દિલ્હીના 3 વિદ્યાર્થીઓનો પ્રદૂષણ મુક્તિનો અનોખો પ્રયાસ

સંચિત, ત્રિયમ્બકે અને પ્રણવ- આ મિત્રોએ પર્યાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ જાણવા એક ડ્રોન બનાવ્યું છે.. ટેક્નિકના માધ્યમથી સામાન્ય લોકોને મદદ કરવાના આશયથી આ ડ્રોન બનાવવામાં આવ્યું છે. ભવિષ્ય માટે તૈયાર છે કેટલીયે યોજનાઓ, જલ્દી જ શરૂ કરાશે કામ! 

0

કહેવાય છે કે કંઈક કરી બતાવવા માટે ઉંમર અને અનુભવ કરતા ઈચ્છાની વધારે જરૂર હોય છે. તમારા મનમાં કંઈક કરી બતાવવાની ઈચ્છા છે તો તમે મુશ્કેલ કાર્ય પણ સફળતાપૂર્વક કરી શકશો અને બીજા માટે પણ ઉદાહરણરૂપ બની શકશો.

કંઈક આવું જ કર્યું છે સંચિત મિશ્રા, ત્રિયમ્બકે જોશી અને પ્રણવ કાલરાએ. તેમણે નાનકડી ઉંમરે એવું યંત્ર વિકસાવ્યું છે પયાર્વરણની દિશામાં ઘણું મદદગાર સાબિત થાય તેમ છે. આ યંત્ર સામાન્ય રીતે સુરક્ષા માટે ઉપયોગમાં લેવાય છે. આ ત્રણે મિત્રો માને છે કે તેમનું આ ડ્રોન પર્યાવરણની રક્ષા માટે પણ ઉપયોગી છે. આ બનાવવા પાછળ તેમનો આશય એ છે કે લોકો જાણી શકે કે જે વાતાવરણમાં તેઓ શ્વાસ લઈ રહ્યા છે તેમાં કયા ગેસનું પ્રમાણ કેટલું છે. તેમના મતે આ યંત્રના ઉપયોગથી સમાજમાં પર્યાવરણ પ્રત્યે લોકોને જાગ્રત કરી શકાશે અને પર્યાવરણનું યોગ્ય સંતુલન જાળવવાની દિશામાં યોગ્ય કામ થઈ શકશે.

સંચિત અને ત્રિયમ્બકે માત્ર સોળ વર્ષના છે અને હાલમાં જ દસમું ધોરણ પાસ કર્યું છે જ્યારે પ્રણવ હજુ 15 વર્ષનો છે અને હવે દસમા ધોરણમાં આવ્યો છે.

જુસ્સો

સંચિત જણાવે છે કે, તે અને ત્રિયમ્બકે એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. જ્યારે તેઓ નવા ધોરણમાં હતા ત્યારે સ્પર્ધા માટે બીજી સ્કૂલમાં ગયા હતા. ત્યાં તેમની મુલાકાત પ્રણવ સાથે થઈ અને ત્રણે સારા મિત્રો બની ગયા. ત્રણેને ટેક્નોલોજીમાં વિશેષ રસ હતો. ત્રણે કંઈક અલગ કરવા માગતા હતા અને પોતાના અભ્યાસની સાથે સાથે કંઈક કરી બતાવવાનું તેમના મગજમાં ચાલી રહ્યું હતું.

આ દરમિયાન સંચિત ડ્રોન પર સંશોધન કરતો હતો. ત્યારે પ્રણવના મગજમાં વિચાર આવ્યો કે એવું ડ્રોન બનાવવામાં આવે જે પર્યાવરણની દિશામાં કામ કરે. ત્રણેય મિત્રો બાદમાં આવું ડ્રોન બનાવવા મથવા લાગ્યા. ગત વર્ષે ફેબ્રુઆરીમાં જ તેમણે પોતાના આ પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું અને જુલાઈ 2015 સુધીમાં તો તેમનું ડ્રોન તૈયાર થઈ ગયું. હવે તેઓ તેને અપગ્રેડ કરવાની તૈયારીમાં છે.

આ સ્ટોરી પણ વાંચો:

વિદ્યાર્થીઓએ લીધું વારાણસી નજીકનું એક ગામ દત્તક, પોકેટમનીમાંથી ઉપલબ્ધ કરાવે છે મૂળભૂત જરૂરિયાતો

ત્રિયમ્બકે જણાવે છે કે, અમારું ડ્રોન પર્યાવરણની સાચી માહિતી આપે છે પણ તેને પર્યાવરણના જાણકારો જ સમજી શકે છે. અમે તેને અપગ્રેડ કરી રહ્યા છીએ જેથી તેને વધુ સરળ બનાવી શકાય કે સામાન્ય માણસ પણ સમજી શકે. તે ઉપરાંત એવી માહિતી પણ મેળવી શકે કે હાલમાં વાતાવરણમાં કેટલી માત્રામાં કેટલા ગેસ રહેલા છે. ત્રણેયે દાવો કર્યો છે કે તેમનું ડ્રોન પર્યાવરણમાં રહેલા તમામ ગેસની ચોક્કસ માહિતી આપે છે. તેમના આ યંત્રને હાલમાં કોઈ સંસ્થાએ માન્યતા આપી નથી પણ ત્રણે પ્રયાસ કરી રહ્યા છે કે તેને અપગ્રેડ કર્યા બાદ સંબંધિત સંસ્થા સામે માન્યતા માટે રજૂ કરે.

