'WickedRide.in' પર આવો અને ભાડેથી મેળવો હાર્લી ડેવિડસન બાઈક!

બેંગલુરુના યુવાનોની એવી કહાની જે યુવાનોની જરૂરિયાત સમજી નવુ સાહસ ખેડી રહ્યા છે!

'WickedRide.in' પર આવો અને ભાડેથી મેળવો હાર્લી ડેવિડસન બાઈક!

Monday November 23, 2015,

5 min Read

જો તમે ગોવા જાઓ તો તમને દરિયા કિનારાની મનોરમ સફર માટે વિક-એન્ડમાં બાઈક ભાડે મળી શકે છે. પણ બેંગલુરુમાં એ ખૂબ જ મુશ્કેલ હતું. તેમાંય દરિયાકિનારાની સફર માટે ટ્રાફિકની બગડતી સ્થિતિઓમાં તો એક સ્વપ્ન સમાન હતું.

વિવેકાનંદ, વરુણ અને અનિલ ત્રણેને લગભગ દરેક વિક-એન્ડમાં આ જ સમસ્યાનો સામનો કરવો પડતો. તમને થતું કે જો બાઈક ભાડે મળે તો ટ્રાફિકની સમસ્યાના હલ સાથે આખા દિવસની આનંદયાત્રા માણી શકાય અને કોઈ ચિંતા વગર ઘરે સાંજે પાછા ફરી શકાય.

વિવેકાનંદ કહે છે,

"અમે ત્રણેય પણ દુનિયાના અન્ય પુરુષોની જેમ જ બાઈક સવારીના દીવાના છીએ અને હાર્લી ડેવિડસન, ટ્રાયન્ફ, કે.બી.એમ. ડબલ્યુ જેવી બાઈકની સવારીની વાત આવે તો અમારા મોમાંથી જાણે લાળ ટપકવા લાગતી."

જો કે આ બધા વ્યાપાર અને સોફ્ટવેર એપ્લિકેશન અને મોબાઈલ એપ સાથે સંકળાયેલા યુવાનો હતા. પણ બાઈક માટેના શોખ પાસે તે બધું ગૌણ થઇ જતું. આ જ સંદર્ભમાં તેઓ એક દિવસ ચર્ચા કરી રહ્યા હતા.

"એક દિવસ અચાનક અમે સુંદર ,શક્તિશાળી અને બ્રાન્ડેડ બાઈક ખરીદવા પૈસા ભેગા કરવાનો નિર્ણય લઇ લીધો ! તપાસ કરતા ખબર પડી કે તેની ઈ.એમ.આઈ. કિંમત વધારે પડતી છે. અમે બધાને પરવડે તેટલા પૈસા કાઢી ભાગીદારીમાં બાઈક લેવા વિચાર્યું. અને અહીં જ લક્ઝરી બાઈકો લઇ તેને ભાડે આપનાર એક કંપની શરૂ કરવાનો નિર્ણય લઇ લીધો! અમારા આ બિઝનેસ મોડેલ માટેની સંભાવના, તેની સંચાલન પદ્ધતિ વગેરે પર સંશોધન આરંભી દીધું. અને એક ટ્રાયલ કરવાના હેતુથી ધંધો શરુ કરી દીધો."

સર્વે દરમિયાન ભારતીય માનસિકતા વચ્ચે બિઝનેસના સારા અને ખોટા પરિણામોની જાણકારી લેવા પણ પ્રયાસ કર્યો અને એક નિશ્ચિત સમય દરમ્યાન અમારી પ્રગતિ ક્યાં હશે તેનો ક્યાસ કાઢ્યો. પરિણામે આત્મવિશ્વાસ વધતો ગયો.

image


શરૂમાં તો બજારમાં ઉપલબ્ધ સાધનો અને વિકલ્પોનો વિચાર કરાયો. ભારત સરકારના આવી સેવાઓ સંબંધિત કેવા નિયમો અને કાયદાઓ છે તે સમજવું શરુ કર્યું. આ બધી પ્રક્રિયામાં સારો એવો સમય ગયો અંતે આ જોખમભર્યો નિર્ણય લઇ લીધો. વિવેકાનંદ કહે છે,

"અમારા મિત્રો અને પરિવારે આપેલા વિશ્વાસના આધારે અમારી કંપની અસ્તિત્વમાં આવી ગઈ."

આ એક સદસ્યતા આધારિત સ્થાનિક સ્વયં-ચાલિત સેવા છે. જેમાં પ્રતિ કલાક કે દૈનિક ભાડેથી બાઈક લઇ જવાની સુવિધા અપાય છે. અને તે માત્ર બેંગલુરુમાં જ ઉપલબ્ધ છે.

તેમની પહેલી બાઈક હતી - કોન્ટીનેન્ટલ જી.ટી.કૈફે રેસર. જેણે 3 એપ્રિલ, 2014ના રોજ વિકેન્ડ રાઈડની શોભા વધારી. તે પછી હાર્લી આયર્ન 883, સ્ટ્રીટ 750, રોયલ એનફિલ્ડ ક્લાસિક ક્રોમ, ડેઝર્ટ સ્ટ્રોમ, થન્ડર બર્ડ જેવી સુપરબાઈકો પણ કંપનીમાં સામેલ છે. હવે તેઓ ઇન્ડિયન સ્કાઉટ અને બી.એમ.ડબલ્યુ. પણ તેમાં સામેલ કરી રહ્યા છે.

