ForMyShaadi.com: લગ્નપ્રસંગે ભેટસોગાદ આપવાની પરંપરાને આપે છે ડિજીટલ સ્વરૂપ!

ForMyShaadi.com: લગ્નપ્રસંગે ભેટસોગાદ આપવાની પરંપરાને આપે છે ડિજીટલ સ્વરૂપ!

Tuesday May 17, 2016,

4 min Read

લગ્ન માટે ભેટની ખરીદવામાં મુશ્કેલી પડે છે. આપણા શ્રેષ્ઠ મિત્રને લગ્નની ભેટ આપવા સારામાં સારી ભેટ કઈ રહેશે તેના પર બહુ વિચાર કરવો પડે છે. તમારે વિશિષ્ટ અને ઉપયોગી ભેટ આપવી પડે છે. પણ ભારતમાં મોટા ભાગના નવયુગલોની એક જ ફરિયાદ છે કે તેમને તેમના લગ્નદિવસે મોટા ભાગની ભેટ એકથી વધારે સંખ્યામાં મળે છે અને પછી તેઓ વધારાની ચીજવસ્તુઓ અન્ય દંપતિઓને લગ્નમાં ભેટ તરીકે આપે છે.

જ્યારે ગયા વર્ષે સુધા મહેશ્વરીએ તેમના બેસ્ટ ફ્રેન્ડ માટે લગ્નની ભેટ ખરીદવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે આવી જ સમસ્યાનો સામનો કર્યો હતો. તેમણે આ માટે મદદ કરી શકે તેવી વેબસાઇટ શોધવાનો પ્રયાસ કર્યો હતો, પણ આ અંગે માર્ગદર્શન આપવા કોઈ વેબસાઇટ ઉપલબ્ધ નહોતી. એટલે તેમણે વેડિંગ ગિફ્ટ પ્લેટફોર્મ લોંચ કરવાનો નિર્ણય કર્યો હતો.

ફોરમાયશાદીની ટીમ

ફોરમાયશાદીની ટીમ


સુધાએ બ્રિટનમાં વોરવિક બિઝનેસ સ્કૂલમાંથી માર્કેટિંગમાં એમબીએ સાથે ઇકોનોમિસ્ટ છે. તેઓ સિટીબેંક, ડેલોઇટ અને ફિલિપ મોરિસમાં માર્કેટિંગ, સ્ટ્રેટેજી અને કમ્યુનિકેશન વિભાગમાં કામ કરતાં હતાં. પણ તેમણે ઊંચા પગારની નોકરી છોડીને પોતાનું કશું નવું કરવાનું વિચાર્યું અને ભારતમાં વેડિંગ ગિફ્ટ રજિસ્ટ્રીઝ શરૂ કરવાનો નિર્ણય લીધો.

તેમણે આ અંગે પરિવારના સભ્યો, મિત્ર અને પરિચિતો સાથે છ મહિના સુધી આ અંગે ચર્ચાવિચારણા કરી અને પછી ભારતમાં આ પ્રકારની સેવાની જરૂર હોવાનો અહેસાસ કર્યો.

પાશેરામાં પહેલી પૂણી

તેની શરૂઆત પ્રાયોગિક પ્રોજેક્ટ પ્લાન તરીકે થઈ હતી, જેમાં દેશમાં આ પ્રકારની સેવા માટે જરૂર છે કે કેમ તેનો માર્કેટ સર્વે સામેલ હતો. લોકોએ જબરદસ્ત પ્રતિસાદ આપ્યો હતો. સુધાને પણ અહેસાસ હતો કે દરેક લગ્નમાં નવદંપતિને તેમની પસંદગી વિશે તેમના અંગત મિત્રો પૂછે છે અને તેમની પસંદગીની ભેટ આપે છે. સાથી કર્મચારીઓ પણ નવદંપતિને કશું ઉપયોગી થાય તેવું આપે છે. હવે પહેલી વખત ભારતમાં ઔપચારિક રજિસ્ટ્રીઝની એન્ટ્રી થઈ રહી હતી.

સર્વે અને અભ્યાસોને આધારે સુધાએ ફેબ્રુઆરી, 2016માં ફોરમાયશાદી લોંચ કરી. તે લગ્ન કરનાર દંપતિઓ માટે વેડિંગ ગિફ્ટ ઇ-રજિસ્ટ્રી વેબસાઇટ છે. ફોરમાયશાદીના સ્થાપક અને સીઇઓ સુધા મહેશ્વરી કહે છે કે, “પ્લેટફોર્મનો આશય એક્સક્લૂઝિવ બ્રાન્ડનું ઓનલાઇન માર્કેટ પ્લેસ ઊભું કરવાનો છે અને નવદંપતિને વિશિષ્ટ અનુભવ આપવાનો છે. આ રીતે નવદંપતિને તેમના લગ્નના દિવસે ઇચ્છે છે તે ભેટ મળી શકે છે. અહીં તેઓ પોતાની મનપસંદ ભેટની યાદી બનાવી શકે છે, જે તેમને તેમના મિત્રો આપી શકે છે.”

તેઓ ઉમેરે છે કે એક વખત વિશલિસ્ટ તૈયાર થઈ જાય પછી તેઓ તેમના મિત્રો અને પરિવારજનોમાં વહેંચી શકે છે, જેઓ તેમના નજર ફેરવીને પોતપોતાની રીતે પસંદગી કરી શકે છે, ખરીદી કરી શકે છે અને લગ્નમાં ભેટ આપવાની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકે છે.

