કઠોર પરિશ્રમનાં કારણે, કૉર્પોરેટ જગતમાં ઉંચાઈએ પહોંચેલા પ્રેરણા લાંગાની રોમાંચક સફર

YES ફાઉન્ડેશનનું લક્ષ્ય છે, દેશનાં યુવાનોનો પુનરુધ્ધાર કરવો તથા તેમની પાસે ઉત્પાદક કાર્ય કરાવવું

કઠોર પરિશ્રમનાં કારણે, કૉર્પોરેટ જગતમાં ઉંચાઈએ પહોંચેલા પ્રેરણા લાંગાની રોમાંચક સફર

Thursday February 11, 2016,

7 min Read

મુંબઈનાં લોઅર પરેલમાં, ઈન્ડિયાબુલ્સ સેન્ટરમાં સ્વિશ YES ફાઉન્ડેશન ફ્લોર પરની કોર્નર ઓફિસ, જેમાંથી શહેરનાં સુંદર દ્રશ્ય દેખાય છે, તે ઓફિસ પોતાની સફળતાનો પુરાવો આપે છે; પણ તેની પાછળની વાર્તા, તેની સફળતાને વધુ મધુર બનાવી દેશે. તેની ખુરશી પર બિરાજમાન વ્યક્તિ, કલાકનાં અંતમાં મને ખાતરી આપે છે કે, જીંદગી ખૂબ સરસ થઈ જશે, અને જે લોકોને પોતાના સમયનો સદુપયોગ કરતા આવડે છે, તેમની માટે ફળદાયી પુરવાર થશે. હા, તેમનામાં લોકોનું આધ્યાત્મિક પાસુ બહાર લાવવાની કળા છે. તેમણે મારી સાથે પણ આવું જ કંઈક કર્યું. આ બધાની સાથે-સાથે, જીવનમાં સકારાત્મકતા લાવે એવા ઘણાં ટુચકાઓ તથા સફળતા, આત્મા અને આધ્યાત્મિકતા વિશેનાં જ્ઞાને, મારા હૃદયને 41 વર્ષનાં પ્રેરણા લાંગા સાથે જોડી દીધું. પ્રેરણા, એ સ્ત્રી છે, જેમણે YES બેન્કનાં YES ફાઉન્ડેશનને ઊભું કરવામાં મદદ કરી છે.

તેમનો જન્મ એક સામાન્ય કુટુંબમાં થયો હતો. નાની ઉંમરમાં જ પિતાના અવસાન બાદ, માત્ર સ્ત્રીઓ વાળા પરિવારમાં તેમનો ઉછેર થયો.

"મારું બાળપણ, ગર્વ, વિપુલતા અને સ્વતંત્રતામાં વિત્યું હતું. મારી માતા, મારા જીવનનો એક મજબૂત આધારસ્તંભ અને મારા આદર્શ હતાં. તેઓ પણ એક ઉદ્યોગસાહસિક હતાં. તેમણે તેમનું પોતાનું બ્યૂટી સલૂન શરૂ કર્યું હતું."

પ્રેરણાએ સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી વિજ્ઞાનનો અભ્યાસ કર્યો, SIES કૉલેજમાંથી MBA કર્યું અને આ ક્ષેત્રમાં તેમનાં પ્રથમ પગલાં મૂક્યાં.

આપણામાંથી ઘણાં લોકો કરે છે એમ, તેમણે નીચેથી શરૂઆત કરી. તેમણે મુદ્રા કમ્યુનિકેશન્સમાં ઈવેન્ટ ઓર્ગેનાઈઝિંગ, ડાયરૅક્ટ માર્કેટિંગ અને પ્રમોશનલ જોબ કર્યા. ત્યારબાદ, તેમણે એક વર્લ્ડવાઈડ PR એજન્સી WeberShandwick જોઈન કરી, જેમાં તેમણે ક્લાઈન્ટ્સ અને તેમની ક્રાઈસિસનો સારો અનુભવ મેળવ્યો. તેમનું સૌથી નોંધપાત્ર કાર્ય હતું, McDonald’s નો બીફ વિવાદ, જેમાં તેઓએ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ લોકો સાથે સંબંધો તથા સંપર્કને સાધવાનાં પોતાનાં કાર્ય વિશે જણાવતા કહે છે, 