જેઓ સવારી કરે તેને સલામતી અંગે જાગૃત કરવાની પણ ખૂબ જરૂર છે. આ વિશે વિવેકાનંદ કહે છે,

"સવારીની સલામતી માટે હેલ્મેટ, સુરક્ષાત્મક જેકેટ, ની-પેડ વગેરેની પણ માહિતી અપાય છે સવારી કરનારને તેનો ડેમો પણ અપાય છે. જેઓ ભાડે બાઈક લેવા સંપર્ક કરે તેને બાઇકિંગના આનુભવ વિશે પુછાય છે. તેને ક્યાં જવું છે? બાઈક વિશે તેની જાણકારી કેવી છે? વગેરે પણ જાણવામાં આવે છે. પછી તેને અમારા તરફથી સૂચનો આપવામાં આવે છે. જો અમને લાગે કે તેનો અનુભવ ઓછો છે તો અમે તેને અમારા બાઈકના સ્ટોકમાંથી નીચલા સ્તરની બાઈક આપીએ છીએ. જેથી તે બાઇકિંગથી ટેવાય અને હાઈસ્પીડ બાઈકને સંભાળી શકે. અમે તેને અમારા જ પરિસરમાં ચક્કર આપીએ, તેનાથી અમને સંતોષ થાય. એ પછી તેને બાઈક આપવામાં આવે છે."

હવે તો બાઈક સવારી સંબંધિત અન્ય ઉપકરણો માટે પણ ગ્રાહકો રુચિ બતાવતા થયા છે. પણ અત્યારે તો તેઓ ફ્રેન્ચાઈઝી મોડેલ વિશે યોજના બનાવી રહ્યા છે. બાઇકિંગના શોખીનો માટે સુપરબાઈકની સવારીનો અનુભવ કરાવવાના ઈરાદા સાથે તેઓ ટીમ ઉભી કરી રહ્યા છે. અને તે લાંબી સફર છે.

સુપરબાઈકો પ્રત્યે લોકોની રુચિ વધારવા વિભિન્ન આયોજનો હાથ ધરી રહ્યા છે અને હિલસ્ટેશન સકલેશપુરમાં એકરોમાં ફેલાયેલા કૉફીના અપ્રતિમ સુંદર બગીચાઓ વચ્ચે એક બાઈકરકાફે શરૂ કરવા વિચારી રહ્યા છે.

આ ઉપરાંત વિવેકાનંદના કહેવા મુજબ તેઓ મહિલાઓ માટે નિઃશુલ્ક બાઈક સ્પર્ધાનું પણ આયોજન કરી રહ્યા છે. તે કહે છે,

"મહિલાઓમાં બાઈક સંસ્કૃતિ વધારવાનો જ તેનો હેતુ છે જેનાથી અમારા ઉપભોક્તાઓની સંખ્યા વધારવામાં મદદ મળે. અમે આ પ્રશિક્ષણ સત્રો માટે કોઈ ફી નથી લેતા જેને સ્થાનિક બાઈક શોખીન મહિલાઓ તરફથી જોરદાર સમર્થન મળી રહ્યું છે."

આજે જ્યારે લોકોને વાહનના માલિક બનાવવા પર જોર લગાવાઈ રહ્યું છે, તેવા સમયમાં ભાડેથી બાઈક ફેરવવાનો વેપાર ચલાવવાનું બિઝનેસ મોડેલ સાચે જ રોમાંચક છે. આ ધંધામાં સાચે જ મોટી ખાઈ છે અને 'વિકેન્ડ રાઈડ' તે ખાલી જગ્યા ભરવા પ્રયાસ કરી રહી છે. તેમની સેવા અને તેમનું સંચાલન જ તેમના ભાવિને નિશ્ચિત કરશે.

"અત્યાર સુધી તો માત્ર સોશિયલ સાઈટ્સ પર અને મુખોમુખ થયેલા પ્રચારથી જ કંપની ચાલતી રહી છે. હવે રસ્તે અમે બાઈક ચલાવનાર દરેક બીજી વ્યક્તિને વાત કરી, એ બતાવવા કોશિશ કરીએ છીએ કે હવે તમે બેંગલુરુમાં પણ હાર્લી ડેવિડસન ભાડે લઇ શકો છો. લોકો અમારો નંબર સેવ કરી રહ્યા છે. અને પછીથી વાતની ખાતરી કરવા ફોન પણ કરી રહ્યા છે."
image


અનેકવાર એવું થયું છે કે લોકોને નવાઈ લાગે છે કે ખરેખર અમારા જેવી સેવાઓ આપનાર કોઈ સાચે જ અસ્તિત્વ ધરાવે છે? કેમ કે જલદી કોઈને ભરોસો નથી બેસતો કે આ કામ પણ કોઈ કરી શકે છે !

હવે દેશના અન્ય શહેરોમાં પણ આ વેપાર મોડલની કોપી થવાની શક્યતાઓ નકારી શકાય નહીં. અને તે મોટો પડકાર છે. જો કે તેઓ કહે છે, 

"આ સફર લાંબી છે અને તે પણ ભારે રોમાંચક!"

લેખક- સુબોધ કોલ્હે

અનુવાદક- YS ટીમ ગુજરાતી

સ્ટાર્ટઅપ્સને લગતી અન્ય સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

વૃક્ષારોપણ કરાવવું છે? ‘સંકલ્પતરુ.org’ પર જાઓ અને મેળવો નિષ્ણાતો પાસેથી મદદ!

નોકરિયાત લોકોનાં જીવનમાં સ્વાસ્થ્યપ્રદ ખોરાક આપવાનો પ્રયાસ એટલે FitGo

જોબ ઈન્ટરવ્યુમાં પૂરતો સમય ન મળતા અમદાવાદના યુવાને 'વીડિયો CV' બનાવતી કંપની સ્થાપી દીધી!