સરકારી નોકરી છોડી, સફળતાપૂર્વક ઍલો વેરાની ખેતી કરી કરોડપતિ બન્યો હરીશ ધનદેવ!

0


ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ પ્રમાણે હરીશનું વાર્ષિક ટર્નઓવર રૂ. 1.5 કરોડથી 2 કરોડની વચ્ચે છે. તેણે રાજસ્થાનના જૈસલમેરથી 45 કિલોમીટર દૂર ધૈસર ખાતે 'Naturelo Agro' નામની એક કંપની સ્થાપી છે. રણપ્રદેશમાં ઉગતા આ ઍલો વેરાનો મોટા ભાગનો જથ્થો, ઍલો વેરા જ્યુસ બનાવવા પતંજલી ફૂડ પ્રોડકટ્સને પહોંચાડવામાં આવે છે.

રણમાં ઉગતા આ ઍલો વેરાની ગુણવત્તા એટલી સારી હોય છે કે બંને, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેની ભારે માગ છે. પતંજલીના નિષ્ણાતો પણ આ ઍલો વેરાની ગુણવત્તા વખાણે છે. અને એટલે જ તેઓ વારંવાર હરીશને ઓર્ડર આપતા રહે છે.

ફોટો- ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, Cush Food
ફોટો- ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, Cush Food

ધનદેવના જણાવ્યા પ્રમાણે, તેને જૈસલમેર મ્યુનિસિપલ કાઉન્સિલમાં જુનિયર એન્જિનિયર તરીકે નોકરી મળી હતી. પણ તે હંમેશા ફિલ્ડ પર રહેવા માગતો હતો. તેની પાસે જમીન અને પાણી હતું પણ તેની સાથે શું કરવું તેની કોઈ સમજ નહતી. પણ દિલ્હીમાં આયોજિત એક્સ્પોની મુલાકાત દરમિયાન તેણે ઍલો વેરા, આમળા અને ગુંદાની ખેતી કરવાનું નક્કી કર્યું. સામાન્ય રીતે, રણમાં બાજરા, ઘઉં, મગ, રાઈ ઉગાડવામાં આવે છે, પણ તેણે કંઈક અલગ પાકની ખેતી કરવાનું નક્કી કર્યું. તેણે ઍલો વેરાની એક જાતિ ઉગાડવાનું નક્કી કર્યું જેની બ્રાઝિલ, હોંગ કોંગ અને અમેરિકામાં ભારે માગ છે. શરૂઆતમાં તેને 80 હજાર જેટલા રોપા વાવ્યા જે આંકડો આજે 7 લાખ સુધી પહોંચી ગયો છે. તેના કહેવા પ્રમાણે છેલ્લા ચાર મહિનામાં તેણે 125-150 ટન જેટલો ઍલો વેરા પલ્પ હરિદ્વારમાં આવેલી પતંજલી ફેક્ટરીમાં મોકલ્યો છે. 

અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

સમાજસેવાના આશય સાથે 'રૉકિંગ' નવનીત મિશ્રા કોલ્ડ પ્રેસ્ડ જ્યુસ બનાવે છે!

હોમપ્રેન્યોર કે જેણે ઘરના રસોડાને જ ઓર્ગેનિક શોપની ફેક્ટરી બનાવી દીધું!

હરિદ્વારના આ યોગગુરુ બહુરાષ્ટ્રીય કંપનીઓને હંફાવી રહ્યાં છે!

Related Stories