"મને હંમેશા કંઈક એવું કાર્ય કરવું હતું, જે લોકો સાથે જોડાયેલું હોય."
image


આવા જ પ્રસંગોમાં એક પ્રસંગ એવો હતો, જ્યાં તેમણે લોકો સાથે જોડાણ સ્થાપિત કરવાનાં હતાં, જેના લીધે તેઓ આજે જે તેમની કારકિર્દી છે, તેનો પાયો નાંખી શક્યાં હતાં. તેમની મહેનત તેમને ICICI બેન્ક લઈ ગઈ, જ્યાં તેઓ માઈક્રોફાયનાન્સની ટીમમાં જોડાયા. તે એક ટર્નિંગ પોઈન્ટ હતો. મોઈક્રોફાયનાન્સમાં જરૂરિયાતમંદ લોકોને નાની લોન્સ આપવામાં આવે છે, તેથી મને લાગ્યું કે હું એવા લોકોને મળી શકીશ કે જેઓને મદદની અત્યંત જરૂર હોય. હું આંધ્ર પ્રદેશનાં ગૂનટૂર જીલ્લામાં એક પ્રોજેક્ટ પર, સંભવિત લાભાર્થીઓને મળવા ગઈ હતી. મેં, સાદા સલવાર કુરતા પહેર્યા હતાં, એ વિચારીને કે, હું અત્યંત વંચિત અને ગરીબ લોકોને મળવા જઈ રહી છું. પણ જ્યારે તેમના સમાજની સંસ્થા ‘સ્પંદન’ ની મુખિયા, સવારે 6 વાગે મને મળવા આવ્યાં ત્યારે, તેમણે સિલ્કની સાડી પહેરી હતી, અને સોનાનાં સુંદર ઝવેરાત પણ પહેર્યા હતાં.

"મને જે 20 મહિલાઓ સાથે મળવા આવી, તેમણે બધાએ ઘણાં સારા કપડાં પહેર્યાં હતાં. તેઓ તેમનાં બાળકો સાથે બેઠા હતાં, જ્યારે તેમના પતિઓ પાછળ ઊભા હતાં, જેથી સ્ત્રીઓ તેમનાં નિર્ણયો જાતે લઈ શકે. તેમનામાં ગર્વની લાગણી હતી. તેઓ તમામ ઉદ્યોગસાહસિક હતાં, તેઓ પૈસાની કિંમત જાણતા હતાં અને બિઝનેસ કેવી રીતે કરવો તે પણ તેમને આવડતું હતું. મને અહેસાસ થયો કે તેઓ ઘણાં સમજદાર હતાં. તેમને માત્ર તક અને પહોંચની ઉણપ હતી. તેઓને અમારી પાસે કોઈ મદદની જરૂર નહોતી. ખરેખર તો, તેઓ અમારી સાથે જોડાઈને, અમારા ઉપર જ અહેસાન કરી રહ્યાં હતાં. અમારા માટે, તેમને પહોંચ આપીને, તેમની સેવા કરવાની આ એક માનનીય તક હતી. તેથી, મારા જીવનનો આ એક ટર્નિંગ પોઈન્ટ હતો."

આ બનાવે, સામાજીક સેક્ટર પ્રત્યે તેમની આંખો ખોલી દીધી. આપણા દેશનાં હાંશિયામાં મૂકાઈ ગયેલા વિભાગને સક્ષમ બનાવવાનો નવો અભિગમ, તેમના જીવનનું ધ્યેય બની ગયો. ડૉ. નચિકેત મોર સાથે ICICI ફાઉન્ડેશનને ઊભું કરવા માટે, ICICIનાં તમામ સ્ટાફમાંથી, તેમની મદદ લેવામાં આવી હતી. 

"તે સમયે મારી કારકિર્દીમાં, આવું વિશાળ કાર્ય કરવું તે એક મોટો પડકાર હતો. મને મારી મેનેજમેન્ટ સ્કિલની તે સમયે જેટલી જરૂર તે સમયે પડી હતી, એટલી જરૂર એ પહેલાં ક્યારેય નહોતી પડી. પણ તેમના પ્રયત્નો ક્યારેય નકામા ન ગયાં હતાં. ટૂંક સમયમાં જ, તેમને YES બેન્ક માટે એવું જ કાર્ય સોંપવામાં આવ્યું જેવું તેમણે ICICI બેન્ક માટે કર્યું હતું. YES ફાઉન્ડેશનનો પાયો નાંખતાની સાથે જ, તેમને એક ખાસ પ્રકારનું સ્ટાર્ટઅપ બનાવવાનું કાર્ય આપવામાં આવ્યું, જેનાં નામ અને પ્રતિષ્ઠાને જાળવી રાખવાની હતી."