સંચિત, ત્રિયમ્બકે અને પ્રણવ માને છે કે હાલમાં ડ્રોન પર પ્રતિબંધ છે તેથી તેને અપગ્રેડ કર્યા બાદ સરકાર સામે રજૂ કરશ. અને જણાવશે કે તેમનો પ્રોજેક્ટ સરકાર અને સામાન્ય લોકો માટે કેવી રીતે ઉપયોગી છે.

પડકારો

આ ત્રણેય માટે ડ્રોન બનાવવું સરળ નહોતું. ત્રણેય વિદ્યાર્થીઓ છે અને તેમના પ્રોજેક્ટ પર ઘણો ખર્ચ આવ્યો હતો. તે ઉપરાંત પ્રોજેક્ટ બનાવવા માટે તેઓ પોતાના ઘરેથી લગભગ બે કલાક પ્રવાસ કીરને દિલ્હીના નેતાજી સુભાષ પેલેસ ખાતે મેકર્સ સ્પેસમાં જતા હતા. અહીંયા બધા ભેગા મળીને તેમના પ્રોજેક્ટ પર કામ કરતા. ત્યાંના લોકોએ પણ તેમને ઘણી મદદ કરી હતી. પ્રોડક્ટ બનાવતી વખતે એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું કે, તે પોર્ટેબલ હોય અને લાવવા-લઈ જવામાં સરળ પડે તેવું હોય.

યોરસ્ટોરીને સંચિત જણાવે છે,

"પોતાના સ્વપ્નને સાકાર કરવું એટલું સરળ નહોતું. અમારી જેમ ઘણા બાળકો છે જે ઘણું કરવા માગે છે. અમારી ઈચ્છા છે કે, સરકાર વધારેમાં વધારે મેકર્સ સ્પેસ બનાવે જેથી કંઈક અલગ કરવા માગતા બાળકો આવીને પ્રયોગો કરી શકે અને તેમને એક મંચ મળે."

સ્ટાર્ટઅપ

ભવિષ્યમાં આ લોકો ટેક્નોલોજીને સામાન્ય લોકો સાથે જોડવા માગે છે. તેઓ આ ટેક્નોલોજીના માધ્યમથી એવી પ્રોડક્ટ બનાવવા માગે છે જે પાર્કિંગની સમસ્યાનું સમાધાન લાવે. તેઓ ભવિષ્યમાં એક એવી એપ બનાવવા માગે છે જે ડ્રોનની મદદથી લોકોને તેમના ફોન પર માહિતી આપે કે તેમની કાર પાર્ક કરવા માટે કઈ જગ્યા ખાલી છે.

શરૂઆતમાં તેમણે વિચાર્યું હતું કે ડ્રોનને કોઈ એનજીઓના માધ્યમથી લોન્ચ કરે પણ તેમને ખ્યાલ આવ્યો કે ડ્રોન બનાવવા માટે ભંડોળની જરૂર પડે છે તેથી તેઓ હવે એનજીઓના બદલે પોતાનું જ સ્ટાર્ટઅપ શરૂ કરવાનું નક્કી કર્યું. ત્યારબાદ તેમણે ફિનિક્સ ડ્રોન લાઈવ નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. હાલમાં તેઓ તેના માટે રોકાણકારોની શોધ કરી રહ્યા છે.

પોતાના અભ્યાસ અને સંશોધન ઉપરાંત ત્રિયમ્બકે જોશીને પિયાનો વગાડવાનું અને ગીત ગાવાનું પણ પસંદ છે. બીજી તરફ સંચિત ટેક્નોલોજીમાં રસ ધરાવે છે અને તેનું માનવું છે કે જે કામમાં ટેક્નોલોજીનો ઉપયોગ નથી થતો તેમાં તેનું મન માનતું નથી. પ્રણવને ડાન્સનો શોખ છે અને તે સારો ડાન્સ પણ કરી જાણે છે.

લેખક- સૌરવ રોય 

અનુવાદક- મેઘા નિલય શાહ

આ પ્રકારની અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા અમારું Facebook Page લાઈક કરો

સબંધિત સ્ટોરીઝ:

પર્યાવરણમાં પ્રદૂષણ ઓછું કરવા ઉદ્યોગસાહસિકો મેદાનમાં ઉતર્યા

વેકેશનમાં મિત્રો સાથે ગપ્પા મારવાના બદલે વડોદરાનાં યુવાને પકડી હઠ! 'ચેન્જ વડોદરા' થકી લાવ્યો કેટલાંયે લોકોના જીવનમાં બદલાવ!

15 ઓગસ્ટ 2015ના રોજ પહેલી વાર 12 વર્ષના બે ભાઈઓએ સ્ટાર્ટઅપનો અર્થ જાણી શરૂ કર્યું 'સ્માર્ટઅપ ઇન્ડિયા' વેન્ચર!Related Stories