સુધાના જણાવ્યા મુજબ, વિવિધ બ્રાન્ડ, વેપારીઓ, વેડિંગ વિક્રેતાઓ, ઓનલાઇન ઇન્ફ્લુએન્સર્સ અને સાધારણ જનતાનો પ્રતિસાદ હકારાત્મક છે. તેમને આવો પ્રતિસાદ જળવાઈ રહેવાની આશા છે અને ભારતીય વેડિંગ્સમાં વેડિંગ રજિસ્ટ્રીઝ મારફતે ભેટ આપવાનો માર્ગ પ્રશસ્ત થશે તેવો વિશ્વાસ છે.

વ્યાવસાયિક ગણતરીઓ

સુધાએ 100,000 ડોલરના રોકાણ સાથે પ્લેટફોર્મની શરૂઆત કરી હતી. તેઓ કહે છે કે મોટા ભાગની રકમનું રોકાણ પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને મર્ચન્ટને બોર્ડ પર લેવામાં થયું હતું. પ્લેટફોર્મ માર્કેટપ્લેસ મોડલ પર ચાલે છે અને 60 બ્રાન્ડ જોડાઈ છે, જેની સાથે વેચાણ પર આવકની વહેંચણી થાય છે. તેઓ વેબસાઇટ પર દર મહિને 3,000 યુનિક હિટ મળવાનો દાવો કરે છે. સામાન્ય રીતે નવદંપતિઓ રૂ. 1,00,000થી રૂ. 2,00,000ની ભેટસોગાદો તેમની રજિસ્ટ્રી પર મૂકે છે અને તેમના 50થી 75 મિત્રો તથા પરિવારજનોને આ વિશલિસ્ટ જોવા ઇન્વાઈટ કરે છે.

“અમારા માર્કેટિંગ પ્રયાસો હજુ શરૂ જ થયા છે અને પ્રમાણમાં મધ્યમ છે, પણ ફંડિંગના આગામી રાઉન્ડમાં વધશે” 

તેમ સુધા કહે છે.

તેઓ ઉમેરે છે કે તૈયાર ઉત્પાદન અને બજારમાં સ્વીકાર્યતા સાથે તેઓ 500,000 ડોલરનું રોકાણ મેળવવા નજર દોડાવે છે, જે આ વિભાવના ફેલાવવા અને બ્રાન્ડ વિશે જાગૃતિ લાવવા માટે મદદ કરશે.

બજાર અને સ્પર્ધા

અત્યારે ઉદ્યોગના અંદાજ મુજબ, ભારતીય વેડિંગ ઉદ્યોગ રૂ. 100,000 કરોડનો છે અને વાર્ષિક 25થી 30 ટકાની વૃદ્ધિ સાથે વધે છે. ભારતમાં લગ્નનો અંદાજિત ખર્ચ રૂ. 5 લાખથી રૂ. 5 કરોડ વચ્ચે હોઈ શકે છે. અન્ય એક અંદાજ મુજબ, ભારતીય વેડિંગ ગિફ્ટ બજાર 40 અબજ ડોલરનું છે અને ઉદ્યોગ વર્ષે 25 ટકાથી વધારે વૃદ્ધિદરથી વધી રહ્યો છે.

આ સેગમેન્ટમાં ઘણી કંપનીઓ વેડિંગ ગિફ્ટ બજારમાં તકો શોધે છે. શાદિસાગા, ફ્લેબેરી, ગોગપ્પા જેવી ગિફ્ટિંગ વેબસાઇટ છે. ગયા વર્ષની શરૂઆતમાં લોંચ થયાના ત્રણ મહિનામાં શાદીસાગાએ આઉટબોક્સ વેન્ચર્સ પાસેથી રોકાણ મેળવ્યું હતું. ઉપરાંત અન્ય કેટલીક કંપનીઓ લગ્ન સાથે સંબંધિત ચીજવસ્તુઓના ઉદ્યોગને લક્ષ્યાંક બનાવી રહી છે. આ અંગે સુધા કહે છે,

“બજાર નોંધપાત્ર છે અને સુસંગત રીતે લગ્ન સંબંધિત ભેટસોગાદો માટે માગને ચેનલાઇઝ કરવાની વિશાળ સંભવિતતા છે,” 
તેઓ પડકારો વિશે જણાવે છે કે ભારતમાં વેડિંગ ગિફ્ટ રજિસ્ટ્રીઝ સંપૂર્ણપણે નવીન વિચાર છે. તેઓ કહે છે કે, ફોરમાયશાદીમાં અમારો ઉદ્દેશ લગ્નની ભેટસોગાદની ખરીદીને ચિંતામુક્ત બનાવવાનો અને મનોરંજક બનાવવાનો છે.

વેબસાઇટ

લેખક- તૌસિફ આલમ

અનુવાદક- કેયૂર કોટક

વધુ પ્રેરણાત્મક સ્ટોરીઝ વિશે જાણવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

RJની ગ્લેમરસ જોબ છોડી ડીજીટલ મીડિયામાં છવાઈ ટ્રેન્ડસેટર અદિતિ રાવલ!

કરોડોની નોકરી છોડી, અનેક નિષ્ફળતાઓનો સામનો કરી એક સફળ ઉદ્યોગસાહસિક બનેલા રાજુ ભૂપતિ

હજારો બેરોજગારોને રોજગાર પૂરો પાડી, પગભર બનાવે છે 'Helper4U'