પોતાનાં અનુભવોથી સંતુષ્ટ, પ્રેરણા કહે છે,

"મારી પાસે કોઈ પણ સામાન્ય સ્ટાર્ટઅપ જેવાં જ પડકારો હતાં- જ્યાં મારી પાસે એવી અપેક્ષા રાખવામાં આવતી કે મને બધુ જ આવડતું હોય. પછી તે સંચાલન હોય, સેક્રેટરીયલ હોય, આર્થિક બાબત હોય, એક્ઝેક્યૂટિવ હોય અથવા ક્લેરિકલ કાર્ય હોય. મેં આ બધું જ કર્યું છે."

પ્રેરણાનાં માર્ગદર્શન હેઠળ, YES ફાઉન્ડેશનનું લક્ષ્ય છે, દેશનાં યુવાનોનો પુનરુધ્ધાર કરવો તથા તેમની પાસે ઉત્પાદક કાર્ય કરાવવું. 

"અમે યુવાનોને સામાજીક સમસ્યાઓથી રૂ-બ-રૂ કરાવવા માગીએ છીએ, જેથી તેઓ તેમના પૅશન અને ઉત્સાહનો બદલાવ લાવવાનાં કાર્યમાં ઉપયોગ કરે. તેમને સમસ્યાઓથી રૂ-બ-રૂ કરાવવાની સાથે-સાથે, તેમને તેનો ભારપૂર્વક અહેસાસ કરાવવો પણ જરૂરી છે. તેમને તેમની આસપાસનાં ખરા પડકારો બતાવવા પડશે, જેને તેઓ પોતાની માટે પડકાર સમજીને આગળ કાર્ય કરે."

તેઓ વધુમાં જણાવે છે,

"મારા મતે, મનુષ્યો માટે કોઈ અન્ય જરૂરીયાતની જેમ જ, અભિવ્યક્તિ પણ એટલી જ જરૂરી છે. અને મારા કામ સાથે, વ્યક્તિગત રીતે, હું યુવાનોને માત્ર અવાજ જ નથી આપવા માગતી, પણ અપ્રસિદ્ધ મહાન લોકોને આગળ લાવીને તેમની વાર્તા પર આતુરતાપૂર્વક ડોક્યુમેન્ટ્રી બનાવીને, યુવાનોને એટલા સક્ષમ બનાવવા માગુ છું, જેથી તેઓ એવા લોકોનો અવાજ બની શકે, જેઓ પોતે સક્ષમ નથી. અમે આ લક્ષ્ય અને સિદ્ધાંતને અમારા ઘણાં પ્રોજેક્ટ્સનાં હૃદયમાં રાખીએ છીએ."

તેમની યાત્રા દ્વારા મળેલી શીખ

1. કઠોર પરિશ્રમ

પ્રેરણા કહે છે, 

"વૃદ્ધિની ખરી ચાવી છે, સતત અને કઠોર પરિશ્રમ. મેં ખૂબ કઠોર મહેનત કરી છે. આમાં શોર્ટકટ નથી હોતાં, કોઈ સરળ રસ્તો પણ નથી હોતો, મને કૉર્પોરેટ સ્પેસમાં મારી પડખે ઊભા રહે એવા કોઈ ગૉડફાધર નહોતા. મેં જાતે જ આ બધું હાંસલ કર્યું છે, કઠોર પરિશ્રમ કરીને."

2. વ્યક્તિગત જીવન અને વ્યવસાયિક જીવનમાં સુમેળ

"મારી પ્રસન્નતા અને સફળતાનું કારણ એ છે કે, મારા વ્યવસાયિક ધ્યેય, મારા વ્યક્તિગત ધ્યેય સાથે જોડાયેલા છે. મને ભારતીય હોવાનો ગર્વ છે. હું માત્ર મારા પરિવારના કલ્યાણ માટે જ ફાળો આપવા નથી માગતી પણ, મારી આસપાસનાં લોકો માટે પણ સહાય કરવા માગું છું. અને હવે, જ્યારે મને આમ કરવાની તક મળી રહી છે, તો આખી જીંદગી હું આમ ન કરી શકું એવું કોઈ કારણ નથી. હું વ્યક્તિગત રીતે જે વસ્તુ કરતી આવી છું, આ તેનું એક એક્સટેન્શન જ છે."

