અને મોબાઇલ અંગે ઘણા કાર્યક્રમોનું આયોજન કરે છે. પ્રણય અત્યાર સુધીમાં પોતાના આ કાર્યક્રમોના માધ્યમથી લગભગ દોઢ હજાર કરતા વધારે લોકોને એન્ડ્રોઇડ એપ ડેવલપમેન્ટ પ્રોગ્રામની જાણકારી આપી ચુક્યા છે.

image


પ્રણય કહે છે, “અમે અમારી એપને વાઈફાઈ અને 3G પર પણ ઉપયોગમાં લીધી હતી જેના અમને સંતોષકારક પરિણામ મળ્યા હતાં. આ એપ ઉપયોગમાં ખૂબ જ સરળ છે. તેના ઘણાં બધાં ફીચર્સ લોકોની સમસ્યાઓને દૂર કરે છે.” ઉદાહરણ તરીકે, આ એપમાં કૂપન કોડ આપમેળે મોબાઇલમાં કોપી થઇ જાય છે. જોકે, આ એપમાં લોકેશનની નિશ્ચિત જાણકારી નથી આપવામાં આવતી. જેના કારણે આ એપ થોડી તકલીફ પણ ઉભી કરે છે.

જોકે, આ એપ ગૂગલ પ્લેસ્ટોરમાં નવી છે તેમ છતાં તેનું રેટિંગ ૪.૫/૫ છે. ઈ-કોમર્સના વધતા બજારને જોતા વધુ ને વધુ લોકો હવે ઑનલાઇન શોપિંગ તરફ વધી રહ્યા છે. ખાસ કરીને આપણે ભારતીયો તો છૂટ માટે ખાસ્સા ઉત્સાહિત રહીએ છીએ અને આ એપ આ ડિમાન્ડને સારી રીતે પૂરી કરે છે.