તેમની ઑફિસની ચાર દિવાલોની બહાર, તેઓ પ્રાણીઓ માટેની કલ્યાણ સંસ્થાઓ, સ્ત્રી સશક્તિકરણ અને સિનિયર સિટીઝન્સ માટે પણ ફાળો આપે છે.

3. આધ્યાત્મિકતા

આર્ટ ઑફ લિવિંગની શિક્ષિકા તરીકે, અને એક એવી વ્યક્તિ તરીકે જેમણે 20 વર્ષથી મેડિટેશન કર્યું છે, એવા પ્રેરણા માને છે કે દરરોજ 20 મિનિટ મેડીટેશન કરવાથી ચોક્કસ લાભ થાય છે.

"આધ્યાત્મિકતાએ મને ઘણી શક્તિ આપી છે. આનાથી તમે સકારાત્મક બનવા તરફ ફોકસ કરી શકશો. હું મેડીટેશન શિખવાડું છું, કેમ કે કોઈ બીજા વ્યક્તિને સકારાત્મકતા આપવી અને તણાવથી મુક્તથી સારું લાગે છે. હું આની ભલામણ કરું છું. આ ગ્રહ પર આપણો સમય ઘણો સીમિત છે, અને આધ્યાત્મિકતા તમને જીંદગી દ્વારા આપવામાં આવતી વસ્તુઓમાંથી, ઉત્તમ વસ્તુ પસંદ કરવામાં મદદ કરે છે."

4. તમે જેવા છો, તેનું મૂલ્ય પારખો 

અને આમ કરીને, તેઓ સ્ત્રીત્વનાં આનંદને ખરા અર્થમાં માણે છે. 

"એક સ્ત્રી હોવું તે નસીબની વાત છે. ભગવાને તમને ઘણી કુશળતાઓ આપી છે. સ્ત્રીઓ ઘણી ચોકસાઈપૂર્વક કામ કરનારી હોય છે, અને તેમને દરેક કાર્ય હંમેશા પરફેક્ટ રીતે કરવું ગમતું હોય છે. માટે જ, એક સ્ત્રી સાથે કામ કરવાનું ઘણું ભયાવહ હોય છે, કારણ કે, અમે વિગતોને ઘણાં વળગીને રહીએ છીએ. અમે અમારા કાર્યમાં અમારો જીવ રેડી દઈએ છીએ, અને તેને અંગત કાર્ય સમજીને કરીએ છીએ."

5. ખુશ રહો પણ આરામ કરશો નહીં

"હું ઘણી યાત્રાઓ તથા આધ્યાત્મિક એકાંતવાસ પર જઉ છું. હું હંમેશા નવી વસ્તુઓ શીખું છું. હું સતત મારી કુશળતમાં ઉમેરો કરું છું, જેમ કે, વોઈસ ટ્રેનિંગ પ્રોગ્રામ જે મેં થોડા સમય પહેલાં પૂર્ણ કર્યો છે. સમય સીમિત છે, માટે તેનો સદુપયોગ કરી લો. હું મારી કુશળતાઓનો, જરૂરીયાતમંદ લોકોને મદદ કરવામાં ઉપયોગ લેવા માંગું છું. અગર મારી કોઈ ઈચ્છા હોય, તો તે હશે દરેક મનુષ્યને પ્રસન્ન જોવાની."

લેખક- બિંજલ શાહ

અનુવાદક- નિશિતા ચૌધરી

અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

'જપ માળા'ના મણકા બન્યા સફળ બિઝનેસ પ્લાન, ફેશન ડિઝાઇનર મહિલાનો અનોખો કીમિયો

25 વર્ષની એક યુવતીએ ગ્રામીણ કળાને રાષ્ટ્રીય સ્તરે ચમકાવી દીધી

એક સામાન્ય ઇવેન્ટમાંથી પેદા થયું ઝનૂન, હવે છે લગ્નસરાની ફોટોગ્રાફીમાં મોટું નામ!